________________
૨૦૪
પન્નવણા - ૨-૧૯૭ નોમાં, વિમાનાવલિકાઓમાં વિમાન પ્રતટોમાં, વિમાનછિદ્રોમાં, વિમાનનિષ્ફટોમાં, તિયશ્લોકમાં પૂર્વ પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તરમાં બધા ય લોકાકાશમાં, લોકનિષ્ફટોમાં, અહીં બધે પર્યાપ્ત બાદર વાયુકાયિકોના સ્થાનો કહ્યાં છે. તે ઉપપાતવડે લોકના અસંખ્યાતા ભાગોમાં, સમુદ્દાત વડે લોકના અસંખ્યાતા ભાગોમાં અને સ્વસ્થાન વડે લોકના અસંખ્યાતા ભાગોમાં રહે છે. હે ભગવન્! અપયપ્તિ બાદર વાયુકાયિકોના ક્યાં સ્થાનો કહ્યાં છે ? હે ગૌતમ ! જ્યાં પર્યાપ્તિ બાદર વાયુકાયિકોના સ્થાનો છે, ત્યાંજ અપયતા બાદર વાયુકાયિકોના સ્થાનો કહ્યાં છે. તે ઉપપાતવડે સર્વલોકમાં, સમુદ ઘાતડે સર્વ લોકમાં અને સ્વસ્થાનવડે લોકના અસંખ્યાતા ભાગોમાં છે. હે ભગવન્! પર્યાપ્ત અને અપતિ સૂક્ષ્મ વાયુકાયિકના ક્યાં સ્થાનો કહ્યાં છે? હે ગૌતમ ! તેઓ બધા એક પ્રકારના, વિશેષરહિત, ભેદરહિત અને સર્વલોકમાં વ્યાપ્ત કહ્યાં છે.
હે ભગવન્! પર્યાપ્ત બાદર વનસ્પતિ કાયિકોના ક્યાં સ્થાનો કહ્યાં છે? હે ગૌતમ! સ્વસ્થાનની અપેક્ષાએ સાત ઘનોદધિમાં,સાત ઘનોદધિવલયોમાં, અધોલોકમાં પાતાલકલશોમાં, ભવનોમાં, ભવનપ્રસ્તટોમાં, ઉર્ધ્વલોકમાં કલ્પોમાં, વિમાનાવલિકા ઓમાં, વિમાનપ્રસ્તટોમાં, તીરછા લોકમાં અવટ કૂવાઓમાં, તળાવોમાં, નદીઓમાં, કહોમાં, વાવીઓમાં, પુષ્કરિણીઓમાં, દીધિકા ઓમાં, ગુંજાલિકાઓમાં, સરોવરોમાં, સરોવર પંક્તિઓમાં, સર:સરપંક્તઓમાં, બિલોમાં, બિલપંક્તિઓમાં, ઉઝરોમાં ઝરણા ઓમાં, નિઝરોમાં, છિલ્લરોમાં, પલ્વલોમા, વિપ્રોમાં. દ્વીપોમાં, સમુદ્રોમાં, સર્વ જલાશયોમાં, જળસ્થાનોમાં અહીં પર્યાપ્ત બાદર વનસ્પતિરકાયિકોના સ્થાનો કહ્યાં છે. તે ઉપપાતને આશ્રયી સર્વલોકમાં, સમુદ્ ઘાતને આશ્રીને સર્વલોકમાં અને સ્વસ્થાનને આશ્રીને લોકના અસંખ્યાતા ભાગમાં છે. હે ભગવન્અપર્યાપ્ત બાદરવનસ્પતિ કાયિકોના ક્યાં સ્થાનો કહ્યાં છે ? હે ગૌતમ ! જ્યાં પર્યાપ્તા બાદર વનસ્પતિકાયિકોના સ્થાનો છે ત્યાંજ અપર્યાપ્ત બાદર વનસ્પતિ કાયિકોના સ્થાનો છે. તે ઉપપાતવડે સર્વલોકમાં, સમુદ્યાતવડે સર્વલોકમાં, અને સ્વસ્થાનવડે લોકના અસંખ્યાતમાં ભાગ માં છે. હે ભગવન્! પયપ્તિ અને અપર્યાપ્તા સૂક્ષ્મ વનસ્પતિકાયિકોના ક્યાં સ્થાનો કહ્યાં છે? હે ગૌતમ! તે બધા એક પ્રકારના, વિષરહિત, ભેદરહિત અને સર્વલોકમાં વ્યાપ્ત છે.
હે ભગવનુ ! પર્યાપ્તા અને અપર્યાપ્તા બેઈન્દ્રિયોના ક્યાં સ્થાનો કહ્યાં છે ? હે ગૌતમ ! ઉર્ધ્વ લોકમાં તેના એક ભાગમાં, અધોલોકમાં તેના એક ભાગમાં, તિર્યશ્લોક માં અવટ-કૂવા, તળાવો, નદીઓ, દ્રહો, વાવો, પુષ્કરિણીઓ, દીધિકાઓ યાવતુ બધા જળાશયો અને જળના સ્થાનોમાં પર્યાપ્તા અને અપર્યાપ્તા બેઈન્દ્રિયોના સ્થાનો કહેલાં છે. તે ઉપપાત વડે લોકના અસંખ્યાતમા ભાગમાં, સમુદ્યાતવડે લોકના અસંખ્યાતમાં ભાગમાં અને સ્વસ્થાન વડે લોકમાં અસંખ્યાતમાં ભાગમાં હોય છે. હે ભગવન્! પર્યાપ્ત અને અપર્યાપ્તા તેઈન્દ્રિયોના ક્યાં સ્થાનો છે? હે ગૌતમ ! ઉર્ધ્વ લોકમાં તેના એક ભાગ માં, અધોલોકમાં તેના એક ભાગમાં, તીરછા લોકમાં-કૂવાઓ, તળાવો, નદીઓ, દ્રહો, યાવતુ જલા શયો તથા જળના સ્થાનોમાં અહીં પર્યાપ્તા અને અપતિ તેઈન્દ્રિયોના સ્થાનો કહ્યાં છે. તેઓ ઉપપાત સમુદ્યાત અને સ્વસ્થાન વડે લોકના અસંખ્યાતમાં ભાગમાં રહે છે. હે ભગવન્! પતિ અને અપર્યતા ચઉરિન્દ્રિયોના ક્યાંસ્થાનો કહ્યાં છે? હે ગૌતમ ! ઉર્ધ્વ લોકમાં તેના એક ભાગમાં,અધોલોકમાં તેના એક ભાગમાં, તીરછા
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org