________________ હાઇડ્ડ-૩/પરિશિષ્ટ-૩ 277. કાયોત્સર્ગ કરણીય છે. અત્યંતર છ પ્રકારના તપમાં પ્રાયશ્ચિત્તને પ્રથમ અને કાયોત્સર્ગને છેલ્લો સર્વોત્કૃષ્ટ તપ કહ્યો છે. તપ નિકાચિત કર્મોને પણ તોડવા સમર્થ છે, એમ કહ્યું છે. તેથી કાયોત્સર્ગ સર્વોત્કૃષ્ટ તપ છે.તત્ત્વથી કાયાની માયા જ નહિ. પણ તેનો સર્વથા સંબંધ તોડવો તે પૂર્ણ કાયોત્સર્ગ છે. ચૌદમા ગુણસ્થાનકે જે શૈલેશીકરણ કહ્યું છે, તે સર્વોત્કૃષ્ટ કાયોત્સર્ગરૂપ છે અને તેનાથી અંતર્મુહૂર્તમાં મુક્તિ થાય છે. એ સર્વોત્કૃષ્ટ કાયોત્સર્ગની પ્રાપ્તિ માટે વિવિધ અનુષ્ઠાનોમાં કરાતા કાયોત્સર્ગો અભ્યાસરૂપે અવશ્ય કર્તવ્ય હોવાથી આવશ્યક છે -6. गुणधारणरूवेणं पञ्चक्खाणेण तवइयारस्स / विरियायारस्स पुणो सव्वेहि वि कीरए सोही / / 7 / / ગાથાર્થઃ વ્રતાદિગુણને ધારણ કરવા રૂપ પચ્ચકખાણથી તપાચારની અને સર્વ આવશ્યકોમાં બળવીર્યનો ઉપયોગ થતો હોવાથી તે છએ આવશ્યકો વડે વીર્યાચારની શુદ્ધિ થાય છે.-૭. વિભાવના ત્યાગ માટે કરાતા પરૂપ પચ્ચક્ખાણથી વિભાવમાંથી મુક્ત થઈ સ્વભાવમાં સ્થિર થવાય છે; સ્વભાવ એ આત્મગુણરૂપ છે, માટે પચ્ચખાણ ગુણોના આધારરૂપ તપ છે, પચ્ચખાણથી તપાચારની શુદ્ધિ થાય છે, માટે તે અવશ્ય કરણીય આવશ્યક છે અને સામાયિકાદિષ્ટએમાં મન-વચન-કાયાનું બળ-વીર્ય-પરાક્રમ ફોરવવું જ પડે છે, માટે તે છએથી વીર્યાચારની શુદ્ધિ થાય છે, એમ છ આવશ્યક રૂપ મંગળ કર્યું.-૭. હવે સર્વ તીર્થકરોની સ્તુતિ માટે ચૌદ સ્વપ્નનું નામમાત્ર કીર્તન કરે છે. વ, વસહ, સદ, મસે, રામ, સતિ, લિવર, રાય, / પડનાર, સાર, વિમાન-અવળ, પુજય સિહં જ પાટા ગાથાર્થઃ હાથી, વૃષભ, સિંહ, શ્રીદેવી-અભિષેક, પુષ્પમાળા, ચંદ્ર, સૂર્ય, ધ્વજ, કળશ, પદ્મસરોવર, ક્ષીરસાગર, દેવવિમાન અથવા ભવન, રત્નરાશિ અને નિર્ધમ અગ્નિ.-૮. આ ચૌદ સ્વપ્નોને તીર્થકરો જ્યારે માતાની કુક્ષીમાં અવતરે છે, ત્યારે તેમના તીર્થંકરપણાના પ્રભાવે તેની માતા જુવે છે. તે પ્રભાવ તીર્થંકર નામકર્મનો-તીર્થકરપણાનો હોવાથી સ્વપ્નો પણ પૂજ્ય ગણાય છે. માટે તેના નામકીર્તનથી અહીં સર્વકાળના સર્વ તીર્થકરોનું સ્મરણ કરવા રૂપ મંગળ કર્યું છે. માત્ર એમાં એટલું વિશેષ છે કે ઉર્ધ્વલોકમાંથી આવેલા તીર્થકરોની માતા દેવવિમાનને અને અધોલોકથી આવેલા તીર્થકરોની માતા ભવનને દેખે છે.-૮.