Book Title: Agam Chatusharan Prakirnakam
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 334
________________ -/પરિશિષ્ટ-૧૨ 271 પ્રતીય માનતભાવ હોવાને કારણે સ્પષ્ટ રીતે જણાતા રત્નત્રયીના હેતપણાને કારણે, તીર્થની સ્થાપના કરવામાં આવી છે. તેથી જ અન્ય ક્ષેત્ર કરતાં સિદ્ધાચલાદિમાં વિશેષ છે, તેથી જ સિદ્ધાચલનું આરાધ્યપણું સિદ્ધ થાય છે. ઉત્થાન - - અહીં પ્રશ્ન થાય કે તીર્થકર તીર્થ કરે છે, અને તે તીર્થ ત્રણ પ્રકારનાં શાસ્ત્રમાં કહેલ છે - (1) પ્રથમ ગણધર, (2) પ્રવચન અને (3) ચતુર્વિધ સંઘ - અને આ તીર્થને જ તીર્થકર કરે છે; પરંતુ સિદ્ધાચલાદિને તીર્થકરો કરતા નથી, તેથી સિદ્ધાચલાદિને તીર્થ કહેવું અસંગત છે. તેના નિરાકરણરૂપે કહે છે - ટીકાર્ચ - મનુવાતિના નદીત | અનુભવાદિથી તે પ્રકારે સિદ્ધ થયે છતે=ભાવતીર્થના કારણરૂપ સિદ્ધાચલાદિ છે તે પ્રકારે સિદ્ધ થયે છતે, શ્રુતપરિભાષાના અભાવનું અતંત્રપણું છે. અન્યથા શ્રુતપરિભાષાના અભાવનું અતંત્રપણું માનવામાં ન આવે અને શ્રુતપરિભાષા પ્રમાણે ત્રણને જ તીર્થ સ્વીકારવામાં આવે તો, ચતુર્વર્ણ શ્રમણ સંઘમાં તીર્થપણું પ્રાપ્ત થાય, અને તીર્થંકરમાં તસ્બાહ્યત્વ=તીર્થબાહ્યત્વ, પ્રાપ્ત થાય, એ પણ વિચારકોટિમાં સંગત થતું નથી સ્વીકારવું ઉચિત લાગતું નથી. વિશેષાર્થ: અનુભવથી અને શાસ્ત્રવચનથી એ સિદ્ધ છે કે, સિદ્ધાચલાદિને પ્રાપ્ત કરીને જીવમાં જ્ઞાનદર્શન-ચારિત્રની પ્રાપ્તિ થાય છે, કે પ્રાપ્ત થયેલાં હોય તો તે અતિશયિત થાય છે અને તારનાર એવા રત્નત્રયીરૂપ ભાવતીર્થના કારણરૂપ હોવાને કારણે એમાં દ્રવ્યતીર્થપણાની સિદ્ધિ થયે છતે, શ્રુતપરિભાષાનો અભાવ ત્યાં નિયામક નથી=શ્રુતની ત્રણ પ્રકારના તીર્થમાં જે પરિભાષા છે, તે પરિભાષાથી સિદ્ધાચલાદિ તીર્થરૂપે કહી શકાય નહિ, તો પણ ભાવતીર્થના હેતુરૂપે દ્રવ્યતીર્થ માનવામાં કોઇ દોષ નથી. અન્યથા શ્રુતપરિભાષાને અવલંબીને જ તીર્થપણું જો નક્કી કરવામાં આવે તો, સિદ્ધાચલાદિને તીર્થ માની શકાય નહિ, તે જ રીતે તીર્થકરોને પણ તીર્થ માની શકાય નહિ, પરંતુ તસ્બાહ્ય જ માનવા પડે. પરંતુ તેમ માનવું ઉચિત ગણાય નહિ, કેમ કે તીર્થબાહ્ય અન્યતીર્થિકો છે, પરંતુ તીર્થકરો નથી. ' અહીં વિશેષ એ છે કે, ભાવતીર્થ એ રત્નત્રયી છે; અને જેમ સિદ્ધાચલાદિ દ્રવ્યતીર્થ છે તેમ 1 ચતુર્વિધ શ્રમણસંઘ, પ્રથમ ગણધર અને તીર્થકર એ પણ દ્રવ્યતીર્થ છે. ફક્ત સિદ્ધાચલાદિ સ્થાવરતીર્થ છે અને ચતુર્વિધ શ્રમણસંઘાદિ જંગમતીર્થ છે.

Loading...

Page Navigation
1 ... 332 333 334 335 336 337 338 339 340 341 342