Book Title: Agam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 325
________________ ૩૨૨ પન્નવણા - ૧ -૪૪ પશ્ચિમ વિદેહની ઉપર, જંબૂઢીપ નામે દ્વીપમાં દેવકર અને ઉત્તર કુરની ઉપર, જબૂદ્વીપ નામે દ્વીપમાં મન્દર પર્વતની ઉપર, લવણસમુદ્રની ઉપર, ઘાતકિખંડ દ્વિીપને વિષે પૂવધિ અને પશ્ચિમાધના મેરુ પર્વતની ઉપર, કાલોદસમુદ્રની ઉપર, પુષ્કરદ્વીપાધના પૂવધના ભરત અને એરાવત ક્ષેત્રની ઉપર, એ પ્રમાણે યાવતુ-પુષ્કરવરદ્વીપાધના પશ્ચિમાધમાં મેરુપર્વતની ઉપર એમ એ સર્વ સ્થાનોની ઉપર ચારે દિશા અને ચારે વિદિશામાં સિદ્ધક્ષેત્રોપપાતગતિ કહી છે. ભવોપપાતગતિ કેટલા પ્રકારની છે? ચાર પ્રકારની છે. નૈરયિકભવોપપાતગતિ, યાવતુ દેવભવોપપાતગતિ. નૈરયિકભવોપપાતગતિ કેટલા પ્રકારની છે? સાત પ્રકારની છે. ઇત્યાદિ જે ક્ષેત્રોપપાતગતિનો સિદ્ધ સિવાયનો ભેદ છે તે અહીં કહેવો. નોભવોપપાતગતિ કેટલા પ્રકારની છે? બે પ્રકારની છે. તે આ પ્રમાણે-પુદ્ગલનોભવોપપાતગતિ અને સિદ્ધનોભવોપપાતગતિ. પુદ્ગલનોભવોપપાતગતિ કેવા પ્રકારની છે ? પરમાણુ પુદ્ગલ જે લોકના પૂર્વના ચરમાન્ત-પશ્ચિમના ચરમાન્ત સુધી એક સમયમાં જાય અને પશ્ચિમના ચર માન્તથી પૂર્વના ચરમાન્ત સુધી એક સમયમાં જાય, એ પ્રમાણે દક્ષિણના ચરમાન્તથી ઉત્તરના ચરમાન્ત સુધી અને ઉત્તરના ચરમાન્તથી દક્ષિણના ચરમાન્ત સુધી, ઉપરના ચરમાન્તથી નીચેના ચરમાન્ત સુધી અને નીચેના ચરમાન્તથી ઉપરના ચરમાન્ત સુધી જાય તે પુદ્ગલનોભવોપપાતગતિ કહેવાય છે. સિદ્ધનોભાવોપપાતગતિ કેટલા પ્રકારની છે ? બે પ્રકારની છે. અનન્તરસિદ્ધનોભવોપ પાતગતિ અને પરંપરસિદ્ધનોભવોપપાતગતિ. અનન્તરસિદ્ધનોભવોપપાતગતિ કેટલા પ્રકારની છે ? પંદર પ્રકારની છે. તીર્થસિદ્ધઅનન્તરસિદ્ધનોભવોપરાનગતિ, યાવતુ અનેકસિદ્ધઅનન્તરસિદ્ધનોભવોપપાતગતિ. પરંપરસિદ્ધનો ભવોપ પાતગતિ કેટલા પ્રકારની છે ? અનેક પ્રકારની છે. અપ્રથમસમય સિદ્ધની નોભવોપપાતગતિ, એ પ્રમાણે દ્વિસમાં સિદ્ધનોભવોપપાતગતિ, યાવતુ અનન્તસમયસિદ્ધનોભવોપપાતગતિ. ઉપપાતગતિ કહી. વિહાયોગતિ કેટલા પ્રકારની કહી છે ? સત્તર પ્રકારની સ્પેશગતિ, અસ્પૃશદ્ ગતિ, ઉપસંપદ્યમાનગતિ, અનુપસંપદ્યમાનગતિ, પગલગતિ, મંડૂકગતિ, નૌકાતિ, છાયાગતિ, છાયાનુંપાતગતિ. લેશ્યાગતિ, વેશ્યા નુપાતગતિ, ઉદિશ્ય પ્રવિભક્તગતિ, ચતુઃ પુરુષપ્રવિભક્તગતિ, વક્રગતિ, પંકગતિ અને બન્ધનવિમોચનગતિ. T સ્પૃશદ્ગતિ કેવા પ્રકારની છે ? પરમાણુપુદ્ગલ, દ્વિદેશિક, યાવતુ અનન્ત પ્રદેશિક સ્કન્ધોની પરસ્પર સ્પર્શ કરીને જે ગતિ પ્રવર્તે તે સ્પૃશદ્ગતિ. અસ્પૃશદ્ગતિ કેવા પ્રકારની છે? પરસ્પર સ્પર્શ કર્યા સિવાય એ પરમાણુ વગેરેની જે ગતિ પ્રવર્તે તે અસ્પૃશગતિ. ઉપસંપદ્યમાનગતિ કેવા પ્રકારની છે ? રાજા, યુવરાજ, ઈશ્વર, તલવર, માંડબિક, કૌટુમ્બિક, ઇભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ અને સાર્થવાહને અનુસરી જે ગમન કરે છે તે ઉપસંપદ્યમાનગતિ. અનુપસંપદ્યમાનગતિ કેવા પ્રકારની છે ? એઓ પરસ્પર એક બીજાને અનુસર્યા સિવાય જે ગમન કરે છે તે અનુપસંપદ્યમાનગતિ. પુદ્ગલગતિ કેવા પ્રકારની છે ? પરમાણુપુદ્ગલ, યાવતુ અનન્તપ્રદેશિક સ્કન્ધોની જે ગતિ પ્રવર્તે છે તે પગલગતિ. મંડૂકગતિ કેવા પ્રકારની છે ? મંડૂક-દેડકો કૂદી કૂદીને જે ગમન કરે છે તે મંડૂકગતિ. નૌકાગતિ કેવા પ્રકારની છે ? નૌકા જે વેતાલા નદીના પૂર્વના કીનારાથી દક્ષિણના કીનારે જળમાર્ગે ગમન કરે છે અને દક્ષિણના કિનારાથી પશ્ચિમના કિનારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420