________________ 180 श्रीचतुःशरणप्रकीर्णकम् સાધના જીવનનું પ્રથમ ચરણ દ્રવ્ય સંસારનો ત્યાગ છે. રાજ્યલક્ષ્મીનો ત્યાગ સૂચવવા દ્વારા એ પ્રથમ ચરણનું આચરણ પરમાત્માએ પોતાના જીવનમાં કરેલ છે, તે દર્શાવ્યું છે. જ્યારે અત્યંતર સંસારરૂપ કર્મોનો તોડવા કઠોર તપશ્ચર્યા એ સાધના જીવનનું બીજુ ચરણ છે. આ ચરણ દ્વારા પરમાત્મા જીવનમાં સિદ્ધિરૂપ કેવળજ્ઞાન-દર્શનને પ્રાપ્ત કરે છે.-૧૪. थुय-वंदणमरिहंता अमरिंद-नरिंदपूयमरिहंता / सासयसुहमरहंता अरिहंता हुंतु मे सरणं / / 15 / / ગાથાર્થ : સ્તુતિ અને વંદન કરવા યોગ્ય, દેવેન્દ્ર અને નરેન્દ્રની પૂજાને યોગ્ય અને શાશ્વત નિરુપચરિત) સુખને યોગ્ય અરિહંતો મને શરણ થાઓ.-૧૫. ગુણવંત વ્યક્તિ જ વંદનીય - સ્તવનીય બને છે. પરમાત્મા કેવળજ્ઞાન ને પામવા દ્વારા અનંતગુણના સ્વામી બને છે. તેથી જ વંદનીય-સ્તવનીય પાત્રોમાં પરમાત્મા શિરમોર સ્થાને છે. નિર્મળ અવધિજ્ઞાનના સ્વામી એવા ઇન્દ્રો અને ચક્રવર્તીઓ પણ સર્વજ્ઞતા અને વીતરાગતાના ગુણથી આકર્ષાઈ પૂજા-ભક્તિ કરે છે. એ પરાકાષ્ટાના કેવળજ્ઞાનાદિ ગુણો જ તેમની શાશ્વત સુખની યોગ્યતાને પ્રગટ કરે છે. परमणगयं मुणित्ता जोइंद-महिंदझाणमरिहंता / धम्मकहं अरिहंता अरिहंता हुंतु मे सरणं / / 16 / / ગાથાર્થ : અન્ય સર્વેના મનોગત ભાવોને જાણતા યોગીન્દ્રો એટલે વિશિષ્ટ જ્ઞાનાદિયોગબળને પામેલા શ્રી ગણધર ભગવંતો વગેરેને તથા મહેન્દ્રો એટલે સ્વર્ગના ઇંદ્રોને ધ્યાન કરવા યોગ્ય એવા ધર્મની કથા-ઉપદેશ કરવાને યોગ્ય એવા, અરિહંતો મને શરણ થાઓ.-૧૬. सव्वजियाणमहिंसं अरिहंता सञ्चवयणमरिहंता / बंभब्वयमरिहंता अरिहंता हुंतु मे सरणं / / 17 / / ગાથાર્થ H સર્વ જીવોની અહિંસા પાળવાને સમર્થ, સત્ય વચનની યોગ્યતાવાળા અને સંપૂર્ણ બ્રહ્મચર્યને ધરનારા અરિહંતો મને શરણ થાઓ.-૧૭. ओसरणमुवसरित्ता चउतीसं अइसए निसेवित्ता / धम्मकहं च कहित्ता अरिहंता हुंतु मे सरणं / / 18 / / ગાથાર્થ : સમવસરણમાં સુવર્ણરચિત સિંહાસને બેસીને, જિનનામકર્મરૂપી અતિશાયી પુણ્યના પ્રભાવે ચોત્રીસ અતિશયની મહાઋદ્ધિને જગતના કલ્યાણ માટે ભોગવતા અને ભવસમુદ્રને તારનારી ધર્મકથાને કરતા એવા અરિહંતદેવો મને શરણ થાઓ.-૧૮.