________________
૧૦૪
જીવાજીવાભિગમ-૩ઢી.સ./૧૭૯ સુગંધિત દ્રવ્યોને સઘળી માળાઓને સઘળી ઔષધિયો, સઘળા સિદ્ધાર્થકો અને સઘળા સક્ષેપોને તેઓએ લીધી સર્વ સિદ્ધાર્થકોને લઈને તે પછી તેઓ જ્યાં પદ્મદૂહ અને પુંડરીક દૂહ હતા ત્યાં આગળ આવ્યા. ત્યાં આવીને તેઓએ દૂહોદક લઈને પછી ત્યાં જેટલા ઉત્પલો અને શત પત્રોવાળા અને સહસ્ત્ર પત્રો વાળા કમળો હતા તેને તેઓએ લીધા તેને લઈને તે પછી તેઓ જ્યાં હેમવતક્ષેત્ર અને હૈરણ્યક્ષેત્ર હતા અને તેમાં જ્યાં હૈમવતક્ષેત્ર અને હૈરણ્યવતક્ષેત્ર રોહિત અને રોહિ તાંશ સુવર્ણકૂલા રૂ...કૂલા એ મહા નદીયો હતી ત્યાં આવ્યા. ત્યાં આવીને તેઓએ તેનું જલ ભર્યું અને તેના બન્ને કિનારાઓની માટી લીધી. તે પછી તેઓ જ્યાં શબ્દાપાતિ માલ્યવંત પ્રયાગવૃત્ત અને વૈતાઢ્ય પર્વતો હતા ત્યાં તેઓ ત્યાં આવીને તેઓએ ભૂમિ યોના ઉત્તમ યાવતું સવૈષધીને અને ઉત્તમ સિદ્ધાર્થકોને લીધા જ્યાં મહાહિમવાન અને રૂક્ષ્ય પર્વત હતા ત્યાં તેઓ આવ્યા. ત્યાં આવીને તેઓએ બધી જ પ્રકારના પુષ્પોને સર્વ માળાઓને સર્વ પ્રકારની ઔષધિયોને અને સિદ્ધાર્થકોને લીધા
તે બધા યાવતુ તે પછી તેઓ જ્યાં આગળ મંદર પર્વત હતો અને તેમાં પણ જ્યાં ભદ્રશાલ નામનું વન હતું ત્યાં આગળ તેઓ આવ્યા ત્યાં આવીને તેઓએ સઘળી ઋતુઓના પુષ્પ વિગેરેને અને સર્વોષધિયોને તથા સર્ષવોને લીધા તેને લઈને તે પછી તેઓ જ્યાં આગળ નંદનવન હતું ત્યાં આવ્યા. ત્યાં આવીને તેઓએ સઘળી ઋતુઓના પુષ્પો તથા સર્વોષધિયો અને સર્ષપોને લીધા તેમજ સાથે સાથે ગોશીષ ચંદન ગોરોચન પણ લીધા તે બધી વસ્તુઓ લઇને તે પછી તેઓ જ્યાં આગળ સૌમનસ વન હતું ત્યાં આવ્યા. ત્યાં આગળી આવીને તેઓએ સઘળી ઋતુઓના પુષ્પો વિગેરેને તથા સવષધિ અને સિદ્ધાર્થકો લીધા તથા તે સાથે સરસ ગોશીષચંદન અને દિવ્ય પુષ્પો અને માળાઓ પણ લીધી એ બધી વસ્તુઓ લઈને તેઓ ત્યાં આગળ આવ્યા કે જ્યાં પડકવન હતું ત્યાં આવીને તેઓએ ત્યાંથી સઘળી ઋતુઓના પુષ્પોરિકોને યાવતુ સર્વોષધિયોને અને સિદ્ધાર્થકો-સર્ષવોને લીધા એ બધી વસ્તુઓ લઈને તેઓ જ્યાં વિજયા રાજધાની હતી ત્યાં આવ્યા. જય વિજ્ય શબ્દો બોલીને વિજયદેવને વધાઈ આપી તે પછી વિજયદેવના અભિષેકની તે મહાઅર્થવાળી વેશ, કીમતી એવી વિપુલ સામગ્રી તેઓની સામે ઉપસ્થિત કરી દીધી. અભિષેકની સામગ્રી એકઠી કર્યા પછી એ વિજયદેવનો ત્યાં અભિષેક કરવામાં આવ્યો ચાર હજાર સામાનિક દેવોએ ચાર હજાર અગ્રમહિષિયોએ ત્રણ પરિષદાઓએ સાત અની કના અધિપતીયોએ ૧૬ સોળ હજાર આત્મરક્ષક દેવોએ તથા બીજા પણ અનેક વિજય રાજધાનીમાં વસનારા વાનવ્યન્તર દેવોએ અને દેવિયોએ તે અભિષેક કર્યો તે અને તે પછી જૂદી જૂદી રીતે બન્ને હાથોની અંજલી કરીને આ પ્રમાણે કહ્યું હે નંદ તમારો જય થાઓ જય થાઓ. હે ભદ્ર તમારો જય થાઓ જય થાઓ હે નન્દ હે ભદ્ર તમારો વાર વાર જય જયકાર થાઓ નહીં જીતાયેલા શત્રુપક્ષને વશ કરો-જીતો અને મિત્ર પક્ષનું પાલન કરો-દેવોમાં ઈન્દ્ર પ્રમાણે અને તારા ગણોમાં ચંદ્રની જેમ આપ નિરૂપસર્ગ બનીને વિચરણ કરો. સુખપૂર્વક વિહાર કરો એ પ્રમાણેના આશીવદિાત્મક વચનોને કહીને તેઓએ જોર જોરથી જય હો જય હો એ પ્રમાણેનો ઉચ્ચાર કર્યો.
[૧૮] તે પછી એ વિજયદેવ જ્યારે ઘણાજ ઠાઠ માઠની સાથે સાથે ઈંદ્રાભિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org