Book Title: Agam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 355
________________ ૩પ૨ પન્નવણા - ૨૦-૫૦૭ ઉત્કર્ષથી અશ્રુત કલ્પ માં, વિરાધિત દેશવિરતિવાળાનો જઘન્યથી ભવનવાસીમાં અને ઉત્કર્ષથી જ્યોતિ ષિકોમાં, અસંજ્ઞીઓનો જઘન્યથી વ્યન્તરોમાં અને ઉત્કર્ષથી ભવન વાસીમાં, તાપ સોનો જઘન્યથી ભવનવાસીમાં અને ઉત્કર્ષથી જ્યોતિષિકોમાં, કાંદપિ કોનો જઘન્યથી ભવનવાસીમાં અને ઉત્કર્ષથી સૌધર્મ કલ્પમાં, ચરક- પરિવ્રાજ- કોનો જઘન્યથી ભવનવાસીમાં અને ઉત્કર્ષથી બ્રહ્મદેવલોકમાં, કિલ્બિષિકોનો જઘન્ય થી સૌધર્મ કલ્પમાં અને ઉત્કર્ષથી લાંતક કલ્પમાં, તિર્યંચોનો જઘન્યથી ભવનવાસીમાં અને ઉત્કર્ષથી સહસ્ત્રાર કલ્પમાં, આજીવકોનો જઘન્યથી ભવનવાસીમાં અને ઉત્કર્ષથી અશ્રુત કલ્પ માં અને એ પ્રમાણે આભિયોગિકોનોપણ જાણવો. દર્શનથી ભ્રષ્ટ થયેલા સમ્યગ્દર્શન રહિત સ્વલિંગીઓનો જઘન્યથી ભવનવાસીઓમાં અને ઉત્કર્ષથી ઉપર ના રૈવેયકોમાં ઉપપાત કહ્યો છે. [૫૦૮] હે ભગવન્! કેટલા પ્રકારનું અસંજ્ઞી આયુષ કહ્યું છે? હે ગૌતમ ! ચાર પ્રકારનું અસંજ્ઞીઆયુષ કહ્યું છે. તે આ પ્રમાણે– નરયિક અસંજ્ઞીઆયુષ, યાવતું દેવ અસંજ્ઞીઆયુષ. હે ભગવન્! અસંશી જીવ શું નૈરયિકનું આયુષ બાંધે યાવતુ દેવનું આયુષ બાંધે? હે ગૌતમ ! નૈરયિકનું પણ આયુષ બાંધે, યાવત્ દેવનું આયુષ પણ બાંધે. નૈરયિકનું આયુષ બાંધતો જઘન્યથી દસ હજાર વરસ અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગનું આયુષ બાંધે. તિર્યંચનું આયુષ બાંધતો જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગનું આયુષ બાંધે. એ પ્રમાણે મનુષ્યાયુષ સંબંધે પણ જાણવું.દેવાયુષ નૈરયિકના આયુષની પેઠે જાણવું. હે ભગવન્! એ નૈરયિક અસંજ્ઞી આયુષ, યાવતુ દેવઅસંજ્ઞી આયુષમાં કોણ કોનાથી અલ્પ,બહ તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડું દેવઅસંજ્ઞી આયુષ છે, તેથી મનુષ્યઅસંજ્ઞી આયુષ અસંખ્યા તગુણ છે, તેથી તિર્યંચ અસંશી આયુષ્ય અસંખ્યાતગુણ છે, અને તેથી નૈરયિક અસંશી આયુષ અસંખ્યાતગુણ છે. પદ-૧૦ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ! (પદ-૨૧-શરીર) [૫૦] વિધિ-સંસ્થાન-શરીરનું પ્રમાણ, પુગલોનો ચય, પ શરીરોનો પરસ્પર સંબન્ધ, શરીરોનું દ્રવ્ય, પ્રદેશો અને દ્રવ્ય-પ્રદેશોવડે અલ્પબહત્વ અને, શરીરની અવગાહનાનું અલ્પબહુત. [પ૧૦] હે ભગવન્! કેટલાં શરીરો કહ્યાં છે? હે ગૌતમ ! પાંચ શરીરો કહ્યાં છે. ૧ ઔદારિક, ૨ વૈક્રિય૩ આહારક, ૪ તૈજસ, અને પ કામણ. હેભગવન્! ઔદારિક શરીર કેટલા પ્રકારનું છે ? હે ગૌતમ ! પાંચ પ્રકારનું છે. એકેન્દ્રિય ઔદારિક શરીર, યાવતું પંચેન્દ્રિય ઔદારિક શરીર. હે ભગવન્! એકેન્દ્રિય ઔદારિક શરીર કેટલા પ્રકારનું છે? હે ગૌતમ ! પાંચ પ્રકારનું છે. પૃથિવીકાય એકેન્દ્રિયદારિક શરીર, યાવતુ વનસ્પતિકાએકેન્દ્રિયદારિક શરીર. પૃથિવીકાયએકેન્દ્રિયદારિક શરીર કેટલા પ્રકારનું છે ? હે ગૌતમ ! બે પ્રકારનું છે. સૂક્ષ્મપૃથિવીકાય એકેન્દ્રિય ઔદારિક શરીર અને બાદર પૃથિવીકાય એકેન્દ્રિય ઔદારિક શરીર. સૂક્ષ્મપૃથિવીકાય એકેન્દ્રિય ઔદારિક શરીર કેટલા પ્રકારે છે? હે ગૌતમ! બે પ્રકારે છે. પર્યાય સૂક્ષ્મ પૃથિવીકાય ઔદારિક શરીર અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420