________________
પ્રતિષત્તિ-૩, તિર્યંચ ઉદેસી-૨
૬૭ પદમાં પૃથ્વીકાયિકોના ભેદોનાવન-અનુસાર સમવું. આ પ્રમાણે બાદર પૃથ્વીકાયિ કાયિક જીવોના સંબંધમાં આ વર્ણન કરવામાં આવેલ છે. એજ પ્રમાણેનું વર્ણન વનસ્પતિકાયિ કના કથન પર્યન્ત સમજી લેવું હે ભગવનું ત્રસકાયિક જીવોના કેટલા ભેદો કહ્યા છે. ત્રસકાયિકજીવો ચાર પ્રકારના કહ્યા બે ઈદ્રિયવાળા જીવો, યાવતા પાંચ ઈદ્રિય વાળા જીવો બે ઈકિયાવાળા જીવો. અનેક પ્રકારના કહ્યા છે. આ બધા જીવોનું વર્ણન પ્રજ્ઞાપના સૂત્રમાંથી લઈને કહી લેવું જોઈએ
[૧૩] હે ભગવનું પૃથ્વી કેટલા પ્રકારની કહેવામાં આવી છે? પૃથ્વી છ પ્રકારની કહેવામાં આવી છે. ગ્લક્ષણ પૃથ્વી, શુદ્ધપૃથ્વી વાલુકાપૃથ્વી, શર્કરાપૃથ્વી, મનઃશિલા પૃથ્વી ખરપૃથ્વી છે. ભગવનું લક્ષ્ય પૃથ્વીની સ્થિતિ કેટલા કાળ ની કહેવામાં આવી છે? જઘન્યથી એક અંતર્મુહુર્તની કહી છે અને ઉત્કૃષ્ટથી તે એક હજાર વર્ષની કહેવામાં આવી છે. શુદ્ધ પૃથ્વીની સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની કહી છે. અને ઉત્કૃષ્ટથી બાર હજાર વર્ષની કહેલ છે. વાલુકપ્રભા પૃથ્વીના જીવોની સ્થિતિ જઘન્યથી એક અંત મુહૂર્ત ની અને ઉત્કૃષ્ટથી ચૌદહજાર વર્ષની કહેલ છે.મન શિલાપૃથ્વીના જીવોની સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની સ્થિતિ કહી છે. અને ઉત્કૃષ્ટથી સોળ હજાર વર્ષની છે. શર્કરા પ્રભા પૃથ્વીના જીવોની સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટથી અઢાર હજાર વર્ષની કહેવામાં આવી છે. ખર પૃથ્વીના જીવોનીસ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટથી બાવીસ હજાર વર્ષની કહી છે.
હે ભગવન નૈરયિક જીવોની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવી છે? ગૌતમ! નારક જીવોની સ્થિતિ જઘન્યથી દસ હજાર વર્ષની કહી છે અને ઉત્કૃષ્ટથી તેત્રીસ સાગરોપમની કહેવામાં આવી છે. આ જ પ્રમાણે ચોવીસ દંડકના ક્રમથી અહિયાં પ્રજ્ઞા પના સૂત્રમાં કહેલ સ્થિતિ પદ પ્રમાણે સવર્થિ સિદ્ધના દેવો સુધીની સ્થિતિનું નિરૂપણ કરી લેવું. હે ભગવનુ જીવ જીવપણાથી કેટલા કાળ સુધી રહે છે ? હે ગૌતમ ! નારક જીવની કાયસ્થિતિનો કાળ જઘન્યથી દસ હજાર વર્ષનો છે, અને ઉત્કૃષ્ટથી તેત્રીસ સાગરોપમનો છે. તિર્યગ્લોનિકજીવનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્તનો છે એ ઉત્કૃષ્ટથી અનંતકાળ રૂપ છે. પૃથ્વીકાયિક જીવ પૃથ્વી કાયિકપણાથી સર્વકાળ વર્તમાન રહે છે. આજ પ્રમાણે વનસ્પતિકાયિક જીવની, અને સામાન્ય ત્રસકાયિક જીવની કાયસ્થિતિનો કાળ પણ સમજી લેવો
[૧૩] હે ભગવન્! જેટલા નવા પૃથ્વી કાયિક જીવો વિવક્ષિત કાળમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ પણાથી ઉત્પન્ન થાય છે, તે બધાજ જીવો કેટલા કાળ પછી જો તેઓમાંથી એક એક સમયમાં એક એક જીવ બહાર કાઢવામાં આવે, તો પૂરે પૂરા બહાર કાઢી શકાય? હે ગૌતમ ! જઘન્ય અપેક્ષાથી જો તેઓમાંથી પ્રત્યેક સમયમાં એક એક જીવ બહાર કાઢવામાં આવે, તો પૂરેપૂરા તેઓને બહાર કાઢવામાં અસંખ્યાત ઉત્સર્પિણીયો અને અસંખ્યાત અવસપિ ણીયો પૂરી થઈ જાય છે. એ જ પ્રમાણે ઉત્કૃષ્ટથી જઘન્ય પદવાળા ઉત્પન્ન થનારા નવા નવા પૃથ્વીકાયિક જીવોની અપેક્ષાથી જે ઉત્કૃષ્ટ પદ વર્તી નવા નવા પૃથ્વીકાયિક જીવો ઉત્પન્ન થાય છે, તેઓ અસંખ્યાત ગણા વધારે હોય છે. કેમકે જઘન્ય અને ઉત્કૃષ્ટ પદોમાં અને સ્થળે અસંખ્યાત પદ હોવા છતાં પણ જઘન્ય પદમાં કહેલ અસંખ્યાત ની અપેક્ષાએ ઉત્કૃષ્ટ પદમાં કહેલ અસંખ્યાતગણું વધારે હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org