Book Title: Agam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 362
________________ પદ-૨૧ ૩૫૯ [૧૮] હે ભગવન્! વૈક્રિય શરીરની કેટલી મોટી શરીરવગાહના કહી છે? હે ગૌતમ ! જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ કાંઇક અધિક લાખ યોજન પ્રમાણ કહી છે. હે ભગવન્! વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય શરીરની કેટલી મોટી શરીરવગાહના કહી છે? હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી અંગુલનો અસંખ્યાતમો ભાગ હોય છે. હે ભગવન્નૈરયિક પંચેન્દ્રિય વૈક્રિય શરીરની કેટલી મોટી શરીરા વગાહના કહી છે ? હે ગૌતમ ! તેઓની બે પ્રકારની શારીરાવગાહના છે. ભવધારણીય અને ઉત્તર વૈક્રિય. તેમાં જે ભવ ધારણીય શરીરાવગાહના છે તે જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે અને ઉત્કર્ષથી પાંચસો ધનુષ પ્રમાણ છે. અને જે ઉત્તર વૈક્રિય શરીરવગાહના છે તે જઘન્યથી અંગુલના સંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ હજાર ધનુષ છે. હે ભગવનું ! રત્નપ્રભા પૃથિવીના નૈરયિકોની કેટલા મોટી શરીરાવ ગાહના કહી છે ? હે ગૌતમ! બે પ્રકારની કહી છે. તે આ પ્રમાણે-ભવધારણીય અને ઉત્તરવૈક્રિય. તેમાં જે ભવધારણીય અવગાહના છે તે જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ સાત ધનુષ ત્રણ હાથ અને છ અંગુલ છે. અને જે ઉત્તર વૈક્રિય અવગાહના છે તે જઘન્યથી અંગુલનો સંખ્યતમો ભાગ અને ઉત્કૃષ્ટ પંદર ધનુષ અને અઢી હાથ છે. શર્કરા પ્રભા સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! યાવતુ તેમાં જે ભવધારળીય અવગાહના છે તે જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ પંદર ધનુષ અને અઢી હાથ પ્રમાળ છે અને જે ઉત્તર વૈક્રિય અવગાહના છે તે જગન્યથી સંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ એકત્રીસ ધનુષ અને એક હાથ છે. વાલુકાપ્રભાની ભવધારણીય અવગા હના એકત્રીસ ધનુષ અને એક હાથ અને ઉત્તરવક્રિય અવગાહના બાસઠ ધનુષ અને બે હાથ છે. પંકપ્રભાની ભવધારણીય અવગાહના બાસઠ ધનુષ અને બે હાથ અને ઉત્તર વૈક્રિય અવગાહના એકસો પચીશ ધનુષ પ્રમાણ છે. ધૂમપ્રભાની ભવધારણીય અવગાહના એકસો પચીશ ધનુષ અને ઉત્તર વૈક્રિય અવગાહના અઢીસો ધનુષ પ્રમાણ છે. તમ પ્રભાપૃથિવીની ભવધારણીય અવગાગના અઢીસો ધનુષ અને ઉત્તર વૈક્રિય અવગાહના પાંચસો ધનુષ પ્રમાણ છે. નીચેની સાતમી નરકમૃથિવીની ભવધારણીય અવગાહના પાંચસો ધનુષ વૈક્રિય અવગાહના હજાર ધનુષ પ્રમાણ છે એમ ઉત્કર્ષથી જાણવી. જઘન્યથી ભવધારણીય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્તરવૈક્રિય અંગુલનો સંખ્યાતમો ભાગ સમજવો. - હે ભગવન્! તિર્યંચ પંચેન્દ્રિય વૈક્રિય શરીરની કેટલી મોટી શરીરાવગાહના કહી છે. હે ગૌતમ ! જઘન્યથી અંગુલનો સંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ યોજન શતપૃથ સ્વબસોથી નવસો યોજન હોય છે. હે ભગવન્! મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિય શરીરની કેટલી મોટી શરીરવગાહના કહી છે ? હે ગૌતમ ! જઘન્યથી અંગુલની સંખ્યામાં ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ કાંઇક અધિક એક લાખ યોજન પ્રમાણ કહી છે. અસુરકુમાર ભવનવાસી દેવ પંચેન્દ્રિયના વૈક્રિય શરીરની કેટલી મોટી શરીરાવગાહના કહી છે? હ ગૌતમ ! અસુરકુમાર દેવોને બે પ્રકારની શરીરવગાહના કહી છે. તે આ પ્રમાણેભવધારણીય અને ઉત્તરક્રિય. તેમાં જે ભવધારણીય અવગાહના છે તે જઘન્યથી અંગુલનો અસંખ્યા તમો ભાગ અને ઉત્કૃષ્ટ સાત હાથ પ્રમાણ હોય છે. અને જે ઉત્તરવૈક્રિય છે તે જઘન્યથી અંગુલનો સંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ લાખ યોજન પ્રમાણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420