________________
૧૧૯
પ્રતિપત્તિ-૩, દ્વીપસમુદ્ર
[૨૧] લવણસમુદ્રમાં રહીને જંબૂદ્વીપની દિશામાં ફરવાવાળા-બે ચંદ્રમાઓના બે ચંદ્રઢીપો ક્યાં આવેલ છે? જબૂદીપ નામના દ્વીપમાં રહેલ મંદર પર્વતની પૂર્વ દિશામાં ૧૨000 યોજન પર્યન્ત લવણ સમુદ્રને અવગાહિત કરીને ત્યાં આવેલ બરોબર એજ સ્થાન પર આભ્યન્તર લવણ સમુદ્રમા બે ચંદ્રમાઓના બાકી વર્ણન જંબુદ્વીપ મુજબ જાણવું. અહીયાં વિશેષતા કેવળ એજ છે કે તેની રાજધાની અન્ય લવણ સમુદ્રમાં છે, આવ્યેતર લવણસમુદ્રના ચંદ્ર દ્વીપોની જેમ લવણ સમુદ્રમાં ૧૨૦૦૦ યોજન પર આભ્યન્તર લવણ સમુદ્રના બે સૂર્યોના બે સૂર્ય દ્વીપો કહેલા છે. હે ભગવનુ બહારના લવણ સમુદ્રના બે ચંદ્રમાના ચંદ્ર દ્વીપ નામના દ્વીપ ક્યાં આવેલ છે? હે ગૌતમ! લવણ સમુદ્રની પૂર્વ દિશામાં આવેલ ચરમાન્ડ વેદિકાન્તથી લવણ સમુદ્રની પશ્ચિમ દિશામાં ૧૨000 યોજન આગળ જવાથી ત્યાં આવેલ સ્થાનમાં બાહ્ય લવણ સમુદ્ર સંબંધી બે ચંદ્રોના ચંદ્ર દ્વીપ નામના બે દ્વીપો આવેલ છે. આ ચંદ્ર દ્વીપ ધાતકીખંડની દિશામાં ૮૮ યોજન અને એક યોજના પંચાણભાગમાં ચાળીસ ભાગ પ્રમાણ પાણીની ઉપર નીકળેલ છે, અને લવણસમુદ્રની દિશામાં બે કોસ ઉપર નીકળેલ છે, બાર હજાર યોજનની તેની લંબાઈ પહોળાઈ છે, હે ભગવનું બહારના લવણસમુદ્રના બે સૂયોના સૂર્ય દ્વિીપ નામના બે દ્વીપો ક્યાં આવેલા છે ? હે ગૌતમ લવણસમુદ્રની પશ્ચિમની વેદિકાના અંતથી લવણ સમુદ્રમાં પશ્ચિમ તરફ ૧૨000 યોજન આગળ જવાથી બે સૂર્યદ્વીપો કહેલા છે, એ ધાતકી ખંડની તરફ ૮૮ યોજન અને એક યોજનના પંચાણુંભાગ માંથી ૪૦ ભાગ પ્રમાણ ઉંચો છે; તથા તે લવણ સમુદ્રમાં પાણીથી બે ગાઉ ઊંચા છે.
[૨૧] હે ભગવનું ધાતકીખંડ દ્વીપના બાર ચંદ્રમાના ચંદ્રઢીપ નામના દ્વીપો ક્યાં આવેલ છે? હે ગૌતમ ! ધાતકીખંડ દ્વીપની પૂર્વની દિગ્યેટિકાના ચરમાત્તથી કાલોદ સમુદ્રમાં બારહજાર યોજન આગળ જવાથી ત્યાં આવતા એ સ્થાન પર ધાતકીખંડમાં ચંદ્રમાઓના ચંદ્રઢીપ નામના દ્વીપ આવેલ છે. એ ચારે બાજા, દિશાઓ અને વિદિશા ઓમાં ફેલાયેલ છે. પાણીથી બે ગાઉ ઉંચા છે, તેની લંબાઈ પહોળાઈ બારહજાર યોજનની છે. તે દરેકનો પરિક્ષેપ ૩૭૯૪૮ યોજનથી કંઈક વધારે છે, આ બધાનું બાકીનું વર્ણન વિજય દ્વારના વર્ણન પ્રમાણે છે. હે ભગવનું આ ચંદ્રા નામની રાજધાની ક્યાં આવેલ છે? ગૌતમ ! ધાતકીખંડ દીપની પૂર્વ દિશામાં અનેક દ્વીપો અને સમુદ્રોને પાર કરીને આજ ધાતકીખંડમાં બારહજાર યોજન આગળ જવાથી આવતા સ્થાનમાં ચંદ્રા નામની રાજધાની છે. ધાતકી ખંડ દ્વીપમાં આવેલ ચંદ્રમાના ચંદ્રદ્વીપોના કથન મુજબ આ સૂર્યદ્વીપનું વર્ણન જાણવું. પરંતુ વિશેષતા એ કે-ધાતકીખંડ દ્વીપની પશ્ચિમ દિશાના વેદિ કાન્તથી કાલોદધિ સમુદ્રમાં બારહજાર યોજન આગળ જવાથી સૂર્યદ્વીપ આવે છે. સૂર્યદિવની રાજધાની સૂર્ય દ્વીપથી પશ્ચિમ દિશામાં અન્ય ધાતકી ખંડ દ્વીપમાં છે. " [૨૧૨] હે ભગવનું કાલોદ સમુદ્રમાં આવેલ ચંદ્રમાઓનો ચંદ્ર દ્વીપ ક્યાં આવેલ છે? હે ગૌતમ! કાલોદ સમદ્રની પૂર્વ દિશાના વેદિકાન્તથી પશ્ચિમ દિશામાં બાર હજાર યોજન આગળ જવાથી આવતા સ્થાનમાં કાલોદ સમુદ્રમાં આવેલ ચંદ્રમાઓના ચંદ્રદ્વીપો ચારે બાજુએ પાણીથી બન્ને કોસ ઉંચા છે. તે સિવાય બાકીનું તમામ કથન ધાતકીખંડમાં આવેલ ચંદ્રદ્વીપના કથન પ્રમાણે જ છે. પોતાના દ્વીપથી પૂર્વમાં બીજા કાલોદ સમુદ્રમાં બારહજાર યોજન જવાથી ત્યાં ચંદ્રદીપ નામની રાજ ધાનીયો છે. તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org