________________
પ્રતિપત્તિ -૩, દ્વીપસમુદ્ર
૧૩૯
મહાવર એ નામવાળા બે દેવો રહે એજ પ્રમાણે સઘળા દ્વીપો અને સઘળા સમુદ્રો ત્રિપ્રત્ય વતારવાળા સમજવા યાવત્ સૂર્યવરાવભાસસમુદ્ર પર્યન્ત સમજવું. તેમાં ક્રમપૂર્વક સૂર્યદ્વીપમાં સૂર્યભદ્ર અને સૂર્યમહાભદ્ર આ નામ વાળા બે દેવો નિવાસ કરે છે. સૂર્યસમુદ્રમાં સૂર્યવર અને સૂર્યમહાવર એ નામ વાળા બે દેવો રહે છે. સૂર્યવર દ્વીપમાં સૂર્યવર ભદ્ર અને સૂર્યવરમહાભદ્ર એ નામ વાળા બે દેવો રહે છે. સૂર્યવર સમુદ્ર માં સૂર્યવર અને સૂર્યવર મહાવ૨ એ નામના બે દેવો રહે છે. સૂર્યવરાવભાસ નામના દ્વીપ માં સૂર્યવરાવ ભાસભદ્ર અને સૂર્યવરાવભાસમહાભદ્ર એ નામના બે દેવો રહે છે. સૂર્યવરાવભાસસમુદ્રમાં સૂર્યવરાવભાસવર અને સૂર્યવરાવભાસમહાવર એ નામવાળા બેદેવો રહે છે. ક્ષોદવર દ્વીપથી લઈને સ્વયંભૂરમણ પર્યન્તના દ્વીપ અને સમુદ્રોમાં વાવો આવેલી છે યાવત્ બિલપંક્તિયો ક્ષોદોદક અર્થાત્ સેલડીના રસ જેવા જલથી ભરેલી છે. અને આ જેટલા અહીયાં પર્વતો છે એ બધા સર્વ રીતે વજ્રમય છે. સૂર્યવરા વભાસ સમુદ્રની આગળ જે દ્વીપો અને સમુદ્રો છે તેના સંબંધમાં એમ કહેવામાં આવે છે સૂર્યવરાવભાસ સમુદ્રને ચારે બાજુથી ઘેરીને દેવ એ નામ વાળો દ્વીપ આવેલ છે. આ દ્વીપમાં દેવભદ્ર અને દેવમહાભદ્ર એ નામ વાળા બે દેવો રહે છે. દ્વીપને દેવોદ એ નામ વાળા સમુદ્રે ચારે બાજુથી ઘેરેલ છે. દેવવર અને દેવમહાવર નામના બે દેવો નિવાસ કરે છે. યાવત્ દેવોદક સમુદ્રને નાગદ્વીપે ઘેરેલ છે. આ દ્વીપમાં નાગભદ્ર અને નાગમહાભદ્ર એ નામ વાળા બે દેવો રહે છે. આ નાગદ્વીપને ચારે બાજુએથી ઘેરીને નાગસમુદ્ર આવેલ છે. આ સમુદ્રમાં નાગવર અનેનાગમહાવર એ નામ વાળા બે દેવો નિવાસ કરે છે. નાગસમુદ્રને ચારે બાજુએથી ઘેરીને ભૂત નામનો દ્વીપ છે. આ દ્વીપમાં ભૂતભદ્ર અને ભૂતમહાભદ્ર એ નામ વાળા બે દેવો નિવાસ કરે છે. ભૂતદ્વીપને ચારે બાજુએથી ઘેરીને ભૂત એ નામનો સમુદ્ર આવેલ છે. આ સમુદ્રમાં ભૂતવર અને ભૂતમહાવર એ નામના બે દેવો નિવાસ કરે છે ભૂતસમુદ્રને ઘેરીને સ્વયંભૂરમણ દ્વીપ આવેલ છે. આ દ્વીપમાં સ્વયંભૂરમણભદ્ર અને સ્વયંભૂરમણ મહાભદ્ર નામના બે દેવો રહે છે. સ્વયંભૂરમણ દ્વીપને સ્વયંભૂરમણ નામ ના સમુદ્રે ચારે બાજુએથી ઘેરેલ છે. આ સમુદ્ર ગોળ છે. અને વલયના આકાર જેવા આકાર વાળો છે. આ સ્તંભૂરમણ સમુદ્ર અસંખ્યાત લાખ યોજનના વિસ્તારવાળો છે. અને તેનો પરિક્ષેપ પણ એટલોજ છે. હે ભગવન્ સ્વયંભૂરમણસમુદ્રનું પાણી અચ્છ આકાશ અને સ્ફટિક મણીના જેવું નિર્મળ છે. પથ્ય છે. જાત્ય-અનાવિલ છે. અર્થાિત્ મલિનતા વગરનું છે. હલકું છે. ભારે નથી. સ્વભાવથી જ જલના રસથી પરિપૂર્ણ છે. આ સ્વયંભૂરણ સમુદ્રમાં સ્વયંભૂરમણવર અને સ્વયંભૂરમણમહાવર નામવાળા બે દેવો નિવાસ કરે છે, તેઓની સ્થિતિ એક એક પલ્યોપમની છે. એજ કારણથી હે ગૌતમ આ સમુદ્રનું નામ “સ્વયંભૂરમણ એ પ્રમાણે કહેવામાં આવેલ છે. દેવના કથનથી લઈને ‘સ્વયંભૂરમણ’ સમુદ્રના કથન પર્યન્ત ત્રિપ્રકાર પણું કહેવામાં આવેલ નથી.
[૩૦૧] હે ભગવન્ જંબુદ્વીપ વિગેરે નામ વાળા કેટલા દ્વીપો આવેલા છે ? હે ગૌતમ! જંબુદ્રીપ એ નામ વાળા અસંખ્યાત દ્વીપો કહેવામાં આવેલા છે. હે ભગવન્ લવણ સમુદ્ર એ નામથી કેટલા સમુદ્રો કહ્યા છે ? હે ગૌતમ ! લવણ સમુદ્ર આ નામથી અસંખ્યાત સમુદ્રો આવેલા છે. એજ પ્રમાણે ધાતકીખંડ એ નામવાળા દ્વીપો પણ અસંખ્યાત છે, એજ પ્રમાણે યાવત્ અસંખ્યાત દ્વીપો સૂર્યવરાવભાસ દ્વીપ એ નામવાળા
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International