________________
[૧૧] અશ્રુત જે આવીને જતું રહે, સ્થાન છોડીને ખસી જાય, એ શ્રુત કહેવાય. સંસારની સર્વ જંજાળો, નફો-ખોટ-સંપત્તિ વ્યુત કહેવાય. પોતાનો આત્મા અય્યત છે. એક વખત પોતે તે રૂપ થયા પછી એ ખસે નહીં.
રિલેટિવ બધું ચુત સ્વભાવનું છે. આપણે ઝાલી રાખીએ તોય જતું રહે. સંસારની બધી સગાઈઓ સંબંધ થઈ અને છૂટી પડી જાય. એ શ્રુત થનાર છે. જ્યારે આત્મા ભેગો થયા પછી કોઈ પણ સંજોગોમાં પોતાનાથી ક્યારેય ખસે નહીં એવો છે. માટે આત્માની સીટ ઉપર બેસજો. એ અશ્રુત સ્વભાવનો છે.
આ પુદ્ગલ માત્ર, દાંત, વાળ, મન-વચન-કાયા, પ્રકૃતિ બધું ટ્યુત થયા કરે. આત્માને કંઈ થાય નહીં, એવો અય્યત છે.
[૧૨] અવ્યય-અક્ષય જે નાશ થનારા તે ક્ષય, જ્યારે આત્મા અક્ષય છે.
વ્યય એટલે ખર્ચાઈને ઓછું થાય અને આત્મા ક્યારે ઓછો થાય નહીં, ઘટે નહીં, વધે નહીં એવો અવ્યય છે.
આટલા અવતારથી પોતે ભટકે છે, મરી ગયો, બળી ગયો, કૂતરામાં ગયો તોયે આત્માનો વ્યય નથી થયો.
રૂપિયાનો વ્યય થાય, એમ શરીરનો, મન-વાણીનો પણ નિરંતર વ્યય થયા જ કરે છે. મરતી વખતે બધું ખલાસ થઈ જાય.
સંસારની સર્વ સંપત્તિનો, સંબંધોનો વ્યય થનાર છે. હું અવ્યય છું, મારામાંથી કંઈ વ્યય થઈ શકે નહીં.
[૧૩] અજન્મ-અમર-તિત્ય
[૧૩.૧] અજન્મ આત્મા સ્વભાવથી જ અજન્મા છે. પોતે પણ અજન્મા જ છે, પણ પોતે આત્મા રૂપ થાય તો અજન્મા અને પોતે ચંદુલાલ થાય તો મરવાનું.
57