Book Title: Agam Chatusharan Prakirnakam
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 328
________________ રઇ-૩/ રાષ્ટ-૨૨ 265 નહિ; એમ કહીને પૂર્વપક્ષીને એ કહેવું છે કે, મરીચિ તો તીર્થકર થવાના અતિદૂરવર્તી હોવાથી તેમને દ્રવ્યજિન કહી શકાશે નહિ; માટે દ્રજિનરૂપે મરીચિને વંઘ સ્વીકારવા ઉચિત નથી. પૂર્વપક્ષીના ઉક્ત કથનનો ઉત્તર ગ્રંથકાર ‘સત્ય' થી આપતાં કહે છે કે, તારી વાત સાચી છેઅનુયોગદ્વારસૂત્રમાં આ ત્રણ પ્રકારના દ્રવ્યત્વનો સ્વીકાર કર્યો છે એ રીતે, મરીચિ દ્રવ્ય જિન સ્વીકારી શકાય નહિ; કેમ કે, તે ત્રણે આયુષ્યકર્મથી ઘટિત દ્રવ્યસ્વરૂપ છે, અને તે એકભવિકાદિ ત્રણે તીર્થંકર થવાના અતિ આસન્ન હોય તેવા તીર્થકરને દ્રવ્યતીર્થકરરૂપે ગ્રહણ કરેલ છે. તો પણ દ્રવ્યતીર્થકરના ફળભૂત જે ભાવતીર્થંકરપદ, તેની જનનયોગ્યતારૂપ દ્રવ્યતીર્થકપણું, પ્રકાદિ દષ્ટાંતથી નૈગમનયનું આશ્રમણ કરીને દૂરમાં પણ સંભવી શકે છે. કહેવાનો આશય એ છે કે, ભાવતીર્થંકરની અતિ નજીક એવા આયુષ્યકર્મથી ઘટિત એકભવિકાદિ મરીચિમાં નથી, તેથી તે અપેક્ષાએ મરીચિને દ્રવ્યતીર્થકર કહીને ઉપાસ્ય માની શકાય નહિ; તો પણ ભાવતીર્થકર થવાથી યોગ્યતા મરીચિમાં દૂરવર્તી છે, અને અશુદ્ધનગમનય પ્રસ્થકાદિ દષ્ટાંતથી દૂરવતી યોગ્યતાને સ્વીકારે છે; તે રીતે અશુદ્ધનગમનયનું અલંબન લઈને મરીચિમાં પણ ભાવતીર્થંકરની યોગ્યતા છે, તેને સામે રાખીને દ્રવ્યતીર્થંકરરૂપ આરાધ્યતા સ્વીકારવામાં કોઈ દોષ નથી. ટીકાર્ચ - - યોતિબિરોષ.સંછ | અને જ્ઞાનીના વચનથી અવગત-જણાયેલી, યોગ્યતા વિશેષમાં દોષની ઉપેક્ષા કરીને પણ તેઓના વંદન-વૈયાવૃત્યાદિનો વ્યવહાર સંગત થાય છે. વિશેષાર્થ: - કોઈને શંકા થાય કે, વસ્તુત: મરીચિમાં દ્રવ્યજિનપણું ઘટતું નથી; કેમ કે અનુયોગદ્વારસૂત્રમાં ત્રણ પ્રકારનું દ્રવ્યત્વ કહ્યું છે. આ શંકાનું સમાધાન કરીને સ્થાપન કર્યું કે, મરીચિમાં દૂરવર્તી પણ દ્રવ્યત્વ છે; તેથી ત્યાં સામાન્યથી વંદનવ્યવહાર સંગત છે; અને જ્ઞાનીના વચનથી એવી યોગ્યતા વિશેષ જણાયે છતેઇઆસન્નકાળમાં સિદ્ધપદપ્રાપ્તિ થવાની છે અથવા તીર્થંકર થનાર છે તે પ્રકારની યોગ્યતાવિશેષ જણાયે છતે, અવિરતિ આદિ દોષની ઉપેક્ષા કરીને પણ તેઓના વંદનવૈયાવચ્યાદિમાં વ્યવહાર સંગત થાય છે. ટીકાર્ય - મત .નિ | આથી કરીને જ વીરવચનથી અતિમુક્તઋષિની ભાવિભદ્રતા જાણીને વ્રતમ્મલિતની ઉપેક્ષા કરીને સ્થવિરો વડો અગ્લાનિથી વૈયાવૃત્ય કરાયુંઉત્સાહપૂર્વક વેયાવૃત્ય કરાયું.

Loading...

Page Navigation
1 ... 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342