________________
પ્રતિપત્તિ -૩, દ્વીપસમુદ્ર
૧૧૧ પ્રતિમાઓ છે, એ અરિહંત પ્રતિમાઓ જેની જેટલી ઉંચાઈ કહેલ છે તેટલા પ્રમાણની ઉંચાઇવાળી છે.
સુદર્શનના જેનું બીજું નામ છે એવું આ જંબુ વૃક્ષ બીજા ૧૦૮ જાંબવૃક્ષોથી ચારે બાજુ ઘેરાયેલ આ જંબૂવૃક્ષ ચાર યોજનાની ઉંચાઇવાળું છે, અને એક કોસ-ગાઉ જેટલું એ જમીનની અંદર ગયેલ છે. તથા એક કોસનું તેનું થડ છે. એક કોસ-તે પહોળું છે, ત્રણ યોજનની તેની શાખાઓ છે. ચાર યોજન પહોળું છે. તેનું સઘળું પ્રમાણ કંઈ વધારે ચાર યોજન જેટલું છે, તેનો મૂળ ભાગ વજરત્નનો છે. બીજું નામ જેનું સુદર્શના છે એવા આ જંબુ વૃક્ષના વાયવ્ય ખૂણામાં, ઉત્તરદિશામાં અને ઈશાન ખુણામાં જંબૂદ્વીપના અધિપતિ અનાદત્ત દવ ૪૦૦૦ સામાનિક દેવોના ૪૦૦૦ જંબુવૃક્ષો છે, તેમાં પૂર્વદિશામાં ચાર અગ્રમહિ ષિયોને યોગ્ય ચાર જંબુવૃક્ષો છે.મહાજંબુવૃક્ષની દક્ષિણ પૂર્વ ખુણામાં અભ્યત્તર પરિષદાના ૮૦૦૦ દેવોના યોગ્ય ૮૦૦૦ જંબવૃક્ષો છે. દક્ષિણદિશામાં મધ્યમાં પરિષદાના ૧૦000 દેવોને યોગ્ય ૧0000 મહાજબૂવૃક્ષો છે. દક્ષિણ પશ્ચિમ ખુણામાં બાહ્ય પરિષદાના ૧૨000 દેવોને યોગ્ય ૧૨000 મહાવૃક્ષો છે. પશ્ચિમ દિશામાં સાત અનીકાદિપતિયોને યોગ્ય સાત મહાજંબવૃક્ષો છે, તે પછી સઘળી દિશા ઓમાં ૧૬OOO આત્મરક્ષક દેવોને યોગ્ય ૧૬000 જંબુવવૃક્ષો છે. આ સુદર્શન જબ સો સો યોજનના. પ્રમાણવાળા છે. એવા ત્રણ વનખંડોથી એ ચારે બાજુથી ઘેરાયેલ છે. જંબુસુદર્શનાની પૂર્વ દિશામાં જે પહેલું વનખંડ છે, તેનાથી પચાસ યોજન આગળ જવાથી એક વિશાળ ભવન આવે છે. એ જ પ્રમાણે જેબૂ સુદર્શનાની દક્ષિણ દિશામાં જે પ્રથમ વનખંડ છે. તેનાથી પચાસ યોજન આગળ જવાથી એક વિશાળ ભવન આવે છે. એ જ પ્રમાણે, જંબુસુદર્શનાની પશ્ચિમ દિશામાં અને ઉત્તર દિશામાં જે પ્રથમ વનખંડ છે, તેનાથી પચાસ પચાસ યોજન આગળ જવાથી એક વિશાળ ભવન આવે છે.
જંબૂસુદર્શનાના ઇશાન ખૂણામાં જે પહેલું વનખંડ છે, તેનાથી પચાસ યોજના આગળ જવાથી ઘણી જ વિશાળ ચાર નંદાપુષ્કરિણીયો આવે છે. પદ્મા, પડાપ્રભા, કુમુદા, અને કુમુદપ્રભા દરેક નંદા પુષ્કરિણીયોની લંબાઈ એક કોસ-ગાઉની છે. અને તેની પહોળાઈ અધ કોસની છે. તે દરેકની ઉંડાઈ પાંચસો ધનુષની છે. એ બધી જ નંદાપુષ્કરિણીયો યાવતુ પ્રતિરૂપ છે. દરેક નંદાપુષ્કરિણી- યોની બરોબર મધ્યભાગમાં એક પ્રાસાદ વતંસક છે. એક કોસ-ગાઉ જેટલો લાંબો છે. અને અધ ગાઉ જેટલો પહોળો છે. જંબુસુદર્શનની પૂર્વદિશામાં આવેલ ભવનની ઉત્તર દિશામાં, ઇશાન દિશામાં અને દક્ષિણ દિશામાં એક એક વિશાલ કૂટ છે તે તેની લંબાઈ આઠ યોજનની છે. મૂલમાં બાર યોજનની તેની લંબાઈ પહોળાઈ છે. તે મધ્યમાં આઠ યોજન લાંબો પહોળો છે. અને ઉપર ચાર યોજનની તેની લંબાઈ પહોળાઈ છે. મૂળમાં કંઇક વધારે ૩૭ યોજનની તેની પરિધિ છે. મધ્યમાં કંઈક વધારે પચ્ચીસ યોજનની પરિધિ છે. અને ઉપર કંઈક વધારે ૧૨ યોજનની પરિધિ છે. એ સવર્માના જંબૂનદમય છે. તે નિર્મળ યાવતુ પ્રતિરૂપ છે. તે એક પઘવર વેદિકાથી અને વનખંડથી ચારે બાજુએ ઘેરાયેલ છે. એ કૂટની ઉપર એક બહુ સમરમણીય ભૂમિભાગ છે. તેમાં અનેક વાનવ્યન્તર દેવો અને દેવિયો યાવતું ઉઠે બેસે છે, વિગેરે
એ બહુસમરમણીય ભૂમિભાગના બહુ મધ્યદેશ ભાગમાં એક કોશ ગાઉ લાંબુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org