________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
આત્માના અત્યંત ગુણ પણ મુખ્ય બે પ્રશ્નકર્તા આત્માને અનંત ગુણધામ કહ્યો તો એ ગુણો કયા કયા છે?
દાદાશ્રી : આત્માના મુખ્ય બે ગુણ : જ્ઞાન અને દર્શન. બીજા તો પાર વગરના ગુણો છે.
અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શક્તિ ને અનંત સુખ, આ ચાર ગુણો મોટા-મોટા, જબરજસ્ત, પછી બીજા બધા નાના-નાના તો બહુ ગુણો જેવાં કે અમૂર્ત, અગુરુલઘુ, અવ્યય, અશ્રુત, અરૂપી, અવ્યાબાધ સ્વરૂપ વિગેરે છે.
પછી કોઈની પણ આરપાર નીકળી શકે એમ છે. આ ભીંતની અંદરથી પસાર થઈ જવું હોય તો થઈ શકે. મોટો ડુંગર હોય તો ડુંગરની અંદરથી પસાર થઈ શકે અને મોટી હોળી સળગતી હોય તો હોળીની વચ્ચેથી પસાર થાય તો દઝાય નહીં, એવું સૂક્ષ્મ સ્વરૂપ છે એનું.
એનો કોઈ આકાર હોતો નથી. નિરંજન-નિરાકાર સ્વરૂપમાં છે, કોઈ દેખી શકે જ નહીં. અક્ષય એટલે ક્યારેય ક્ષય ના થાય એવો. અવિનાશી, વિનાશ થાય નહીં તેવો. પોતાની કહેવાતી ચીજો, પોતાની માનેલી ચીજો, મમતાવાળી ચીજો એ બધી વિનાશી છે અને એ “પોતે છે, એમાં કોઈ ચીજ વિનાશી નથી.
ઓહો એની અજાયબીનો પાર નથી ! નામ જ સંભારતા જ અંદર શાંતિ, શાંતિ, શાંતિ થાય.
ગુણધર્મ ઃ ગુણ પરમેનન્ટ, ધર્મ ટેમ્પરરી પ્રશ્નકર્તા: આત્માના અનંત ગુણધર્મો છે, તો એ ગુણધર્મને ધર્મ કહેવાય કે ગુણ કહેવાય ? દાદાશ્રી : ગુણો એ પરમેનન્ટ છે અને ધર્મ ટેમ્પરરી છે.
અનંત જ્ઞાનવાળો છું એ એનો “પરમેનન્ટ ગુણ છે. “હું અનંત દર્શનવાળો છું એ એનો “પરમેનન્ટ' ગુણ છે. “હું અનંત શક્તિવાળો છું એ એનો “પરમેનન્ટ' ગુણ છે. હું અનંત સુખધામ છું એ એનો પરમેનન્ટ” ગુણ છે.