Book Title: Agam Chatusharan Prakirnakam
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 324
________________ રહદ-૩/પરિશિષ્ટ-૨૬ 261 અને તેવી વૃત્તિ પેદા થાય તેમ પણ નથી, અને તેવો જીવ અપ્રજ્ઞાપનીય ભૂમિકાવાળો છે; તેથી તેની તે સર્વક્રિયાઓ યોગીકુળમાં જન્મની બાધક છે. જ્યારે પ્રજ્ઞાપનીય જીવ કે પોતાની ત્રુટિને દૂર કરવાની ઇચ્છાવાળો જીવ, જે કાંઇ દ્રવ્યક્રિયા કરે છે, તે વિશિષ્ટ યોગીકુળમાં જન્મની પ્રાપ્તિનું કારણ નહિ હોવા છતાં, સર્વથા યોગીકુળના જન્મની બાધક બનતી નથી અને જેઓ આ સઘળી ક્રિયાઓ અર્થના ઉપયોગપૂર્વક કરે છે, તેમની તે ક્રિયાઓ ઉત્તમ કોટિના યોગીકુળના જન્મની પ્રાપ્તિનું કારણ બને છે. પરંતુ લંપાક સ્વીકારે છે તેમ લોગસ્સ સૂત્ર નામમાત્રના ઉત્કીર્તનરૂપ સ્વીકારીએ તો શાસ્ત્ર જ અર્થના ઉપયોગ વગર ચતુર્વિશતિસ્તવ બોલવાનું કહે છે, તેમ માનવું પડે. અને તેમ માનીએ તો અર્થના ઉપયોગ વગર જ બોલવાની રુચિ પણ થાય, જે વિપર્યાસરૂપ છે, તેથી યોગીકુળમાં જન્મ થાય નહિ; માટે નામમાત્ર બોલવામાં તાત્પર્ય સ્વીકારી શકાય નહિ. ટીકાર્ચ - અત નિષઃ | આથી કરીને જ પૂર્વમાં કહ્યું કે અર્થઉપયોગરહિત એવા ઉત્કીર્તનનું રાજાની વેઠસમપણું હોવાને કારણે યોગીકુળમાં જન્મનું બાધકપણું છે. આથી કરીને જ, દ્રવ્ય આવશ્યકનો નિષેધ છેષશાસ્ત્રમાં અપ્રધાનદ્રવ્ય આવશ્યકનો નિષેધ છે. ઉત્થાન - અહીં પ્રશ્ન થાય કે, દ્રવ્ય આવશ્યકનો શાસ્ત્રમાં નિષેધ છે, પરંતુ અર્થોપયોગરહિત ઉત્કીર્તન દ્રવ્યઆવશ્યક છે તે કેવી રીતે નક્કી થાય? તેથી કહે છે - ટીકાર્ય : સ ... ધ્યત્તિ I અને સૂત્રમાં અનુપયોગ દ્રવ્ય છે, એ પ્રકારે અનુયોગદ્વારાદિમાં સેંકડો વખત ઉદ્ઘોષિત છે-કહેલું છે, અને વળી અર્થોપયોગમાં વાક્યર્થપણાથી જ દ્રવ્યજિનની આરાધ્યતા સિદ્ધ થાય છે. વિશેષાર્થ: ચતુર્વિશતિસ્તવમાં અર્થોપયોગપૂર્વક પ્રવૃત્તિ કરવાથી તે તે નામથી વાચ્ય એવા દ્રવ્યજિનની ઉપસ્થિતિ થાય છે, અને તેનું ઉત્કીર્તન હોવાને કારણે દ્રજિનની આરાધ્યતા સિદ્ધ થાય છે. ટીકા - एतेन द्रव्यजिनस्याराध्यत्वे करतलपरिकलितजलचुलुकत्तिजीवानामप्याराध्यत्वापत्तिस्तेषामपि कदाचिज्जिनपदवीप्राप्तिसंभवादिति, शासनविडंबकस्य लुम्पकस्योपहासो निरस्तो द्रव्यजिनत्वनियामकपर्यायस्य तत्रापरिज्ञानात् / .

Loading...

Page Navigation
1 ... 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342