Book Title: Agam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan
View full book text
________________
૫૪-૨૨
ગૌતમ ! આરંભિકી ક્રિયા હોય, યાવત્ અપ્રત્યાખ્યાન ક્રિયા પણ હોય પણ હોય. મિથ્યાદર્શનપ્રકત્યયિકી ક્રિયા ન હોય. એમ યાવત્ સ્તનિતકુમારને જાણવું. હે ભગવન્ ! મિથ્યાદર્શનથ્યની વિરતિવાળા પંચેન્દ્રિય તિર્યંચને એમજ પૃચ્છા કરવી. હે ગૌતમ ! આરંભિકી ક્રિયા હોય. માયાપ્રત્યયિકી ક્રિયા હોય. અપ્રત્યાખ્યાન ક્રિયા કદાચ હોય અને કદાચ ન હોય. મિથ્યાદર્શનપ્રત્યયિકી ક્રિયા ન હોય. મનુષ્યને જીવને પેઠે જાણવું. વ્યન્તર જ્યોતિષિક અને વૈમાનિકને નૈરયિકની જેમ કહેવું. હે ભગવન્ ! એ આરંભિકી ક્રિયા, યાવત્ મિથ્યાદર્શનપ્રત્યયિકી ક્રિયાઓ હોય છે. તેથી અપ્રત્યાખ્યાન ક્રિયા વિશેષાધિક છે, તેથી પારિગ્રહીકી ક્રિયાઓ વિશેષાધિક છે, તેથી આરંભિક ક્રિયાઓ વિશેષાધિક છે અને તેથી માયાપ્રત્યયિકી ક્રિયાઓ વિશેષાધિક છે.
પદ-૨૨ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ પદ-૨૩-ક્રર્મપ્રકૃતિ -:ઉદ્દેસો- ૧ઃ
[પ૩૪] કેટલી કર્મપ્રકૃતિઓ છે ? જીવ કેવી રીતે બાંધે છે ? કેટલા સ્થાને બાંધે છે? કેટલી પ્રકૃતિઓ વેદે છે ? ક્યા કર્મનો કેટલા પ્રકારનો અનુભાવ છે ?
[૫૩૫] હે ભગવન્ ! કેટલી કર્મપ્રકૃતિઓ કહી છે ? હે ગૌતમ ! આઠ. જ્ઞાના વરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ, નામ, ગોત્ર, અને અંતરાય. હે ભગવન્ ! નૈયિકોને કેટલી કર્મપ્રકૃતિઓ કહી છે ? હે ગૌતમ ! આઠ. એમ વૈમાનિકો સુધી કહેવું.
1688
[૫૩૬] હે ભગવન્ ! જીવ કેવી રીતે આઠ કર્મપ્રકૃતિઓ બાંધે છે ? હે ગૌતમ ! જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી દર્શનાવરણીય કર્મનો ઉદય થાય છે, દર્શનાવરણીય કર્મના ઉદયથી દર્શનમોહનીય કર્મનો ઉદય થાય છે, દર્શનમોહનીય કર્મના ઉદયથી મિથ્યાત્વનો ઉદય થાય છે અને મિથ્યાત્વના ઉદયથી હે ગૌતમ ! એ પ્રમાણે ખરેખર જીવ આઠ પ્રકૃતિઓ બાંધે છે. હે ભગવન્ ! નૈયિક આઠ કર્મપ્રકૃતિઓ કેમ બાંધે ? હે ગૌતમ ! એમજ જાણવું. એ પ્રમાણે વૈમાનિકો સુધી કહેવું. હે ભગવન્ ! જીવો આઠ કર્મપ્રકૃતિઓ કેમ બાંધે ? એમજ બાંધે છે. એ પ્રમાણે યાવત્ વૈમાનિકો સુધી જાણવું.
[૫૩૭] હે ભગવન્ ! જીવ કેટલા સ્થાનોએ જ્ઞાનાવરણીય કર્મ બાંધે ? હે ગૌતમ ! બે સ્થાને બાંધે. રાગથી અને દ્વેષથી.રાગ બે પ્રકારનો છે.માયા અને લોભ. દ્વેષ બે પ્રકારનો છે, ક્રોધ અને માન. જીવવીર્ય વડે યુક્ત એ ચાર સ્થાનકોએ એ પ્રમાણે જીવ ખરેખર જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે. એમ નૈરિયેક યાવત્ વૈમાનિક સંબંધે જાણવું. હે ભગવન્ ! જીવો જ્ઞાનાવરણીય કર્મ કેટલા સ્થાનકોએ બાંધે ? હે ગૌતમ ! બે સ્થાનકોએ બાંધેઇત્યાદિ એમજ જાણવું. એ પ્રમાણે નૈરયિકો યાવત્ વૈમાનિકો જાણવા. એમ દર્શનાવરણીય કર્મ યાવત્ અંતરાયકર્મ સંબંધે પણ જાણવું. એ પ્રમાણે એકવચન અને બહુવચતનના સોળ દેડકો જાણવા.
[૫૩૮] હે ભગવન્ ! જીવ જ્ઞાનાવરણીય કર્મ વેદે ? હે ગૌતમ ! કદાચ વેદે અને કદાચ ન વેદે. હે ભગવન્ ! નૈરિયક જ્ઞાનાવરણીય કર્મ વેદે ? હે ગૌતમ ! અવશ્ય વેદે. એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું. પરન્તુ મનુષ્યને જીવનને પેઠે કહેવું. હે ભગવન્ ! જીવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420