________________ परिशिष्टः-११ समालोचना 'प्रस्तुतप्रकीर्णकस्य चतुर्दशगाथाया बृहद्विवरणादिमध्ये व्यावर्णितपदार्थबोधनिर्णयाय सूक्ष्मैक्षिकयावलोकनीयोऽयं परिशिष्टो विद्वद्वभिः / - सम्पादकः .. प्रतिमाशतकम् श्लोक-२ वृत्तिः / द्रव्यनिक्षेपाराध्यता च सूत्रयुक्त्या स्फुटव प्रतीयते तथाहि-श्रीआदिनाथवारके साधूनामावश्यकक्रियां कुर्वतां चतुर्विंशतिस्तवाराधने त्रयोविंशतिव्यजिना एवाराध्यतामास्कन्देयुरिति / न च ऋषभाजितादिकाले एकस्तवद्विस्तवादिप्रक्रियापि कतुं शक्या शास्वताध्ययनपाठस्य लेशेनापि परावृत्त्या कृतान्तकोपस्य वज्रलेपत्वात् / न च नामोत्कीर्तनमात्रे तात्पर्यादविरोधोऽर्थोपयोगरहितस्योत्कीर्तनस्य राजविष्टिसमत्वेन योगिकुलजन्मबाधकत्वात्, अत एव द्रव्यावश्यकस्य निषेधः सूत्रे 'अनुपयोगश्च द्रव्य' मिति शतश उद्घोषितमनुयोगद्वारादौ अर्थोपयोगे तु वाक्यार्थतयैव सिद्धा द्रव्यजिनाराध्यतेति / टीकार्थ :- द्रव्यनिक्षेपाराध्यता...एवाराध्यतामास्कन्देयुरिति / अने द्रव्यनिक्षेपनुं माराध्य५j સૂત્રયુક્તિથી સ્પષ્ટ રીતે જ પ્રતીત થાય છે, તે આ પ્રમાણે - - શ્રી આદિનાથ ભગવાનના કાળમાં સાધુઓને આવશ્યકક્રિયાને કરતાં ચતુર્વિશતિ સ્તવની આરાધનામાં ત્રેવીસ દ્રવ્યજિનો જ આરાધ્યપણાને પામે. विशेषार्थ : - અહીં વિશેષ એ છે કે, યદ્યપિ વર્તમાનમાં પણ ચોવીસ તીર્થંકરો ભાવતીર્થંકરરૂપ નથી, પરંતુ સિદ્ધાવસ્થાને પામેલા હોવાથી દ્રવ્યતીર્થંકરરૂપ જ છે; તો પણ દ્રવ્યનિક્ષેપાની સિદ્ધિ અર્થે વર્તમાનમાં પ્રચલિત ચતુર્વિશતિસ્તવને ગ્રહણ કરતાં પ્રથમ તીર્થપતિના કાળને જ અહીં ગ્રહણ કરેલ છે. તેનું કારણ વર્તમાનમાં ચોવીસ તીર્થંકરો સિદ્ધાવસ્થામાં હોવાથી દ્રવ્યજિન હોવા છતાં વર્તમાનમાં ગુણસંપત્તિયુક્ત છે, કેમ કે સિદ્ધાવસ્થામાં પરિપૂર્ણ ગુણયુક્ત છે; જ્યારે ઋષભદેવ ભગવાનના કાળમાં અન્ય તીર્થકરો યાવતું એકેન્દ્રિયાદિમાં પણ હોઈ શકે છે, અને તે ભૂમિકામાં મોક્ષને અનુકૂળ સંપૂર્ણ ગુણસંપત્તિનો અભાવ પણ હોઇ શકે છે; આમ છતાં તેઓ આરાધ્યપણાને પામે છે, તે વસ્તુ કારણ અવસ્થારૂપ દ્રવ્યનિપાની આરાધ્યતાને બતાવે છે.