________________ ર૭૦ श्रीचतुःशरणप्रकीर्णकम् ટીકાર્ચ - પર્તન...દવ્યતીર્થત્યાત્ આના દ્વારા પૂર્વમાં કહ્યું કે ભાવદ્યુતનું કારણ હોવાને કારણે અક્ષરાદિરૂપ દ્રવ્યશ્રુત પણ આરાધ્ય છે આના દ્વારા, સિદ્ધાચલાદિનું આરાધ્યપણું પણ વ્યાખ્યાન કરાયું. કેમ કે જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ ભાવતીર્થનું હેતુપણું હોવાને કારણે આનું સિદ્ધાચલાદિનું દ્રવ્યતીર્થપણું છે. વિશેષાર્થ : આત્માને સંસારથી તારે તે તીર્થ” આ વ્યુત્પત્તિથી જ્ઞાન, દર્શન અને ચારિત્ર જીવને તારનારાં છે. માટે ભાવતીર્થ છે; અને તેનું કારણ સિદ્ધાચલાદિ છે, તેથી તે દ્રવ્યતીર્થ છે. કેમ કે સમ્યગુ બહુમાનપૂર્વક સિદ્ધાચલાદિની યાત્રા કરવાથી રત્નત્રયનો પ્રાદુર્ભાવ થવામાં પ્રબળ કારણભૂત સિદ્ધાચલાદિ છે, તેથી તે દ્રવ્યતીર્થ છે. ઉત્થાન : અહીં પ્રશ્ન થાય કે, અનંત જીવો જેમ સિદ્ધાચલ ઉપર સિદ્ધ થયા છે, તેમ અન્યત્ર પણ સિદ્ધ થયા છે. તેથી તેના કારણે જો સિદ્ધાચલ દ્રવ્યતીર્થ હોય તો અઢીદ્વીપમાત્ર અનંતસિદ્ધોનું સ્થાન હોવાથી દ્રવ્યતીર્થ પ્રાપ્ત થશે. તેથી કહે છે - ટીકાર્ચ - અનન્તરિ...... વિપત્તિ, અનંતકોટિ સિદ્ધસ્થાનપણાનું અન્યત્ર અવિશેષ હોવા છતાં પણ સ્કુટ પ્રતીય માન સ્પષ્ટ જણાતા. તભાવને કારણે=ભાવતીર્થના હેતુપણાને કારણે, (સિદ્ધાચલાદિમાં) તીર્થની સ્થાપના હોવાથી જ અહીં સિદ્ધાચલાદિમાં, વિશેષ છે. તેથી જ સિદ્ધાચલાદિ જ દ્રવ્યતીર્થ છે, અન્ય ક્ષેત્ર નહિ. વિશેષાર્થ - અઢી દ્વીપમાત્રમાંથી અનંતા સિદ્ધ થયેલા છે, આમ છતાં સિદ્ધાચલને અવલંબીને અન્ય ક્ષેત્રો કરતાં અન્ય સિદ્ધ અધિક થયા છે. યદ્યપિ મહાવિદેહક્ષેત્રમાં તેનાથી અધિક સિદ્ધોની પ્રાપ્તિ થઈ શકે છે, કેમ કે મહાવિદેહક્ષેત્રમાં સિદ્ધિગમન સતત ચાલુ છે; જ્યારે સિદ્ધાચલાદિમાં મહાવિદેહક્ષેત્રની અપેક્ષાએ અલ્પ સંખ્યાની પ્રાપ્તિ થાય; તો પણ સિદ્ધાચલ શાશ્વત તીર્થ છે, અને તેના જ પ્રબળ નિમિત્તથી રત્નત્રયીની પ્રાપ્તિ થાય છે; તેથી યોગ્ય જીવને રત્નત્રયીની પ્રાપ્તિમાં જે રીતે સિદ્ધાચલાદિ કારણ બને છે, તે રીતે મહાવિદેહક્ષેત્ર બનતું નથી. તેથી જ કહેલ છે કે સ્કુટ