Book Title: Agam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 290
________________ ૫૪-૧૦ ૨૮૭ અનન્ત પ્રદેશમાં રહેલું ન હોય. એ પ્રમાણે યાવત્-આયત સંસ્થાન સુધી જાણવું. હે ભગવન્ ! અનન્ત પ્રદેશવાળું પરિમંડલ સંસ્થાન શું સંખ્યાત પ્રદેશમાં, અસંખ્યાત પ્રદેશ માં કે અનન્ત પ્રદેશમાં રહેલું હોય ? હે ગૌતમ ! કદાચિત્ સંખ્યાત પ્રદેશમાં રહેલું હોય, કદાચિત્ અસંખ્યાત પ્રદેશમાં રહેલું હોય, પરન્તુ અનન્ત પ્રદેશમાં રહેલું ન હોય. એમ યાવત્ આયત સંસ્થાન સુધી જાણવું. હે ભગવન્ ! સંખ્યાતા પ્રદેશમાં રહેલું અને સંખ્યાતાપ્રદેશવાળું પરમંડલ સંસ્થાન શું ચરમ છે, અચરમ છે, બ.વ. ચરમ છે, બ.વ. અચરમ છે, ચરમાન્તપ્રદેશરૂપ અને અચરમાન્ત પ્રદેશરૂપ છે ? હે ગૌતમ ! સંખ્યાતા પ્રદેશમાં રહેલું અને સંખ્યાતા પ્રદેશવાળું પરિમંડલ સંસ્થાન ચરમ નથી, અચરમ નથી, બ.વ. ચરમરૂપ નથી, બ.વ. અચરમરૂપ નથી, ચરમાન્તપ્રદેશરૂપ નથી, અને અચર માન્તપ્રદેશરૂપ નથી, પણ અવશ્ય એ.વ. અચરમ, બ.વ. ચરમરૂપ, ચરમાન્તપ્રદેશરૂપ અને અચરમાન્ત પ્રદેશરૂપ છે. એ પ્રમાણે યાવત્ આયત સંસ્થાન સુધી જાણવું. હે ભગ વન્ ! સંખ્યાતા પ્રદેશાવગાઢ અને અસંખ્યાતપ્રદેશવાળુ પરિમંડલ સંસ્થાન શું ચરમ છે-ઇત્યાદિ પૃચ્છા. હે ગૌતમ ! સંખ્યાતાપ્રદેશવગાઢ અસંખ્યાતપ્રદેશવાળું પરિમંડલ સંસ્થાન સંખ્યાતપ્રદેશવાળાની પેઠે જાણવું, એ પ્રમાણે આયત સંસ્થાન સુધી જાણવું. હે ભગવન્ ! અસંખ્યાતપ્રદેશવગાઢ અસંખ્યાતપ્રદેશિક પરિમંડલ સંસ્થાન શું ચરમ છે- ઇત્યાદિ પ્રશ્ન.હેગૌતમ ! અસંખ્યાતપ્રદેશાવગાઢ અસંખ્યાતપ્રદેશિક પરિમંડલ સંસ્થાન ચરમ નથી-ઇત્યાદિ સંખ્યાતપ્રદેશાવગાઢની પેઠે જાણવું. એમ યાવત્ આયત સુધી સમજવું. હે ભગવન્ ! સંખ્યાતા પ્રદેશમાં રહેલું અનંતપ્રદેશિક પરિમંડલ સંસ્થાન શું ચરમ છે-ઇત્યાદિ પ્રશ્ન. હૈ ગૌતમ ! ઉપર કહ્યા પ્રમાણે યાવત્ આયત સંસ્થાન સુધી જાણવું. અસંખ્યાતા પ્રદેશમાં રહેલું અનંતપ્રદેશિક પરિમંડલ સંસ્થાન રહેલા પરિમંડલ સંસ્થાનની પેઠે જાણવું. એ પ્રમાણે યાવત્ આયત સંસ્થાન સુધી સમજવું. હે ભગવન્ ! સંખ્યાતા પ્રદેશમાં રહેલા સંખ્યાતપ્રદેશિક પરિમંડલ સંસ્થાનના ચરમ ખંડ, ચરમ ખંડો,ચરમાન્તપ્રદેશો અને અચરમાન્તપ્રદેશોમાં દ્રવ્યાર્થપણે, પ્રદેશાર્થ પણે અને દ્રવ્યાર્થ પ્રદેશાર્થપણે કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય, કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડો સંખ્યાતા પ્રદેશમાં રહેલ સંખ્યાતપ્રદેશિક પરિમંડલ સંસ્થાનનો દ્રવ્યાર્થપણે એક અચ૨મખંડ છે, તેથી ચરમ ખંડો સંખ્યાતગુણા છે, તેથી અચરમખંડ અને ચરમખંડો બન્ને મળીને વિશેષાધિક છે. પ્રદેશાર્થપણે સંખ્યાતા પ્રદેશમાં રહેલા સંખ્યાતપ્રદેશિક પરિમંડલ સંસ્થાનના ચરમાન્ત પ્રદેશો સૌથી થોડા છે. તેથી અચર માન્તપ્રદેશો સંખ્યા ગુણા છે, તેથી ચરમાન્તપ્રદેશો અને અચરમાન્તપ્રદેશો બન્ને મળીને વિશેષાધિક છે, દ્રવ્યાર્થપ્રદેશાર્થપણે સંખ્યાત પ્રદેશમાં રહેલા સંખ્યાત પ્રદેશિક પરિમંડલ સંસ્થાનનો દ્રવ્યાર્થપણે સૌથી થોડો એક અચરમ ખંડ છે, તેથી ચરમ ખંડો સંખ્યાતગુણા છે, તથી અચરમખંડ અને ચરમખંડો બન્ને મળીને વિશેષાધિક છે, તેથી પ્રદેશાર્થપણે ચ૨માન્ત પ્રદેશો સંખ્યાતગુણા છે, તેથી અચરમાન્તપ્રદેશો સંખ્યાતગુણા છે, તેથી ચરમાન્ત પ્રદેશો અને અચરમાન્તપ્રદેશો બન્ને મળીને વિશેષાધિક છે. એ પ્રમાણે વૃત્ત, વ્યસ્ર, ચતુરસ્ર, અને આયત સંસ્થાનને વિષે પણ યોજના કરવી. હે ભગવન્ ! સંખ્યાતા પ્રદેશ માં રહેલા અસંખ્યાતપ્રદેશિક પરિમંડલ સંસ્થાનના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420