Book Title: Agam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 407
________________ ૪૦૪ પન્નવણા - ૩૫/-/૫૯૫ પ્રકા૨ની વેદના જાણવી. પરન્તુ જે શીતવેદના વેદે છે તે ઘણા છે અને જે ઉષ્ણ વેદના વેદે તે થોડા છે. તમા અને તમતમામાં શીત વેદના વેદે છે પણ ઉષ્ણવેદના અને શીતોષ્ણ વેદના વેદતા નથી. અસુરકુમારો સંબન્ધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓ ત્રણે વેદના વેદે છે.એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. [૫૯૬] હે ભગવન્ ! કેટલા પ્રકારની વેદના કહી છે ? હે ગૌતમ ! ચાર પ્રકારની. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી. હે ભગવન્ ! નૈયિકો શું દ્રવ્યથી વેદના વેદે છે ? યાવત્ શું ભાવથી વેદના વેદે છે ? હે ગૌતમ ! ચારે વેદના વેદે છે. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્ ! કેટલા પ્રકારની વેદના કહી છે ? હે ગૌતમ ! ત્રણ પ્રકારની. શારીરીક, માનસિક અને શારીરીક-માનસિક વેદના. હે ભગવન્ ! નૈયિકો શારીરીક વેદના વેઢે છે, માનસિક વેદના વેદે છે કે શરીરીક અને માનસ બન્ને વેદના વેદે છે ? હું ગૌતમ ! ત્રણે વેદના વેદે છે. એ પ્રમાણે નૈયિકો સુધી જાણવું. પરન્તુ એકેન્દ્રિયો અને વિકલેન્દ્રિયો શારીરીક વેદના વેઢે છે, પણ માનસિક વેદના અને શારીરીક-માનસિક વેદના વેદતા નથી. હે ભગવન્ ! કેટલા પ્રકારની વેદના કહી છે ? હે ગૌતમ ! ત્રણ પ્રકારની. સાતા, અસાતા અને સાતા અસાતા. હે ભગવન્ ! નૈયિકો શું સાતા વેદના વેદે છે, અસાતા વેદના વેદે છે કે સાતા અને અસાતા બન્ને પ્રકારની વેદના વેદે છે ? હે ગૌતમ ! ત્રણે પ્રકા૨ની વેદના વેદે છે. એમ સર્વ જીવો યાવત્ વૈમાનિકો સુધી જાણવા. હે ભગવન્ ! કેટલા પ્રકારની વેદના કહી છે ? હે ગૌતમ ! દુઃખા, સુખા અને અદુઃખસુખા. હે ભગવન્ ! નૈરિયકો શું દુઃખા વેદના વેદે છે-ઇત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! ત્રણે વેદના વેદે છે, એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. [૫૭] હે ભગવન્ ! કેટલા પ્રકારની વેદના કહી છે ? હે ગૌતમ ! બે પ્રકારની, આશ્યુગમિકી અને ઔપક્રમિકી. હે ભગવન્ ! નૈયિકો આશ્યુગમિકી વેદના વેદે છે કે ઔપક્રમિકી વેદના વેદે છે ? હે ગૌતમ ! તેઓ આલ્યુપગમિકી વેદના વેદતા નથી, પણ ઔપમિકી વેદના વેદે છે. એ પ્રમાણે ચઉરિન્દ્રિય સુધી જાણવું. પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યો બન્ને પ્રકારની વેદના વેદે છે. વ્યન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિકો નૈયિકોની પેઠે સમજવા. [૫૮] હે ભગવન્ ! કેટલા પ્રકારની વેદના કહી છે ? હે ગૌતમ ! બે પ્રકારની. નિદા અને અનિંદા. હે ભગવન્ ! નૈરયિકો નિદા વેદના વેઠે છે કે અનિદા વેદના વેદે છે ? હે ગૌતમ ! બંને. નૈરિયકો બે પ્રકારના છે-સંશીભૂત અને અસંશીભૂત. તેમાં જેઓ સંશીભૂત છે તેઓ નિદા વેદનાને વેદે છે અને જે અસંશીભૂત છે તે અનિદા વેદના વેદે છે. એ પ્રમાણે સ્તનિતકુમારો સુધી જાણવું. પૃથિવીકાયિકો સંબન્ધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓ નિદા વેદના વેદતા નથી, પણ અનિદા વેદના વેદે છે. હે ગૌતમ ! પૃથિવીકાયિકો બધાં અસંશી છે અને તેઓ અસંશીભૂત અનિદા વેદના વેઢે છે. એમ ચરિન્દ્રિય સુધી જાણવું. પંચેન્દ્રિય તિર્યંચો, મનુષ્યો અને વ્યન્તરો વૈયિકોની પેઠે જાણવા. જ્યોતિષ્મ દેવો સંબન્ધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓ નિદા વેદનાને પણ વેદે છે અને અનિદા વેદનાને પણ વેદે છે. જ્યોતિષ્ક દેવો બે પ્રકારના છે. જેમકે-માયી મિથ્યાવૃષ્ટિ અને અમાયી સમ્યદૃષ્ટિ. તેમાં જે માયી મિથ્યાવૃષ્ટિ ઉત્પન્ન થયેલા છે તેઓ અનિદા વેદના વેઠે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420