________________ श्रीचतुःशरणप्रकीर्णकम् એથી શાસનસ્થાપક અરિહંતદેવો જીવમાત્રના અનંત ઉપકારી છે. ઉપકારીના ગુણોની સ્તુતિ એ કૃતજ્ઞતા છે અને કૃતજ્ઞતા અપેક્ષાએ સમ્યગ્દર્શન છે, તેથી તેમના ગુણકીર્તનથી સમ્યગ્દર્શનની શુદ્ધિ થાય છે માટે તે આવશ્યક છે. नाणाईया उ गुणा, तस्संपन्नपडिवत्तिकरणाओ / वंदणएणं विहिणा कीरइ सोही उ तेसिं तु / / 4 / / ગાથાર્થ ? જ્ઞાનાદિક આત્માના ગુણો છે, તે ગુણોને પામેલા ગુરુઓની વિધિપૂર્વક વંદના દ્વારા વિનય-સેવા કરવાથી પોતાનાં તે ગુણોની શુદ્ધિ (વૃદ્ધિ) થાય છે.-૪ ગુણો એ આત્માનું સાચું ધન છે. ધન મેળવવા ધનિકની સેવાની જેમ ગુણપ્રાપ્તિ માટે ગુણીની સેવા, વિનય, બહુમાન અનિવાર્ય-અવશ્ય કર્તવ્ય છે, માટે તેને આવશ્યક કહ્યું છે.-૪. खलियस्स य तेसि पुणो विहिणा जं निंदणाइ पडिकमणं / तेण पडिक्कमणेणं तेसि पि य कीरए सोही / / 5 / / ગાથાર્થ : પુનઃ તે જ્ઞાનાદિ ગુણોમાં જે સ્કૂલના (અતિચાર), તેની વિધિપૂર્વક નિંદા-ગ કરવી, તે પ્રતિક્રમણ છે. આ પ્રતિક્રમણ દ્વારા તે ગુણોની પણ શુદ્ધિ કરાય છે.પ. અનાદિ અજ્ઞાન અને મોહના કારણે પ્રસ્થને અલના થવી સંભવિત છે, પ્રતિક્રમણ દ્વારા અજ્ઞાન મોહનો પક્ષ તૂટે છે. સામાન્ય નિયમ છે કે જેની નિંદા કરીએ તેનો સંબંધ તૂટે. એ ન્યાયે નિંદાગર્હરૂપ પ્રતિક્રમણ દ્વારા મોહ-અજ્ઞાન વગેરેનો પક્ષ તૂટે છે, એથી પુનઃ તેવી અલના થતી નથી, એટલું જ નહિ, પ્રતિક્રમણથી ગુણનો પક્ષપાત (અનુબંધ) થાય છે, તેથી ગુણોની શુદ્ધિ અને વૃદ્ધિ થાય છે. માત્ર એ પ્રતિક્રમણ વિધિપૂર્વક ઉપયોગ અને પાપને તજવાની બુદ્ધિથી થવું જોઈએ, એ રીતે થાય તો તે અઈમુત્તા મુનિની જેમ અંતર્મુહૂર્તમાં શુદ્ધિ કરે છે અને પ્રસન્નચંદ્રરાજર્ષિની જેમ અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન અને મોક્ષ પણ આપી શકે છે, માટે તે અવશ્ય કરણીય-આવશ્યક છે.-૫. चरणाइयाइयाणं जहक्कम वणतिगिच्छरूवेणं / पडिकमणासुद्धाणं सोही तह काउसग्गेणं / / 6 / / ગાથાર્થઃ પ્રતિક્રમણથી શુધ્ધિ નહિ થયેલા ચારિત્રાચારઆદિના અતિચારોની, શરીર ઘાની ચિકિત્સાની જેમ ક્રમે કરીને કાર્યોત્સર્ગ દ્વારા શુદ્ધિ થાય છે--ક. . દશ પ્રકારનાં પ્રાયશ્ચિત્તો પૈકી પ્રતિક્રમણ બીજું અને કાયોત્સર્ગ પાંચમું પ્રાયશ્ચિત્ત છે. કેટલાંક પાપોની પ્રતિક્રમણથી શુદ્ધિ થાય છે, પણ પ્રતિક્રમણથી શુદ્ધ ન થાય તેવાં પણ પાપોની શુદ્ધિ માટે