________________
(૨.૨) અનંતા જોયોને જાણવામાં... શુદ્ધ છું
૨૭ પ્રશ્નકર્તા એમ જોય નથી નડતા પણ આપણે જોયોમાં જે આસક્તિ થાય છે તે નડે છે ?
દાદાશ્રી : હા, બસ. એના ઉપર એને આકર્ષણ છે. એટલે આપણે રાગને શું કહીએ છીએ ? આસક્તિ.
જ્ઞાનની અવસ્થાઓ થાય તેય શેયના આકારે, શેયાકાર થાય. કેરી જેવો આકાર થઈ જાય, માણસ આવતો હોય તેનો આકાર થઈ જાય, બધાના આકાર થઈ જાય. છતાંયે એ ચોંટે નહીં, છૂટી જાય. જગતમાં અશુદ્ધ ઉપયોગ હોવાથી એમાં ચોંટી પડે.
તે જગત શું કહે છે કે આત્મા ચોંટ્યો, મૂઆ નથી ચોંટ્યો. ચોંટે એ આત્મા ન્હોય અને આત્મા ચોટે નહીં.
પ્રશ્નકર્તા : ચોંટે એ અહંકાર ?
દાદાશ્રી : અહંકાર. આપણે ચોખું જ કહ્યું છે ને! જ્ઞાનમાં જોઈને બોલે દાદા, એ ક્યાંય ના જડે શાસ્ત્રોમાં
એટલે આ બધું અમે જોઈને બોલીએ છીએ. કેવડું મોટું બોલે છે, આ આખું જગત જોઈને ! એમાં તે અવસ્થામાં પાછો પરિણમતો હોઉં, એ કેરી દેખીને કેરી જેવો આકાર થઈ જઉ છું, છતાંય પણ હું તેમાં તન્મયાકાર થતો નથી, એકાકાર થતો નથી. જોવા છતાં લેપાયમાન થતો નથી. આ હું અહીં બેઠો છું ને મને શેયમાં બધું દેખાય. તેથી કંઈ મને ચોંટે નહીં આ. એટલે જોયને જાણવામાં પરિણમે તોય સંપૂર્ણ શુદ્ધ છું અને સંસારીઓને ચોટે. એમને તો જો કંઈ જીભને સ્વાદ આવે એવું હોય તો મનમાં ઈચ્છા થાય, અગર તો બીજું હોય ત્યારે ગુસ્સો આવે.
હવે આ શાસ્ત્રોમાં ખોળવા જાય તો ક્યાં જડે ? હવે કેરીને જાણવા ફરે છે ! જાણવામાં પરિણમેલી એ અવસ્થામાં પણ (પોતે) શુદ્ધ જ છે. અશુદ્ધતા થતી નથી એને. તે જોવાથી શુદ્ધિ કંઈ તૂટી જતી નથી. યાકારમાં દશા પરિણમે પણ આ છૂટો ને છૂટો. કેટલી જબરજસ્ત શક્તિઓ ધરાવે છે !