________________
.
૩૪૫
આભિનિબોધિક જ્ઞાની સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! એમ જ જાણવું. એ પ્રમાણે શ્રુતજ્ઞાની સંબંધે જાણવું. અધિજ્ઞાની સંબંધે પણ એમજ સમજવું. પરન્તુ તે જઘન્યથી એક સમય છે. હે ભગવન્ ! મનઃપર્યવજ્ઞાની ‘મનઃપર્યવજ્ઞાની'એ રૂપે કાળથી ક્યાં સુધી હોય ? હે ગૌતમ ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટ કંઇક ન્યૂન ક્રોડ પૂર્વ વર્ષ સુધી હોય છે. કેવલજ્ઞાની સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! સાદિ અનન્ત કાળ પર્યન્ત હોય છે. અજ્ઞાની, મતિઅજ્ઞાની સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! અજ્ઞાની, મતિઅજ્ઞાની ત્રણ પ્રકારે છે. અનાદિ અનન્ત, અનાદિ સાન્ત અને સાદિ સાન્ત. તેમાં જે સાદિ સાન્ત છે તે જઘન્યથી અન્ન મુહૂર્ત અને ઉત્કર્ષથી અનન્ત કાળ હોય છે અને ક્ષેત્રથી કંઇક ન્યૂન અર્ધ પુદ્ગલપરાવર્ત સુધી હોય છે. હે ભગવન્ ! વિભંગજ્ઞાની વિભંગજ્ઞાની’ એ રૂપે ક્યાં સુધી હોય ? હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ કંઇક ન્યૂન પૂર્વકોટી વર્ષ અધિક તેત્રીશ સાગ રોપમ સુધી હોય છે.
૫૬૧૮
[૪૮૩] હે ભગવન્ ! ચક્ષુદર્શની ‘ચક્ષુદર્શની’ એ રૂપે ક્યાં સુધી હોય ? હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી કંઇક અધિક હજાર સાગરોપમ સુધી હોય. હે ભગવન્ ! અદ્ભુદર્શની ‘અચક્ષુદર્શની’ એ રૂપે કાળથી ક્યાં સુધી હોય ? હે ગૌતમ ! અચક્ષુદર્શની બે પ્રકારે છે અનાદિ અનન્ત, અને અનાદિ, સાન્ત. અવધિદર્શની ક્યાં સુધી હોય ? હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ કંઇક અધિક ૧૩૨- સાગરોપમ સુધી હોય. કેવલદર્શની‘કૈવલદર્શની’ એ રૂપે ક્યાં સુધી હોય ? હે ગૌતમ ! સાદિ અનન્ત. [૪૮૪] હે ભગવન્ ! સંયત ‘સંયત’ એ રૂપે કાળને આશ્રયી ક્યાં સુધી હોય ? હે ગૌતમ!જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ કંઇક ન્યૂન પૂર્વકોટી વર્ષ પર્યન્ત હોય. હે ભગવન્ ! અસંયત ‘અસંયત’ એ રૂપે ક્યાં સુધી હોય ? હે ગૌતમ ! અસંયત ત્રણ પ્રકારના છે. અનાદિ અનન્ત, અનાદિ સાન્ત, અને સાદિ સાન્ત. તેમાં જે સાદિ સાન્ત છે તે જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનન્ત ઉત્સર્પિણી અવસર્પિણી કાળથી અને ક્ષેત્રથી કંઇક ન્યૂન અર્ધ પુદ્ગલપરાવર્ત કાળ સુધી હોય. સંયતાસંયત ક્યાં સુધી હોય ? હે ગૌતમ ! જઘન્ય થી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કંઇક ન્યૂન ક્રોડ પૂર્વ વર્ષ સુધી હોય. નોસંયત- નોઅસંયત નોસંયતાસંયત (સિદ્ધ) ક્યાં સુધી હોય ? હે ગૌતમ ! સાદિ અનન્ત કાળ સુધી હોય.
[૪૮૫] હે ભગવન્ ! આહારક ‘આહારક એ રૂપે ક્યાં સુધી હોય ? હે ગૌતમ ! આહા૨ક બે પ્રકારે છે. છદ્મસ્થ આહારક અને કેવલી આહા૨ક. હે ભગવન્ ! છદ્મસ્થ આહારક 'છદ્મસથ આહારક’ એ રૂપે કાળથી ક્યાં સુધી હોય ? હે ગૌતમ ! જઘન્યથી બે સમય ન્યૂન ક્ષુલ્લક ભવ સુધી અને ઉત્કૃષ્ટ અસંખ્યાતો કાળ અને ક્ષેત્રથી અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળ સુધી હોય છે. હે ભગવન્ ! કેવલી આહારક ‘કેવલી આહારક’ એ રૂપે કાળથી ક્યાં સુધી હોય ? હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કંઇક ન્યૂન પૂર્વકોટી વર્ષ સુધી હોય. હે ભગવન્ ! અનાહારક ‘અનાહા૨ક’ એ રૂપે ક્યાં સુધી હોય ? હે ગૌતમ ! અનાહારક બે પ્રકારે છે. છદ્મસ્થ અનાહારક અને કેવલી અનાહા૨ક. હે ભગવન્ ! છદ્મસ્થ અનાહારક ક્યાં સુધી હોય ? હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ બે સમય સુધી હોય. હે ભગવન્ ! કેવલી અનાહારક ‘કેવલી અના હારક’ એ રૂપે ક્યાં સુધી હોય ? હે ગૌતમ ! કેવલી અનાહા૨ક બે પ્રકારે છે. સિદ્ધ કેવલી અનાહારક અને ભવસ્થ કેવલી અનાહારક સિદ્ધ કેવલી અનાહારક સંબંધે પૃચ્છા. હે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org