________________ gu૬-૩/પરિશિષ્ટ-૩ 179 ઉત્તમ વસ્તુની પ્રાપ્તિ માટે યોગ્યતા જોઈએ. દરિદ્રને ત્યાં કલ્પવૃક્ષ ન ઊગે, નિર્ભાગીને ચિંતામણિ ન મળે, તેમ આ વિશ્વમાં ઉત્તમોત્તમ ચારનું શરણ પણ ધન્ય પુરુષ જ પ્રાપ્ત કરી શકે. વિશ્વમાં રાજ્યસન કે ઇન્દ્રાસન દુર્લભ નથી, અરિહંતાદિનું શરણ દુર્લભ છે.-૧૧. હવે તેઓનું શરણ કેવી રીતે લેવું? તે કહે છે. अह सो जिणभत्तिभरुच्छरंतरोमंचकंचुयकरालो / पहरिसपणउम्मीसं सीसम्मि कयंजली भणइ / / 12 / / ગાથાર્થ: હવે જિનેશ્વર પ્રત્યેની ભક્તિના સમૂહથી ઉન્નત બનેલા રૂંવાટા રૂપ બખ્તરથી (અંતરંગ શત્રુઓ માટે) ભીષણ અને અત્યંત હર્ષ-સ્નેહથીયુક્ત એવો તે (ધન્યાત્મા) મસ્તકને વિશે બે હાથ જોડવા સ્વરૂપ અંજલી કરીને ભણે છે-૧૨. ભવ્ય જીવને પ્રભુના ઉપકારોનું, તેમની નિર્મળતા વગેરેનું જ્ઞાન થતાં તેમના પ્રત્યે બહુમાનભક્તિના પરિણામ પ્રગટે છે. તેમાં પણ અંધને ચક્ષની પ્રાપ્તિ જેવો આનંદ ઉલ્લાસ પ્રગટે છે, શરીરની રોમરાજી પણ વિકસ્વર થાય છે, ભાવથી પ્રાર્થના કરતા, ઘણાં કર્મો પણ ખપે છે.-૧૨. અરિહંત શરણઃ राग-द्दोसारीणं हेता कम्मट्ठगाइअरिहंता / विसय-कसायारीणं अरिहंता हुतु मे सरणं / / 13 / / ગાથાર્થ રાગદ્વેષરૂપી શત્રુઓને હણનારા, આઠ કર્મોરૂપ અરિને હણનારા અને વિષય-કષાયોરૂપ શત્રુઓને હણનાર એમ સાન્વર્થ નામવાળા અરિહંતો મને શરણ બનો. (13) મારા અનંતાનંત દુઃખોના મૂળકારણ ભૂત રાગ-દ્વેષાદિ શત્રુઓ છે, અને પોતે તેના પરાભવને પામેલો છે; એમ જ્યારે આત્મા જાણે છે, ત્યારે નિધન ધનવાનનું કે રોગી વૈદ્યનું શરણ શોધે તેમ જીવ પણ શત્રુઓનો નાશ કરનારા-કરાવનારા શરણને શોધે છે, અને એવા શરણ્ય મળ્યા પણ શરણ માટે સહજ પ્રાર્થના કરે છે-૧૩. रायसिरिमवकमित्ता तव-चरणं दुञ्चरं अणुचरित्ता / केवलसिरिमरिहंता अरिहंता हुंतु मे सरणं / / 14 / / ગાથાર્થ: રાજ્યલક્ષ્મીનો ત્યાગ કરીને અને દુશ્ચર (આકરી) તપશ્ચર્યાને આચરીને કેવળજ્ઞાન કેવળદર્શનાદિ લક્ષ્મીને યોગ્ય બનનારા (પ્રાપ્તકરનારા) અરિહંતો મને શરણ થાઓ.-૧૪.