________________ 268 श्रीचतुःशरणप्रकीर्णकम् શેષ અપ્રધાન=દ્રવ્યભૂત એ પ્રમાણે આવશ્યનિયુક્તિ ગાથાના ચોથા પાદનો અર્થ છે. તેથી શેષનો અર્થ અપ્રધાન શ્રુતદ્રવ્યશ્રત થાય છે અને તે દ્રવ્યશ્રુતથી પ્રધાન દ્રવ્યશ્રુત ગ્રહણ કરેલ છે, પરંતુ અપ્રધાન દ્રવ્યશ્રુત ગ્રહણ કરવાનું નથી.) વિશેષાર્થઃ અહીં વિશેષ એ છે કે ભાવકૃત છે તે પ્રધાનશ્રત છે, અને જે દ્રવ્યદ્ભુત છે તે અપ્રધાનશ્રુત છે. તે અપેક્ષાએ શેષનો અર્થ અપ્રધાન=દ્રવ્યભૂત છે, એ પ્રકારનો કરેલ છે. પરંતુ અપ્રધાનદ્રવ્યશ્રુત છે એવો અર્થ શેષનો કરવાનો નથી, કેમ કે ભગવાનની વાણી એ અપ્રધાનદ્રવ્યશ્રત નથી, પરંતુ પ્રધાનદ્રવ્યશ્રત છે. આ અર્થ આવશ્યકનિર્યુક્તિની ટીકા પ્રમાણે કરેલ છે. : * ભાવકૃતઃપ્રધાનશ્રુત, દ્રવ્યશ્રુત-અપ્રધાનશ્રત. આમ છતા ભાવકૃતનું કારણ તે પ્રધાનદ્રવ્યશ્રુત છે અને જે ભાવશ્રુતનું કારણ નથી, તે અપ્રધાનદ્રવ્યશ્રુત છે. ઉત્થાન : અહીં પૂર્વપક્ષી કહે કે ભાવશ્રુત જ વંદનીય છે અને દ્રવ્યશ્રુત વંદનીય નથી માટે ભગવાનની વાણી દ્રવ્યશ્રુત હોવાથી વંદનીય નથી, પરંતુ ભગવાનના મુખમાંથી નીકળેલી છે માટે વંદનીય છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે - ઢીકાર્ય : - પવન...ગણનુપત્તિઃ ભગવાનના મુખમાંથી નીકળેલી જ વાણી વંદનીય છે, અન્ય નહિ; એ પ્રમાણે બોલતો વળી (૯પાક) સ્વમુખથી જ હણાય છે, કેમ કે કેવલ એવી તેનું=ભગવાનના મુખમાંથી નીકળેલી જ વાણીનું, શ્રવણઅયોગ્યપણું હોવાને કારણે શ્રોતમાં ભાવકૃતનું અજનન થવાને કારણે દ્રવ્યકૃતરૂપપણા વડે પણ અનુપપત્તિ છે. * કવ્યકૃત–પતાયા કથનપદ' અહીં પ થી એ કહેવું છે કે, ભાવશ્રુતપણારૂપે તો અનુપપત્તિ છે, પણ દ્રવ્યશ્રતપણા વડે પણ અનુપપત્તિ છે. તેથી તે વાણી ભાવશ્રુતરૂપ પણ નથી અને દ્રવ્યશ્રુત પણ નથી. તેથી તે ઉપકારક નથી. માટે લંપાકના મત પ્રમાણે અનુપકારક તેવી વાણી વંદનીય છે, પરંતુ એમ કહેવું તે પરસ્પર વિરોધરૂપ છે, તેથી લુપાક સ્વમુખથી હણાય છે. ઉત્થાન : અહીં પૂર્વપક્ષી સમાધાન કરે કે, કેવલ ભગવાનની વાણીમાં શ્રવણ-અયોગ્યપણું હોવા છતાં મિશ્રવાણી શ્રવણયોગ્ય છે, તેથી તે ભાવશ્રુતનું કારણ માની શકાશે અને તેથી તે વાણી ઉપકારક છે, તેમ કહી શકાશે, માટે કોઈ વિરોધ નથી. તેથી કહે છે -