Book Title: Agam Chatusharan Prakirnakam
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 323
________________ 260 श्रीचतुःशरणप्रकीर्णकम् ટીકાર્ય - .... પત્નીત્ અને ઋષભ-અજિતાદિકાળમાં એક સ્તવ, દ્વિસ્તવાદિ પ્રક્રિયા પણ કરવી શકય નથી, કેમ કે શાશ્વત અધ્યયનપાઠની લેશથી પણ પરાવૃત્તિ કરવાથી કૃતાંતકોનું વજલપપણું છે. વિશેષાર્થ : ચતુર્વિશતિસ્તવ શાશ્વત અધ્યયન પાઠ છે, અને તેને એક સ્તવ, બે સ્તવાદિ પ્રક્રિયા કરીએ તો પરાવૃત્તિ થાય, અને તે ઉસૂત્રભાષણરૂપ હોવાથી દીર્ધસંસારનું કારણ બને છે. અહીં વિશેષ એ છે કે, દરેક ચોવીસીમાં તીર્થકરો ભિન્ન ભિન્ન થાય છે તો પણ ચતુર્વિશતિસ્તવ શાશ્વત છે; ફક્ત તે તે ચોવીસીમાં તે તે નામો યુક્ત ચતુર્વિશતિસ્તવની ગણધરો રચના કરે છે. તેથી પ્રસ્તુત નામવાળું ચતુર્વિશતિસ્તવ શાશ્વત નહિ હોવા છતાં ચતુર્વિશતિસ્તવરૂપે શાશ્વત છે. ટીકાર્ય - ....નાથાત, અને નામ ઉત્કીર્તનમાત્રમાં તાત્પર્ય હોવાને કારણે અવિરોધ છે એમ ન કહેવું, કેમ કે અર્થના ઉપયોગરહિત એવા ઉત્કીર્તનનું રાજવિષ્ટિઇરાજાની વેઠ, સમપણું હોવાને કારણે યોગકુળમાં જન્મનું બાધકપણું છે. વિશેષાર્થ - પૂર્વપક્ષીનું એ કહેવું છે કે, ઋષભદેવ ભગવાનના કાળમાં ચતુર્વિશતિસ્તવની આરાધના થાય છે ત્યાં, ચોવીસે તીર્થકરોના નામમાત્રનું ઉત્કીર્તન કરવામાં તાત્પર્ય છે; તેથી ત્રેવીસ તીર્થપતિઓને દ્રવ્યનિક્ષેપા આરાધ્ય છે એવો અર્થ તે સ્તવથી પ્રાપ્ત થાય નહિ, તેથી અવિરોધ છે ઇંદ્ર નિક્ષેપો ન સ્વીકારીએ તો પણ વાંધો નથી. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે, અવિરોધ છે એમ ન કહેવું, કેમ કે અર્થના ઉપયોગરહિત જે નામમાત્રનું ઉત્કીર્તન છે તે રાજાની વેઠ સમાન છે, અને તે યોગીકુળના જન્મનું બાધક છે. આથી કરીને જ દ્રવ્યઆવશ્યકનો નિષેધ શાસ્ત્રમાં કરેલ છે. અહીં વિશેષ એ છે કે આ રીતે અર્થના ઉપયોગરહિત ઉત્કીર્તન યોગીકુળના જન્મનું બાધક કહીએ તો, બહુલતાએ સર્વની ક્રિયાઓ અર્થોપયોગરહિત થવાની સંભાવનાને કારણે અનર્થરૂપ પ્રાપ્ત થાય. કહેવાનો આશય એ છે કે, જે જીવ અર્થનો તીવ્ર સ્પૃહાલુ હોય, અને શક્તિના અભાવને કારણે કે તથાવિધ પ્રમાદને કારણે અર્થમાં યત્ન ન કરતો હોય, તો પણ અર્થને પ્રાપ્ત કરવાની તીવ્ર સ્પૃહા હોય, તેથી જ પોતાના પ્રમાદની વારંવાર નિંદા કરતો હોય, અને તેને દૂર કરવા માટે કાંઈક યત્ન પણ કરતો હોય; તે જીવનો તે દ્રક્રિયામાં વર્તતો દોષ નિરનુબંધ હોય છે, તેથી તે દ્રવ્ય આવશ્યકપણું ભાવના કારણરૂપ બને છે. પરંતુ જે જીવને અર્થપૂર્વક કરવાની વૃત્તિ જ નથી,

Loading...

Page Navigation
1 ... 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342