________________
૩૪૭
પદ-૧૮ સંબંધે પૃચ્છા. અચરમ બે પ્રકારે અનાદિ અનન્ત, સાદિ અનન્ત. | પદ-૧૮-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ]
(પદ-૧૯-સમ્યકત્વ) ૪િ૯૫] હે ભગવન્! જીવો શું સમ્યગ્દષ્ટિ છે, મિશ્રાદષ્ટિ છે કે સમમિથ્યાદષ્ટિ છે? હે ગૌતમ! ત્રણે છે. એ પ્રમાણે નરયિકો પણ જાણવા. અસુરકુમારો યાવત્ સ્વનિત કુમારો એમ જ જાણવા-પૃથિવીકાયિકો સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! પૃથિવીકાયિકો માત્ર મિથ્યાદષ્ટિ છે, એ પ્રમાણે વનસ્પતિકાયિકો સુધી સમજવું. બેઈન્દ્રિયો સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! બેઈન્દ્રિયો સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ હોય છે. એ પ્રમાણે ચઉરિન્દ્રિયો સુધી જાણવું. પંચેન્દ્રિય તિર્યંચો, મનુષ્યો, વ્યંતર, જ્યોતિષિકો અને વૈમાનિકો ત્રણે દષ્ટિવાળા હોય છે. સિદ્ધો સંબંધે પૃચ્છા. હે ગૌતમ! સિદ્ધો માત્ર સમ્યગ્દષ્ટિ છે, | પદ-૧૯-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ
(પદ-૨૦અન્તકિયા) ૪િ૯નૈરયિકાદિ સંબંધે અન્તક્રિયા, અનન્તર અને પરે પર આવેલાની અન્ત| ક્રિયા, એક સમયની અન્તક્રિયા, ઉદ્ધત્ત-વીને કયાં જાય? અને કયાંથી નીકળી તીર્થકર, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ માંડલિક અને રત્ન સેનાપતિ વગેરે થાય?
૪િ૯૭] હે ભગવન! જીવ અન્તક્રિયા કરે? હે ગૌતમ! કોઈ કરે અને કોઈ ન કરે. એ પ્રમાણે નૈરયિકથી આરંભી વૈમાનિક સુધી જાણવું. હે ભગવન્! નૈરયિક નૈરયિકોમાં અન્તક્રિયા કરે ? હે ગૌતમ! એ અર્થ સમર્થ-યથાર્થ નથી. હે ભગવન્! નૈરયિકો અસુર કુમારોમાં આવી અન્તક્રિયા કરે ? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. એ પ્રમાણે યાવતુ વૈમાનિકોમાં જાણવું. પરંતુ મનુષ્યોમાં આવી અન્તક્રિયા કરે ? એ પ્રશ્ન કરવો. હે ગૌતમ! કોઈ અન્તક્રિયા કરે અને કોઈ ન કરે. એ પ્રમાણે અસુરકુમારોને યાવત્ વૈમાનિકમાં કહેવું. એમ ચોવીશ વાર દેડકો થાય છે.
૪૭૮] હે ભગવન્! નરયિકો અનન્તર-ભવમાં આવેલા અન્ત ક્રિયા કરે કે પરેપરા અન્તક્રિયા કરે ? હે ગૌતમ ! બંને રીતે કરે. એ પ્રમાણે રત્નપ્રભાથિવીના નૈરયિકો યાવત્ પંકપ્રભાના નેરયિકો અન્તક્રિયા કરે. ધૂમપ્રભા પૃથિવીના નૈરયિકો સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! અનન્તર-અન્તક્રિયા ન કરે, પણ પરંપરામાં આવેલા અન્તક્રિયા કરે. એ પ્રમાણે નીચેની સાતમી પૃથિવીના નૈરયિકો સુધી જાણવું. અસુરકુમારો યાવત્ સ્વનિત કુમારો, પૃથિવીકાયિકો, અષ્કાયિકો અને વનસ્પતિકાયિકો બંને રીતે અન્તક્રિયા કરે. તેજસ્કાય, વાયુકાય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિયો પછીના ભાવમાં આવેલા અન્તક્રિયા ન કરે, પણ પરંપરાએ આવેલા અન્તક્રિયા કરે. બાકીના જીવો બંને રીતે અન્તક્રિયા કરે.
[૪૯૯]નરયિકો તુરત પછીના ભાવમાં આવેલા એક સમયમાં કેટલા અન્તક્રિયા કરે? હે ગૌતમ ! જઘન્ય એક બે અને ત્રણ અને ઉત્કર્ષથી દસ અત્તક્રિયા કરે. એ પ્રમાણે રત્નપ્રભા પૃથિવીના નૈરયિકો યાવતું વાલુકાપ્રભાના નૈરયિકો પણ જાગવા. હે ભગવન્ પંકપ્રભાકૃથિવીના નૈરયિકો તુરત પછીના ભવમાં આવી એક સમય કેટલા અન્તક્રિયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org