________________
૨૧૦
પાવણા - ૨/-/૨૦૨
હે હે ગૌતમ ! જંબૂદ્વીપનામે દ્વીપમાં યાવત્ મધ્ય ભાગમાં અહીં ઉત્તરના અસુર કુમાર દેવોના ત્રીશ લાખ ભવનવાસો છે એમ કહ્યું છે તે ભવનો બહારના ભાગમાં ગોળ અને અન્દરના ભાગમાં સમચોરસ છે. બાકીનું દક્ષિણ દિશાના અસુર કુમાર સંબન્ધે કહ્યું છે તેમ યાવત્ - વિહરે છે’ ત્યાં સુધી જાણતું. અહીં વૈરોચન્દ્ર વૈરોચન રાજા બલી રહે છે. તે કાળો, અત્યંત કાળી વસ્તુના જેવો યાવત્ શોભતો વિહરે છે. તે બલીન્દ્ર ત્યાં ત્રીશ લાખ ભવનાવાસોનું, સાઠ હજાર સામાનિક દેવોનું, તેત્રીસ ત્રાય સ્ત્રિશ દેવોનું, ચાર લોકપાલોનું, પાંચ પરિવારસહિત અગ્રમહિષીઓનું, ત્રણ પષદોનું, સાત પ્રકારના સૈન્યોનું, સાત સેનાધિપતિઓનું ચાર ગુણા સાઠ હજાર આત્મરક્ષક દેવોનું અને તે સિવાય બીજા ઘણા ઉત્તરના અસુરકુમાર દેવો અને દેવીઓનું અધિપતિ પણું અને અગ્રેસરપણું કરતો વિહરે છે. હે ભગવન્ ! પર્યાપ્તા અને અપર્યાપ્તા નાગકુમાર દેવોના ક્યાં સ્થાનો કહેલાં છે ?
હે ભગવન્ ! નાગકુમાર દેવો ક્યાં રહે છે ? હૈ ગૌતમ ! એક લાખ અને એશી હજાર યોજન જાડી આ રત્નપ્રભા પૃથિવીના યાવત્ મધ્ય ભાગમાં અહીં પર્યાપ્તા અને અપર્યાપ્તા નાગકુમાર દેવોના ચોરાશી લાખ ભવનાવાસો છે એમ કહ્યું છે. તે ભવનો બહારના ભાગમાં ગોળ અને અંદરના ભાગમાં સમચોરસ યાવત્ પ્રતિરુપ-અત્યંત સુંદર છે. ત્યાં પર્યાપ્તા અને અપર્યાપ્તા નાગકુમાર દેવોના સ્થાનો કહેલાં છે. ઉપપાત, સમુદ્દાત અને સ્વસ્થાન-એ ત્રણેને આશ્રીય લોકના અસંખ્યાતમા ભાગમાં છે. ત્યાં ઘણા નાગકુમાર દેવો રહે છે. યાવ-વિહરે છે અહીં ધરણ અને ભૂતાનંદ એ બે નાગકુમારના રાજા ઓ રહે છે. તે મહાઋદ્ધિવાળા-ઇત્યાદિ
હે ભગવન્ ! દક્ષિણના નાગકુમા૨ દેવો ક્યાં વસે છે ? હે ગૌતમ ! જંબૂદ્વીપનામે દ્વીપમાં મેરુ પર્વતની દક્ષિણ દિશાએ એક લાખને એંશી હજાર જાડી આ રત્નપ્રભા પૃથિવીના યાવત્ મધ્ય ભાગમાં દક્ષિણ દિશાના નાગકુમાર દેવોના ચુમ્માળીસ લાખ ભવનો છે એમ કહ્યું છે. તે ભવનો બહારના ભાગમાં ગોળ, યાવત્ પ્રતિરુપ-સુંદર છે. અહીં પર્યાપ્તા અને અપયપ્તિ દક્ષિણ દિશાના નાગકુમાર દેવોના સ્થોનો કહ્યાં છે. તેઓ ઉપપાત, સમુદ્દાત અને સ્વસ્થાન એ ત્રણને આશ્રયી લોકના અસંખ્યાતમા ભાગને વિષે છે. અહીં દક્ષિણના નાગકુમાર દેવો રહે છે. યાવત્ વિહરે છે' અહીં નાગકુમા રોના ઇન્દ્ર અને નાગકુમારોનો રાજા ધરણ રહે છે. તે મહાઋદ્ધિવાળો-ઇત્યાદિ યાવત્ શોભતો વિહરે છે. તે ત્યાંના ચુંમાળીસલાખ ભવનાવાસોનું, છ હજાર સામાનિક દેવોનું, તેત્રીસ ત્રાય સ્ત્રિસ દેવોનું, ચાર લોકપાલોનું,પરિવાર સહિત છ અગ્રમાહિષીઓનું, ત્રણ પર્ષદોનું, સાત પ્રકારના સૈન્યનું, સાત સેનાધિપતિઓનું, ચોવીસ હજાર આત્મરક્ષક દેવોનું, અને તે સિવાય બીજા ઘણા નાગકુમાર દેવો અને દેવીઓનું અધિપતિપણું, અગ્રેસરપણું કરતો વિહરે છે. હે ભગવન્ ! ઉત્તરના પર્યાપ્તા અને અપર્યાપ્ત નાગકુમાર દવોના ક્યાં સ્થાનો છે ? હે ગૌતમ ! જંબુદ્રીપના નામે દ્વીપમાં મેરુ પર્વતની ઉત્તર દિશાએ એક લાખને એશી હજાર યોજન જાડી યાવત્ ભાગમાં અહીં ઉત્તરના નાગકુમાર દેવોના ચાળીસ લાખ ભવનાવાસો છે એમ કહ્યું છે. તે ભવનો બહારના ભાગમાં ગોળ છે-ઇત્યાદિ યાવત્ વિહરે છે- અહીં ભૂતાનંદ નામે નાગકુમારનો ઇન્દ્ર નાગકુમારનો રાજા રહે છે. તે મહાઋદ્ધિવાળો યાવત્ શોભતો ચાળીસ લાખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org