________________
૫
-૨
૨૧૧
ભવનાવાસો વગેરેનું અધિપતિપણું કરતો વિહરે છે.
હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા સુવર્ણકુમાર દેવોના ક્યાં સ્થાનો છે? હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથિવીના યાવતું મધ્ય ભાગમાં અહીં સુવર્ણકુમાર દેવોના બહોંતેર લાખ ભવનવાસો છે એમ કહ્યું છે. તે ભવનો બહારના ભાગમાં સોળ-યાવતુ પ્રતિરૂપ છે. ત્યાં પર્યાપ્ત અને અપર્યાપ્તા સુવર્ણકુમાર દેવોના સ્થાનો છે. યાવતુ-તેઓ ઉપપાત, સમુદ્યાત અને સ્વ સ્થાન એ ત્રણેને આશ્રીય લોકના અસંખ્યાતમા ભાગમાં છે. ત્યાં ઘણા સુવર્ણકુમાર દેવો રહે છે. તે મહાદ્ધિવાળા ઇત્યાદિ યાવતુ -વિહરે છે ત્યાં સુધી કહેવું. અહીં વેણુદેવ અને વેણુદાલી નામે બે સુવર્ણકુમારના ઈન્દ્રો સુવર્ણ કુમારના રાજાઓ રહે છે. તે મહાઋદ્ધિવાળા યાવતુ-વિહરે છે. હે ભગવન્! પતિ અને અપયતિ દક્ષિણ દિશાના સુવર્ણકુમારના ક્યાં સ્થાનો છે ? હે ગૌતમ ! આ રત્નપ્રભાના યાવતુ- મધ્ય ભાગમાં અહીં દક્ષિણ દિશાના સુવર્ણકુમારોના આડ ત્રીસ લાખ ભવન વાસો છે એમ કહ્યું છે. તે ભવનો બહારના ભાગમાં ગોળ, યાવતું પ્રતિરૂપ-અત્યંત સુંદર છે. અહીં પર્યાપ્તા અને અપયપ્તિ સુવર્ણકુમારોના સ્થાનો કહ્યાં છે. ઉપરાંત, સમુદુઘાત અને સ્વસ્થાન એ ત્રણેને આશ્રય લોકના અસંખ્યાતમા ભાગ માં છે. અહીં ઘણા સુવર્ણકુમાર દેવો રહે છે. અહીં વેણુદેવ નામે સુવર્ણકુમારનો ઇન્દ્ર, સુવર્ણકુમારનો રાજા રહે છે. બાકી બધું નાગકુમારોની પેઠે જાણવું, હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા ઉત્તરના સુવર્ણકુમાર દેવોના ક્યાં સ્થાનો છે? હે ગૌતમ! આ રત્નપ્રભા પૃથિવીના યાવતુ. મધ્ય ભાગમાં અહીં ઉત્તરના સુવર્ણકુમાર દેવોના ચોત્રીસ લાખ ભવનો છે એમ કહ્યું છે એમ કહ્યું છે. તે ભવનો બહારના ભાગમાં ગોળ છે-ઇત્યાદિ યાવતુ અહીં ઘણા ઉત્તરના સુવર્ણકુમાર દેવો વસે છે. તેઓ મહા ઋદ્ધિ વાળા,યાવતુ-વિહરે છે. અહીં વેણુદાલિ નામે સુવર્ણકુમારનો ઇન્દ્ર સુવર્ણકુમારનો રાજા રહે છે. તે મહદ્ધિક છે. બાકી બધું નાગકુમારોની પેઠે જાણવું. જેમ સુવર્ણકુમારની વક્તવ્યકતા કહી છે તેમ બાકીના ચૌદે ઈન્દ્રોની કહેવી.પણ ભવન, ઇન્દ્ર, વર્ણ અને પરિધાનનું ભિન્નપણું ગાથા વડે જાણવું.
[૨૦૬-૨૧૬ અસુકુમારેન્દ્રના ચોસઠલાખ, નાગકુમારેન્દ્રના ચોરાશીલાખ, સુવર્ણકુમારેન્દ્રના બહોતેરલાખ, વાયુકુમારેન્દ્રના છઠ્ઠુંલાખ, દ્વીપકુમારેન્દ્ર, દિશા કુમારેન્દ્ર, ઉદધિકુમારેન્દ્ર, વિદ્યકુમારેનદ્ર, સ્તનતકુમારેન્દ્ર અને અગ્નિકુમારેન્દ્ર એ છે યુગલના પ્રત્યેકના છોંતેરલાખ ભવનો છે. ચોત્રીસ લાખ, ચુંમાળીસલાખ આડત્રીસ લાખ, પચાસ લાખ અને શેષ છ ઈન્દ્રના ચાળીસ લાખ દક્ષિણ દિશામાં ભવનો છે. ત્રીસ લાખ, ચાળીશ લાખ, ચોત્રીસ લાખ, છેતાળીસ લાખ અને શેષ ઈન્દ્રના છત્રીસ લાખ ભવનો ઉત્તર દિશામાં છે. દક્ષિણના અસુરકુમારેન્દ્રના ચોસઠ લાખ, ઉત્તરના અસુર કુમારેન્દ્રના સાઠ લાખ, અસુરકુમારેન્દ્ર સિવાય બાકીના બધા દક્ષિણના અને ઉત્તરના પ્રત્યેકના છ છ હજાર સામાનિક દેવો જાણવા. અને તેથી ચાર ગુણા આત્મરક્ષક દેવો જાણવા. ચમર, ધરણ, વેણુદેવ, હરિકાન્ત, અગ્નિશિખ, પૂર્ણ, જલકાન્ત, અમિત, વેલંબ, ઘોષ, બલિ, ભૂતાનંદ, હરિસ્સહ, અગ્નિમાનવ, વિશિષ્ટ, જલપથ અરિવાહન, પ્રભંજન, અને મહાઘોષ-એમ ઉત્તર દિશાના ઇન્દ્રો યાવતુ વિહરે છે. અસુરકુમાર કાળા છે, નાગકુમાર અને ઉદયધિકુમાર અને શ્વેતવર્ણના છે, સુવર્ણકુમાર શ્રેષ્ઠ સુવર્ણની કસોટી રેખાના જેવા કંઈક રાતા પીળા વર્ણના છે. દિકકુમાર અને સ્વનિતકુમાર ઉત્તમ કનકના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org