________________
૨૧૬
પન્નવણા – ૨/૯/૨૨૭
કોટાકોટી યોજન લાંબો અને પહોળો છે. તથા તેની પરિધિ અસંખ્યાતા કોટકોટી યોજન છે. તે સર્વ રત્નમય, સ્વચ્છ યાવત્-પ્રતિરૂપ છે. ત્યાં સૌધર્મ દેવોના બત્રીશ લાખ વિમાનો છે તે વિમાનો સર્વ રત્નમય, યાવત્ પ્રતિરૂપ છે. તે વિમાનોના બરોબર મધ્ય ભાગમાં પાંચ અવતંસક વિમાનો કહ્યાં છે.- અશોકાવતંસક, સપ્તપર્ણાવ હંસક, ચંપકા વતંસક, ચૂતાવતંસક,અને તેઓના મધ્યભાગમાં સૌધર્માવતંસક છે. તે અવતંસક વિમાનો સર્વ રત્નમય, સ્વચ્છ યાવત્-પ્રતિરૂપ છે. અહીં પર્યાપ્તા અને અપ મા સૌધર્મ દેવોના સ્થાનો છે. તેઓ ત્રણેને-ઉપપાત, સમુદ્દાત અને સ્વસ્થાનને આશ્રીય લોકના અસંખ્યાતમા ભાગે છે. ત્યાં ઘણા સૌધર્મ દેવો રહે છે.
મહાઋદ્ધિવાળા યાવત્-પ્રકાશિત કરતા તેઓ પોતપોતાના ત્યાં રહેલા લાખો વિમાનોનું, પોતપોતાના હજારો સામાનિક દેવોનું પોતપોતાના ત્રાયસ્ત્રિશક દેવોનું, એ પ્રમાણે જેમ સામાન્ય દેવોનું વર્ણન કર્યું તેમ સૌધર્મ દેવોનું પણ જાણવું. અહીં દેવેન્દ્ર દેવનો રાજા શક રહે છે. જેણે હાથમાં વજ્ર ધારણ કરેલું છે એવા, પુંરદર, શક્રતુ, સહસ્રાક્ષ, મઘવા, પાકશાસન અને લોકના દક્ષિણાર્ધનો અધિપતિ છે. તે બત્રીસ લાખ વિમાનોનો અધિપતિ, એરાવણવાહનવાળો, દેવોનો ઇન્દ્ર, તથા રજરહિત આકાશના જેવા સ્વચ્છ વસ્ત્રોને ધારણ કરનાર, જેણે માળા અને મુકુટ પહેરેલા છે એવો, નવા સુવર્ણના જેવા સુંદર, અદ્ભુત અને ચંચલ કુંડલો વડે જેના ગંડસ્થળો ઘસાય છે એવા, મહાઋદ્ધિવાળો, યાવત્ દસ દિશાઓને પ્રકાશિત કરતો ત્યાં બત્રીસ લાખ વિમાનોનું, ચોરાશી હજાર સામાનિક દેવોનું, તેત્રીશ ત્રાયસ્ત્રિક દેવોનું, ચાર લોકપાલોનું, પરિવાર સહિત આઠ અગ્રમહિષીઓનું, ત્રણ પરિષદોનું, સાત સેનાઓનું, સાત સેનાધિપતિ ઓનું, સોળ હજાર આત્મરક્ષક દેવોનું તથા બીજા અન્ય સૌધર્મકલ્પવાસી દેવો અને દેવીઓનું અધિપતિપણું કરતો વિહરે છે.
[૨૨૮] હે ભગવન્ ! પર્યાપ્તા અને અપર્યાપ્તા ઇશાન દેવોના ક્યાં સ્થાનો છે ?ડે ગૌતમ ! જંબુદ્વીપ નામે દ્વીપમાં મેરુપર્વતની ઉત્તરે આ રત્નપ્રભા પૃથિવીના બરોબર સમ અને રમણીય ભૂમિ ભાગથી ઉપર ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારાઓ સંબંધી સેંકડો યોજન, હજારો યોજન યાવત્ ઉપર જઈને અહીં ઇશાન નામે દેવલોક આવેલા છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબો અને ઉત્તર-દક્ષિણ વિસ્તીર્ણ અસંખ્યાતા યોજનપ્રમાણ છે-ઇત્યાદિ સૌધર્મ કલ્પ સંબન્ધે કહ્યું છે તેમ ત્યાં ઇશાન દેવોના અઠયાવીસ લાખ વિમાનો છે તે વિમાનો સર્વ રત્નમય યાવત્-પ્રતિરૂપ છે. તેઓના બરોબર મધ્ય ભાગમાં પાંચ અવતસક વિમાનો કહ્યાં છે.- અંકાવતંસક, સ્ફટિકાવતંસક, રા વતંસક, જાતરૂપાવતંસક અને તેઓના મધ્યભાગમાં ઇશાનવતંસક છે. તે અવ તંસક વિમાનો સર્વ રત્નમય યાવત્-પ્રતિરૂપ છે. અહીં પર્યાપ્તા અને અપર્યાપ્તા ઈશાન દેવોના સ્થાનો કહેલાં છે. તેઓ ઉપપાત, સમુદ્દાત અને સ્વસ્થાન એ ત્રણેને આશ્રીને લોકના અસંખ્યાતમા ભાગમાં છે. બાકી બધું સૌધર્મદેવલોક સમ્બન્ધે કહ્યું છે તેમ જાણવું. અહીં ઇશાન નામે દેવેન્દ્ર અને દેવરાજા રહે છે. જેણે હાથમાં શૂલ ધારણ કરેલું છે એવો, અને જેનું વાહન વૃષભ છે એવા, લોકના ઉત્તર અર્ધભાગનો અધિપતિ અને ૨૮ લાખ વિમાનોનો સંવામી છે. તે રજહસ્તિ આકાશના જેવા (સ્વચ્છ) વસ્ત્રોને ધારણ કરે છે. બાકી બધું શક્ર સંબંધે કહ્યું છે તેમ જાણવું તે ત્યાં અઠયાવીશ લાખ વિમા નોનું,એશી હજાર સામાનિકો દેવોનું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org