________________
૫૬-૧૧
૨૯૫
જે દ્રવ્યો બહાર કાઢે છે તે ભિન્ન- કાઢે છે કે અભિન્ન- કાઢે છે ? બંને. જે ભિન્ન દ્રવ્યોને કાઢે છે, તે અનન્તગુણા વૃદ્ધિથી વધતાં લોકાન્તનો સ્પર્શ કરે છે. જે અભિન્ન દ્રવ્યો કાઢે છે તે અસંખ્યાતી અવહગાહનાવર્ગણા પર્યન્ત જઇને ભેદાય છે, અને પછી સંખ્યાતા યોજનો સુધી જઇને વિનાશ પામે છે.
હૈ
[૩૯૪] હે ભગવન્ ! તે દ્રવ્યોનો ભેદ કેટલા પ્રકારનો કહેલો છે ! હે ગૌતમ ! પાંચ પ્રકારનો.-૧ ખંડભેદ, ૨ પ્રતરભેદ, ૩ ચૂર્ણિકાભેદ, ૪ અનુટિકાભેદ અને ૫ ઉત્કરિકા ભેદ. હે ભગવન્ ! ખંડભેદ કેવા પ્રકારનો છે ? હે ગૌતમ ! જે લોઢાના ખંડોનો, જસતના ખંડોનો, ત્રાંબાના ખંડોનો, સીસાના ખંડોનો, રૂપાના ખંડોનો, કે સુવર્ણના ખંડોનો ખંડરૂપે- ભેદ થાય તે ખંડભેદ. હે ભગવન્ ! પ્રતરભેદ કેવા પ્રકારનો છે ? હે ગૌતમ ! જે તલના ચૂર્ણોનો, મગનાચૂર્ણીનો, અડદના ચૂર્ણીનો, પીપરના ચૂર્ણોનો, મરીના ચૂર્ણોનો કે સુંઠના ચૂર્ણોનો ચૂર્ણોનો ચૂર્ણરૂપે ભેદ થાય તે ચૂર્ણિકાભેદ. હે ભગવન્ ! અનુત ટિકાભેદ કેવા પ્રકારનો છે ? જે કૂવા, તળાવો, દ્રહો, નદીઓ, વાવો, પુષ્કરિણીઓ, દીર્દિ કાઓ, ગુંજાલિકાઓ, સરોવરો, સરસરો વચ્ચે, સરપંક્તિઓ કે સરાસરપંક્તિ ઓનો અનુટિકારૂપે ભેદ થાય છે તે અનુત ટિકાભેદ. ઉત્કરિકાભેદ કેવા પ્રકારનો છે ? જે -મસૂર, મંડૂસ, તલની સિંગો, મગની સિંગો, અડદની સિંગો કે એરંડાના બીજોની ફુટીને ઉત્તરીકારૂપે ભેદ થાય છે તે ઉત્ક રિકાભેદ. હે ભગવન્ ! ખંડભેદ, પ્રતરભેદ, ચૂર્ણભેદ, અનુટિકાભેદ અને ઉત્કરિકા ભેદથી ભેદ પામતાં એ દ્રવ્યોમાં કયા દ્રવ્યો કોનાથી અલ્પ, તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! ઉત્કરિકા ભેદ વડે ભેદ પામતાં સૌથી થોડા દ્રવ્યો છે, તેથી અનુટિકા ભેદ વડે ભેદાતાં અનન્તગુણા છે, તેથી ચૂર્ણિકા ભેદ વડે ભેદાતાં અનન્તગુણ છે, તેથી પ્રતર ભેદ વડે ભેદાતાં અનન્તગુણ છે. અને તેથી ખંડભેદ વડે ભેદાતાં અનન્તગુણ છે.
[૩૫] હે ભગવન્ ! નૈરયિક જે દ્રવ્યોને ભાષાપણે ગ્રહણ કરે છે તે શું સ્થિર દ્રવ્યોને ગ્રહણ કરે છે કે અસ્થિર દ્રવ્યોને ગ્રહણ કરે છે ? હે ગૌતમ ! જેમ જીવ સંબન્ધ વક્તવ્યતા કહી છે તેમ નૈરિયકને પણ યાવત્ અલ્પબહુત્વ સુધી કહેવી. એ પ્રમાણે એકેન્દ્રિય સિવાયનો દંડક યાવતુ વૈમાનિક સુધી જાણવો. હે ગૌતમ ! બહુવચન વડે પણ એમજ યાવત્ વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્ ! જીવ જે દ્રવ્યોને સત્યભાષાપણે ગ્રહણ કરે છે તે શું સ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે છે કે અસ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે છે ? જેમ સામાન્ય દંડક કહ્યો તેમ આ પણ જાણવો, પરન્તુ વિકલેન્દ્રિયો સંબન્ધુ ન પૂછવું. એ પ્રમાણે મૃષા ભાષા, સત્યમૃષા ભાષા અને અસત્યામૃષા ભાષા સંબન્ધ જાણવું, પરન્તુ અસત્યામૃષા ભાષા વડે આ અભિ લાપ-પાઠ વડે વિકલેન્દ્રિયો પૂછવા. હે ભગવન્ ! વિકલેન્દ્રિય જે દ્રવ્યોને અસત્કૃષા ભાષાપણે ગ્રહણ કરે છે તે શું સ્થિર રહેલાં ગ્રહણ કરે છે કે અસ્થિર રહેલાં ગ્રહણ કરે છે ? હે ગૌતમ ! જેમ સામાન્ય દંડક કહ્યો છે તેમ જાણવું. એ પ્રમાણે એકવચન અને બહુવચન વડે એ દસ દંડકો કહેવા.
કે
[૩૯૬] હે ભગવન્ ! જીવ જે દ્રવ્યો સત્ય ભાષાપણે ગ્રહણ કરે છે તે શું સત્ય ભાષાપણે, મૃષા ભાષાપણે, સત્યમૃષાભાષાપણે કે અસત્યામૃષાભાષાપણે મૂકે છે ? હે ગૌતમ ! સત્યભાષાપણે મૂકે છે, પણ અસત્યભાષાપણે, સત્યમૃષાભાષાપણે કે અસત્યમૃષાભાષાપણે મૂકતો નથી. એ પ્રમાણે એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય સિવાયનો
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International