Book Title: Agam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan
View full book text
________________
પદ-૨૩, ઉદેસા-૨
૩૦૭
સમજવી. ઉત્કૃષ્ટ અઢાર કોડાકોડી સાગરોપમની અને અઢારસો વરસનો અબાધાકાળ જાણવો. ચઉરિન્દ્રિયનામ સંબન્ધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ વડે ન્યૂન સાગરોપમના નવ પાંત્રી શાંશ અને ઉત્કૃષ્ટ સ્થિતિ અઢાર કોડાકોડી સાગરોપમની સમજવી. તથા અબાધાકાળ અઢારસો વર્ષનો જાણવો. પંચેન્દ્રિયજાતિનામ સંબન્ધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય પલ્યોપમના અસંખ્યાતમા ભાગ વડે ન્યૂન સાગરોપમના બે સપ્તમાંશ અને ઉત્કૃષ્ટ વીશ કોડાકોડી સાગરોપમની તથા અબાધાકાળ બે હજાર વરસનો જાણવો.
ઔદારિક શરીરનામ સંબન્ધે પણ એમજ જાણવું. હે ભગવન્ ! વૈક્રિય શરીર નામ સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ વડે ન્યૂન એક હજાર સાગરોપમના બે સક્ષમાંશ, અને ઉત્કૃષ્ટ વીશ કોડાકોડી સાગરોપમની સ્થિતિ, તથા બે હજાર વર્ષનો અબાધાકાળ જાણવો. આહા૨ક શરીરનામની જઘન્ય અંતઃકોટાકોટી સાગરોપમની અને ઉત્કૃષ્ટ અંતઃ કોટાકોટી સાગરોપમની સ્થિતિ જાણવી. તૈજસ અને કાર્મણનામની પલ્યોપમના અસંખ્યાતમા ભાગ વડે ન્યૂન બે સપ્તમાંશ અને ઉત્કૃષ્ટ વીશ કોટાકોટી સાગરોપમની સ્થિતિ જાણવી. તથા બે હજાર વર્ષનો અબાધાકાળ સમજવો. ઔદારિક, વૈક્રિય અને આહારક શરીરોપાંગનામ એ ત્રણેની સ્થિતિ એમજ જાણવી. પાંચ શરીરબન્ધન નામની પણ સ્થિતિ એમજ સમજવી. પાંચે શરીરહાતનામની સ્થિતિ પણ શરીરનામ કર્મની સ્થિતિ પ્રમાણે જાણવી. વજૠષભ સહયણ નામની સ્થિતિ રતિમોહનીય કર્મની પેઠે જાણવી. નારાચ સાયણ નામ સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય પલ્યોપમના અસંખ્યાતમા ભાગ વડે ન્યૂન સાગરોપમના છે પાંત્રીશાંશ અને ઉત્કૃષ્ટ બાર કોટાકોટી સાગરોપમની સ્થિતિ, તેમજ બારસો વર્ષનો અબાધાકાળ જાણવો. નારાચ સૌંયણની જઘન્ય સ્થિતિ પલ્યોપમના અસયાતામા ભાગ વડે ન્યૂન સાગરોપમના સાત પાંત્રીશાંશ અને ઉત્કૃષ્ટ ચૌદ કોટાકોટી સાગ રોપમની સ્થિતિ હોય છે, તેથા અબાધાકાળ ચૌદસો વરસનો સમજવો. અર્ધનારાચ સહયણ નામની જઘન્ય સ્થિતિ પલ્યોપમના અસહ્વયાતમાં ભાગ વડે ન્યૂન સાગરો પમના આઠ પાંત્રીશાંશ અને ઉત્કૃષ્ટ સ્થિતિ સોળ કોટાકોટી સાગરોપમની તથા સોળસો વર્ષનો અબાધાકાળ સમજવો. કીલિકા સહ્યયણ સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય સ્થિતિ પલ્યોપમના અસયાતમા ભાગ વડે ન્યૂન સાગરોપમના નવ પાંત્રીશાંશ અને ઉત્કૃષ્ટ અઢાર કોટાકોટી સાગરોપમ તથા અઢારસો વર્ષનો અબાધા કાળ જાણવો. છેવટ્ઠ-સેવાર્તા સંઘયણ નામ સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! પલ્યોપના અસંખ્યાતમા ભાગ વડે ન્યૂન સાગરોપમના બે સપ્તમાંશ અને ઉત્કૃષ્ટ સ્થિતિ વીશ કોટાકોટી સાગરોપમ તથા બે હજાર વરસનો અબાધાકાળ જાણવો. એ પ્રમાણે જેમ સંઘયણનામની છ પ્રકૃતિઓ કહી તેમ સંસ્થાનનામ કર્મની પણ કહેવી.
શુક્લવર્ણનામ સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ વડે ન્યૂન સાગરોપમનો એક સપ્તમાંશ અને ઉત્કૃષ્ટ દસ કોટાકોટી સાગરોપમની સ્થિતિ તથા એક હજાર વર્ષ અબાધાકાળ જાણવો. હાદ્રિવર્ણનામ સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ વડે ન્યૂન સાગરોપમના પાંચ અઠ્યાવીશાંશ અને ઉત્કૃષ્ટ સ્થિતિ સાડા બાર કોટાકોટી સાગરોપમ તથા સાડા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420