________________ g૩-/પરિશિષ્ટ-૩ 183 ગાથાર્થઃ રાગદ્વેષાદિ પ્રત્યેનીકોનું અપમાન-અનાદર કરનારા, ધ્યાનરૂપી અગ્નિ દ્વારા સમગ્ર સંસારના (કર્મોરૂપ) બીજને બાળી નાંખનારા, યોગીશ્વરોને પણ શરણ કરવા યોગ્ય અને સતત સ્મરણ (ધ્યાન) કરવા યોગ્ય એવા સિદ્ધો મને શરણ થાઓ.-૨૭. पावियपरमाणंदा गुणनीसंदा विदिण्णभवकंदा / लहुईकयरवि-चंदा सिद्धा सरणं खवियदंदा / / 28 / / ગાથાર્થ : પરમાનંદને પ્રાપ્ત કરાવનારા અથવા પોતે પરમાનંદને પામેલા, ગુણોનાં સારભૂત, સંસારના મૂળરૂપ મિથ્યાત્વાદિ પાપોનો છેદ કરનારા પોતાના જ્ઞાનપ્રકાશથી સૂર્ય અને ચંદ્રને પણ જીતનારા અને રાગ-દ્વેષ, પુણ્ય-પાપ સુખ-દુઃખ વગેરે પરસ્પર વિરોધી ઢંઢોનો ક્ષય કરનારા એવા સિદ્ધો મને શરણ થાઓ.-૨૮. उवलद्धपरमबंभा दुल्लहलंभा विमुक्कसंरंभा / . भुवणघरधरणखंभा सिद्धा सरणं निरारंभा / / 29 / / ગાથાર્થઃ પરમબ્રહ્મ એટલે કેવળજ્ઞાનને પામેલા, જેની પ્રાપ્તિ (સામાન્ય જીવોને) દુર્લભ છે, અથવા દુર્લભ એવા મોક્ષ)ને પામેલા, અશુભ પ્રવત્તિ રૂપી સંરંભથી મુક્ત, ત્રણ ભુવનરૂપી ઘરને ધારણ કરવામાં સ્તંભ સરખા અને નિરારંભા-સર્વકાર્યોમાંથી નિવૃત્ત થયેલા એવા સિદ્ધો મને શરણ થાઓ.-૨૯. . એ પ્રમાણે સિદ્ધોના તે તે વિશિષ્ટ ગુણોની સ્તુતિ દ્વારા શરણ સ્વીકારીને હવે સાધુના શરણનો સ્વીકાર કરવા કહે છે કેसिद्धसरणेण नयबंभहेउसाहुगुण जणियअणुराओ / मेइणिमिलंतसुपसत्थमत्थओ तत्थिमं भणइ / / 30 / / ગાથાર્થ : સિદ્ધ ભગવંતોના શરણથી શ્રુતજ્ઞાનના હેતુરૂપ વિનય વગેરે સાધુઓના ગુણો (સાધુતા) પ્રત્યે જેને બહુમાન અથવા અનુરાગ પ્રગટ્યો છે તેવો ભવ્ય આત્મા પૃથ્વી સાથે ઉત્તમ મસ્તને આ જોડીને પૃથ્વી સુધી મસ્તકને નમાવીને) તેઓના વિષયમાં આ પ્રમાણે કહે છે-૩૦. સાધુશરણઃ जियलोयबंधुणो कुगइसिंधुणो पारगा महाभागा / કે નાફ સિવસુલાહ સાદુળો સર પર