Book Title: Agam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 339
________________ -- - - -- ૩૭૬ પનવણા - ૧૭૪૪૬૪ પ્રકારની છે? હે ગૌતમ ! જેમ કોઈ એક અંતરત્ન, શંખ, ચન્દ્ર, મોગરો, પાણી, પાણીના બિન્દુ, દહી, દહીનો પિંડ, ક્ષીર-દૂધ, ક્ષીરનો સમૂહ, શુષ્ક વાલ વગેરેની ફળી, મયૂર પિચ્છનો મધ્ય ભાગ, તપાવેલ સ્વચ્છ રૂપાનો પટ્ટ, શરત્કાલનો મેઘ, કુમુદપત્ર, પુંડરીક પત્ર, શાલિપિષ્ટ રાશિ, કુટપુષ્પરાશિ, સિંદુવારના પુષ્પની માલા, શ્વેત બધુજીવક છે, એવા પ્રકારની સુલેશ્યા હોય? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. શુક્લલેશ્યા એથી વધારે ઈષ્ટ અને અત્યંત મનોજ્ઞ વર્ણ વડે કહી છે. હે ભગવન! આ છ એ વેશ્યાઓ કયા વણ વડે કહેવાય છે? હે ગૌતમ ! પાંચે વર્ણ વડે કહેવાય છે. કૃષ્ણલેશ્યા કાળા વર્ણ વડે, નીલલેયા નીલા વર્ણ વડે, કાપોતલેશ્યા કંઈક કાળા અને કંઈક રાતા વર્ણ વડે, તેજલેશ્યા રાતા વર્ણ વડે, પદ્મલેશ્યા પીળા વર્ણ વડે, અને શુક્લલેશ્યા શુક્લ વર્ણ વડે કહેવાય છે. [૪૬] હે ભગવન્! કૃષ્ણલેશ્યા આસ્વાદ વડે કેવા પ્રકારની છે? હે ગૌતમ ! જેમ કે કોઇ નિંબ, નિંબસાર, લીંબડાની છાલ, નિંબફાણિત, કુટજ, કુટજલ, ખડાછાલ, કુટજક્વાથ, કડવીતુંબડી, કડવીતુંબડીનું ફળ, ક્ષારત્રપુષી, કડવી ચીભડીનું ફળ, દેવદાલી કુકડવેલ, દેવદાલીનું પુષ્પ, મૃગવાલુંકી, મૃગવાલુંકી ફળ, ઘોષાતકી, ઘોષાતકી ફળ, કણકંદ અને વજકન્દ છે, એવા પ્રકારની કષ્ણ લેશ્યા હોય ? હે ગૌતમ ! એ અર્થ યુક્ત નથી. કૃષ્ણલેશ્યા એથી વધારે અનિષ્ટ યાવતુ મનને ગમે તેવી આસ્વાદ-રસ વડે કહેલી છે. નીલલેશ્યા સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! જેમ કોઈ ભંગી- ભંગીરજ, પાઠા, ચવ્યક, ચિત્રમૂલ, પીપર, પીપરીમૂળ, પીપરચૂર્ણમરી, મરીચૂર્ણ. સુંઠ અને સુંઠનું ચૂર્ણ છે, એવા પ્રકારની નીલલેશ્યા હોય? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. નીલલેશ્યા એથી . યાવતુ મનને ન ગમે તેવી આસ્વાદ વડે છે. કાપોતલેશ્યા સંબંધે પૃચ્છા. હે ગૌતમ! જેમ કોઇ આમ્ર, અંબાડકન, માતુલિંગ બીજોરાં, બીલાં, કપિત્થ- કોઠા, ફણસ, દાડમ, પારાપત, અખોડ, ચોર, બોર, તિંદુક-તે બધાં અપક્વ, વિશિષ્ટ વર્ણ, ગન્ધ અને સ્પર્શ વડે રહિત હોય, એવી કાપોતલેશ્યા છે? હે ગૌતમ! એ અર્થ સમર્થનયુક્ત નથી, મનને ન ગમે તેવી કાપોતલેશ્યા આસ્વાદ વડે કહેલી છે. તેજલેશ્યા સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! જેમ કોઈ આમ્ર વગેરે વાવતું પક્વ થયેલા, સારી રીતે પાકેલા, પ્રશસ્ત વર્ણ વડે યાવતુ પ્રશસ્ત સ્પર્શ વડે યુક્ત હોય, યાવતું એથી અત્યંત મનને ગમે તેવી તોલેશ્યા આસ્વાદ વડે હોય છે. પાલેશ્યા સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! જેમ કોઈ ચંદ્રપ્રભા, મણિશિલા, શ્રેષ્ઠ શીધુ, શ્રેષ્ઠ વારુણી, પત્રાસવ, પુષ્પાસવ, ફલાસવ, ચોમાસવ, આસવ, મધુ, મૈરેય, કાપિશાયન ખર્ફરસાર, દ્રાક્ષાસાર, સુપક્વ ઇક્ષરસ, આઠ પ્રકારના પિષ્ટ વડે બનેલો, જાંબુફલકાલિકા, શ્રેષ્ઠ પ્રસન્ના, રસયુક્ત, મનોજ્ઞ, ઇષતુ ઓષ્ઠાવલંબિની, ઇષદૂ વ્યવચ્છેદકટુકા, ઇષતુ તામ્રાપ્તિ કરણી, ઉત્કૃષ્ટ મદ કરવાના સ્વભાવને પ્રાપ્ત થયેલી, વર્ણ વડે યુક્ત, યાવતું સ્પર્શ યુક્ત, આસ્વાદનીય, વિસ્વાદનીય, પીવા લાયક, બૃહણીય-પુષ્ટિ કરવા યોગ્ય, દીપનીય, દર્પણીય, અને સર્વ ઇન્દ્રિય અને ગાત્રને આનંદ આપનારી હોય છે. એવા પ્રકારની પદ્મલેશ્યા છે? હે ગૌતમ ! એ અર્થ યુક્ત નથી. પદ્મવેશ્યા એથી વધારે ઈષ્ટ યાવતુ મનને ગમે તેવી આસ્વાદ વડે છે. હે ભગવન્! શુક્લલેશ્યા આસ્વાદ વડે કેવા પ્રકારની છે ? હે ગૌતમ ! જેમ કોઈ ગોળ, ખાંડ, સાકર, મત્સંડિકા, પર્પટમોદક, બીસકન્દ, પુષ્પોત્તરા, પદ્મોત્તરા, આદશિકા, સિદ્ધાર્થિક, આકાશસ્ફટિકોમ, ઉપમા અને અનુપમા હોય, એવા પ્રકારની શુક્લલેશ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420