________________
પ્રતિપત્તિ-૩, દ્વીપસમુદ્ર
૮૩ આ દરેક દ્વીપ સમુદ્ર વનખંડથી ઘેરા યેલા છે. આ તિર્યશ્લોકમાં એવા આ દ્વીપ અને સમુદ્ર અંતિમ સ્વયંભૂરમણદ્વીપ પર્યન્ત અને અંતિમ સ્વયંભૂરમણસમુદ્ર પર્યન્ત અસંખ્યાત છે.
[૧૨] આ જંબૂદ્વીપ સૌથી નાનો છે. આ જંબૂદ્વીપ આકારથી ગોળ છે. તેલમાં બનાવવામાં આવેલ પુઆ-જેવો ગોળ છે.આ જંબૂદ્વીપ એવો ગોળ છે કે જેવી ગોળાઈ રથના ચક્ર પૈડાની હોય છે. જેવી ગોળાઈ પુષ્કર કમળની કળીની હોય છે. જેવું ગોળ પરિપૂર્ણ પૂર્ણિમાની ચંદ્ર મંડળ ગોળાકારમાં વ્યવસ્થિત હોય છે.આ જંબૂ દ્વીપની લંબાઈ અને પહોળાઈ એક લાખ યોજનની છે. અને તેની પરિધિ ૩ ૧૬૨૨૭ યોજન અને ત્રણ કોસ ૨૮ અઠ્યાવીસ ધનુષ અને સાડા તેર આગળથી કંઈક વધારે છે. પૂર્વોક્ત આયામ વિખંભ પરિક્ષેપ પ્રમાણવાળો આ જંબૂ દ્વીપ એક જગતીથી સુનગરના પ્રાકાર જેવા કોટથી ચારે તરફ ઘેરાયેલો છે. આ જગતી આઠ યોજનાની ઉચાઈ વાળી છે. ઉપર ઉપરથી પાતળી થતી ગઈ છે જેમકે મૂળમાં તેનો વિસ્તાર ૧૨ યોજનાનો છે. મધ્યમાં તેનો વિસ્તાર આઠ યોજનાનો છે અને ઉપરમાં તેનો વિસ્તાર ચાર યોજનનો છે. એ રીતે આ જગતી મૂળમાં વિસ્તારવાળી છે મધ્યમાં સંકીર્ણ થઈ ગઈ છે. અને ઉપર પાતળી થયેલ છે. તેથીજ આ ઉંચું કરવામાં આવેલ ગાયના પુંછડા જેવું સંસ્થાન હોય છે તેવા આકાર વાળી કહેવામાં આવેલ છે. આ જગતી સર્વ પ્રકારે વજ રત્નમય છે. આકાશ અને સ્ફટિક મણિના જેવી સ્વચ્છ છે. ચિકણા તખ્તઓથી બનેલ વસ્ત્ર જેવી પ્લેણ- ચીકણી છે. ચૂંટેલા વસ્ત્રની જેમ મસૃણ છે. ખરસાણથી રગડેલ પાષણની પુતળીની જેમ વૃષ્ટ લીસી છે. સુકુમાર શાળથી ઘસણ પાષાણની પુતળીની જેમ મૃષ્ટ સુંવાળી છે. સ્વભાવિક રજ 'વિનાની હોવાથી નીરજ છે. આગંતુક મેલના અભાવથી નિર્મલ છે. નિષ્કલંક છે. નિષ્કટક છાયાવાળી છે. પ્રભાવતી છે. શોભાવાળી હોવાથી અશ્રીક છે. તેમાંથી કિરણોની જાળ બહાર નીકળતી રહે છે, તેથી સમરીચ છે. સોધોતા છે. પ્રાસાદીયા છે, આ જગતી એક જાલ કટકથી ભવનની ભીંતોમાં બનાવવામાં આવેલ રોશન્દાનોના જેવી રમણીય સંસ્થાન વાળા પ્રદેશ વિશે ષોની પંક્તિયોથી બધી દિશાથી સારી રીતે ઘેરાયેલી છે. આ જાલકટક જલસમૂહ બે કોસની ઉંચાઈ વાળો છે. અને પાંચસો ધનુષના વિસ્તાર વાળો છે- આ જાલ સમૂહ જગતીના મધ્યભાગમાં છે. આ જાલ કટડ સર્વ પ્રકારે રત્નમય છે. સ્વચ્છ છે. નિર્મલ છે. શ્લષ્ણુ છે, લષ્ટ છે, યાવતુ પ્રતિરૂપ છે
[૧૩]સનગરના પ્રાકાર કોટ જેવી એ જગતીની ઉપર-ઉપરના ભાગમાં બરો બર વચમાં પદ્મવર વેદિકા છે. એ ઘણી મોટી છે. આ પદ્મવર વેદિકા અધિયિોજન જેટલી ઉંચી છે. અને પ૦૦ ધનુષના વિસ્તાર વાળી છે. સર્વ પ્રકારે તે રત્નમય છે. જેટલો જગતીના મધ્ય ભાગનો પરિક્ષેપ છે, એટલોજ આનો પણ પરિક્ષેપ છે પદ્મવર વેદિકા સુંદર યાવતુ પ્રતિરૂપ વિગેરે વિશેષણો વાળી છે આ પદ્મવર વેદિકની જે નેમા ભૂમિ ભાગથી ઉપરની તરફ નીકળતા જે પ્રદેશો છે, તે બધા જ રત્નના બનેલા હોય છે, રિષ્ટ 'રત્નના તેના પ્રતિષ્ઠાન છે. મૂલપાદ છે. વૈર્ય રત્નના તેના સ્તબ્બો છે. સુવર્ણ અને ચાંદીની મેળવવ ણીથી બનેલા તેના ફલકો છે, પાટિયા છે. લોહિતાક્ષ રત્નની બનેલી તેની સૂચિયો છે. એ સૂચિયો પરસ્પર સંબંધિત રહે છે. તેના ફલકોની જે સંધિયો છે, તે વજ રત્નથી ભરેલી છે. અહીયાં જે મનુષ્યાદિના ચિત્રો બનાવવામાં આવેલ છે, તે અનેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org