________________
તેમાંથી માણિક્ય રસ્તંભનું નિર્માણ કરૂં. તે તે વેર વિખેર થઈને પડેલા પરમાણુઓને એકત્ર કરીને તેમાંથી માણિક્ય સ્તંભનું નિર્માણ કરવાનું કામ તે દેવને માટે જેટલું દુષ્કર છે, એટલું જ દુષ્કર ચાર ગતિવાળા આ સંસારમાં ભટકતાં જેને માટે મનુષ્ય જન્મની પ્રાપ્તિરૂપ કાર્ય છે. એજ વાત સૂત્રકારે “
ગૂ લ્ય ઈત્યાદિ શ્લેક દ્વારા પ્રકટ કરી છે.
આ રીતે અતિ દુર્લભ એવા મનુષ્યજન્મને પ્રાપ્ત કરીને, મિથ્યાત્વરૂપ અંધકારને નાશ કરનાર, શ્રદ્ધારૂપી તિને પ્રકાશિત કરનાર, તત્ત્વ અને અતત્વના સ્વરૂપનું પ્રતિપાદન કરનાર, એવા ધર્મનું શ્રવણ કે જે જીવોને માટે અમૃતપાન સમાન હિતકર છે, જે ચમકતી એવી ચન્દ્રિકાના પ્રકાશસમાન હૃદયને આનંદદાયક છે, જાગૃત અવસ્થામાં જે સ્વપ્નદષ્ટ વસ્તુની પ્રાપ્તિના સમાન પ્રમોદકારક છે, જે ભૂમિની નીચે છુપાયેલા ખજાનાની પ્રાપ્તિસમાન સુખદાયક છે, જે સમસ્ત સંતાપનું નાક છે, એવા ધાર્મિક પ્રવચનનું ભાવિક જીવે શ્રવણ કરવું જોઈએ.
આ પ્રકારના ધર્મશ્રણને પ્રાપ્ત કરીને, તેના પ્રભાવથી સંસારસાગરને પાર કરવાને માટે શ્રદ્ધાની ખાસ જરૂર રહે છે તે શ્રદ્ધાને અહીં નૌકા સમાન કહી છે, કારણ કે સંસારસાગરને પાર કરવામાં તે નકાની ગરજ સારે છે. એવી નૌકા સમાન, મિથ્યાત્વરૂપ ગહન અધકારને ભેદવામાં સૂર્ય સમાન, સ્વર્ગ અને મોક્ષના સુખ પ્રાપ્ત કરાવવામાં ચિન્તામણિ રત્ન સમાન ક્ષપકણિ પર આરોહણ કરાવવામાં નિસરણી સમાન, એવી શ્રદ્ધા ધર્મતત્ત્વ પ્રત્યે હેવી જોઈએ. એવી શ્રદ્ધા છના અનાદિ કાળથી સંચિત કર્મરૂપ શત્રુઓનો નાશ કરનારી અને કેવળજ્ઞાન અને કેવળદર્શનની પ્રાપ્તિ કરાવનારી હોય છે.
જળની જેમ સંચિત કર્મરૂ૫ રજને ધનાર, મંત્રની જેમ ભાગરૂપ ભુજંગને દૂર કરનાર, પવનની જેમ ભવિષ્યકાલિન કર્મરૂપ વાદળને અસ્તવ્યસ્ત કરી નાખનાર, પ્રાચી દિશા (પૂર્વ દિશા) સમાન કેવળજ્ઞાનરૂપ સૂર્યને પ્રક્રટ કરનાર, અને ક૯૫વૃક્ષ સમાન આદિ અનંત મુકિતના સામ્રાજ્યરૂપ ઇચ્છિત પદાર્થની પ્રાપ્તિ કરાવનાર એવા સંયમને પ્રાપ્ત કરીને તથા હેય અને ઉપાદેયરૂપ વસ્તુઓના સ્વરૂપના નિરૂપક અને અવ્યાબાધ સુખના જનક અચારાંગ આદિ આગમશાઓનું વિધિપૂર્વ અધ્યયન કરીને તથા સંસાર સાગરને તરી જવામાં મહાતરણિ (નૌકા) જેવા. શિવપદના સંપાન
ન, સૂત્રના પરમાર્થને પ્રકટ કરનાર, સ્વ અને પર સમયના (જન સિદ્ધાંત અને
સિદ્ધાંતના) રહસ્યને પ્રકટ કરનાર, જેના પ્રભાવથી જીવને સિદ્ધિની પ્રાપ્તિ થાય છે, અનાદિ ભવ પરમ્પરાથી સંચિત અષ્ટવિધ કર્મોના સમૂહને જેના દ્વારા વિનાશ થઈ જાય છે, તથા મિથ્યાત્વરૂપ અરંગ ગ્રન્થિનું જે ભેદક હોય છે, અને સમ્યક જ્ઞાનરૂપ વર્ષા વરસાવવાને જે સમર્થ હોય છે, એવા પ્રવચનનું શ્રવણ કરવામાં તથા પઠન કરવામાં આવે તત્પર રહેવું જોઈએ જ્ઞાનાવરણીય આદિ કર્મોના ક્ષપશમથી ઉત્પન્ન થયેલી વિશદ પ્રજ્ઞા કે જે સમસ્ત તના સ્વરૂપનું યથાર્થ દર્શન કરાવે છે, અને જેના દ્વારા દ્રવ્યના સહવતી ગુણે અને કર્મવતી પર્યાનું વાસ્તવિક ભાન થાય છે, એ વાતને સમજીને મેક્ષાભિલાષી એ પ્રવચનનું વ્યાખ્યાન કરવામાં પ્રયત્નશીલ રહેવું જોઈએ.
અનુયોગ દ્વાર સુત્રમ