________________
પદ-૧૭, ઉદેસી-૨
૩૨૭ લેશ્યાઓ હોય છે. કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા અને કાપોતલેશ્યા. હે ભગવનું ! તિર્યંચોને કેટલી વેશ્યાઓ છે ? હે ગૌતમ ! છ લેશ્યાઓ છે. કૃષ્ણલેશ્યા, યાવતુ શુક્લલેશ્યા. હે ભગવન્! એકેન્દ્રિયોને કેટલી લેશ્યાઓ હોય છે ? હે ગૌતમ! ચાર લેશ્યાઓ હોય છે. કૃષ્ણલેશ્યા, યાવતુ. તેજલેશ્યા. હે ભગવન! પૃથિવીકાયિકોને કેટલી લેયાઓ હોય છે ? હે ગૌતમ ! એ પ્રમાણે જાણવું. અપ્લાયિક અને વનસ્પતિકાયિકોને પણ એમજ સમજવું. તેજલ્કાયિક, વાયુકાયિક, બેઇન્દ્રિય, તે ઈન્દ્રિય અને ચઉરિન્દ્રિયોને નૈરયિકોની જેમ જાણવું. પંચેન્દ્રિય તિર્યંચયોનિકો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓને છ વેશ્યાઓ હોય છે. કૃષ્ણલેશ્યા, યાવતુ શુક્લલેશ્યા. સંમૂચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિય સંબધે પૃચ્છા. હે ગૌતમ ! નૈરયિકોની પેઠે જાણવું. ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! છ લેશ્યાઓ હોય છે. તિર્યંચયોનિક સ્ત્રી સંબધે પૃચ્છા. હે ગૌતમ! એજ છ લેશ્યાઓ હોય છે. મનુષ્યો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! એજ છ લેશ્યાઓ હોય છે. સંમૂર્ણિમ મનુષ્યો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! નરયિકોની પેઠે જાણવું. ગર્ભજ મનુષ્યો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! છ વેશ્યાઓ હોય છે. મનુષ્ય સ્ત્રી સંબધે પૃચ્છા. હે ગૌતમ ! એમજ જાણવું. દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! એજ છ લેશ્યાઓ હોય છે. દેવીઓ સંબધે પૃચ્છા. હે ગૌતમ ! ચાર લેયાઓ હોય છે. તે આ પ્રમાણે-કૃષ્ણલેશ્યા, યાવતુ તેજોલેશ્યા. ભવનવાસી દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! એમજ જાણવું. ભવનવાસિની દેવીઓને પણ એમજ સમજવું. વ્યન્તર દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! એમજ જાણવું. વ્યન્તરદેવી સંબધે પણ એમ જ સમજવું. જ્યોતિષિક સંબધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓને એક તેજલેશ્યા હોય છે. એ પ્રમાણે જ્યોતિષિક દેવીઓને પણ સમજવું. વૈમાનિકો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! ત્રણ વેશ્યાઓ હોય છે. તે આ પ્રમાણે તેજલેશ્યા, પત્રલેશ્યા અને શુક્લલેશ્યા, વૈમાનિક સ્ત્રી સંબધે પૃચ્છા. હે ગૌતમ! તેઓને એક તેજલેશ્યા હોય છે.
[૫૩] હે ભગવનું ! વેશ્યાવાળા, કૃષ્ણલેશ્યાવાળા, યાવતુ શુક્લલેશ્યાવાળા અને વેશ્યારહિત જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક હોય છે ? હે ગૌતમ ! સૌથી થોડા જીવો શુક્લલેશ્યાવાળા હોય છે, તેથી પદ્મવેશ્યાવાળા સંખ્યાત ગુણા છે, તેથી તેજોલેશ્યાવાળા સંખ્યાતગુણા છે, તેથી વેશ્યારહિત અનન્તગુણા છે, તેથી કાપોતલેશ્યાવાળા અનન્તગુણા છે, તેથી નીલલેશ્યાવાળા વિશેષાધિક છે, તેથી કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે અને તેથી વેશ્યાવાળા વિશેષાધિક છે.
[૫૪] હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા, નીલલેશ્યાવાળા અને કાપોતલેશ્યાવાળા એ નૈરયિકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ! સૌથી થોડા નૈરયિકો કૃષ્ણલેશ્યાવાળા છે, તેથી નીલલેશ્યાવાળા અસંખ્યાતગુણા છે, તેથી કાપોતલેશ્યાવાળા અસંખ્યાતગુણા છે. હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા યાવતુ શુક્લ લેશ્યાવાળા, એ તિર્યંચોમાં કોણ કોનાથી અલ્પ,બહુ તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા તિર્યંચો શુક્લલેશ્યાવાળા છે-ઇત્યાદિ જેમ સામાન્ય વેશ્યાવાળા જીવો સંબંધે કહ્યું છે તેમ કહેવું. પરંતુ વેશ્યા રહિતને વર્જવા. હે ભગવન્! કૃષ્ણ લેશ્યાવાળા, નીલલેશ્યાવાળા, કાપોતલેશ્યાવાળા અને તેજલેશ્યાવાળા એકેન્દ્રિયોમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ ! સૌથી થોડા એકેન્દ્રિયો તેજોલેશ્યાવાળા છે, તેથી કાપોતલેશ્યાવાળા અનંતગુણા છે, તેથી નીલલેશ્યાવાળા વિશેષાધિક છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org