Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Prankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
તેમના અલંકારને જ જુએ અને મોહાવિત પરિણતિ કરે તો તે પરિણતિ મિથ્યા છે.
ટૂંકમાં કહેવાનો સાર એ છે કે કોઇ પણ પદાર્થ કે ગ્રંથોને દોષ આપી શકાય તેમ નથી.
નંદીસૂત્ર આ નામકરણનું કારણ શું છે? શાસ્ત્રકારે તેના પાઠમાંથી ઉદ્ભવતો જે નંદીઘોષ-આલાદ આપે છે તેના આધારે નંદી' નામ આપ્યું હશે. સંપૂર્ણ શાસ્ત્ર જ્ઞાનાત્મક વિવેચનથી ભરપૂર છે. અહીં આપણે સમજી લેવું જોઇએ કે જૈનદર્શન પાસે એક અનોખી સ્યાદ્વાદની દૃષ્ટિ છે અને જે કાંઇ બૌધિક જ્ઞાનાત્મક નિર્ણયો થાય છે તે સ્યાદ્વાદની દ્રષ્ટિએ અંકિત થયેલા હોય છે. શાસ્ત્રોમાં સ્પષ્ટપણે સ્યાદ્વાદનો ઉલ્લેખ નથી પરંતુ ભગવતી જેવા વિરાટ શાસ્ત્રોમાં આપેક્ષિક કથનો જોવા મળે છે અને ભગવાન ‘સિયા' શબ્દનો પ્રયોગ કરીને કોઇ એક અપેક્ષાએ પદાર્થનો નિર્ણય કરવાનું સૂચન કરે છે. આ શાસ્ત્ર તો સંપૂર્ણ જ્ઞાનાત્મક હોવાથી અભ્યાસીઓએ સ્યાદ્વાદ દૃષ્ટિ રાખીને જ શાસ્ત્રના મંગલ ભાવો ગ્રાહ્ય કરવા આવશ્યક છે.
નંદીસૂત્રના પ્રારંભમાં પાંચ જ્ઞાનનો ઉલ્લેખ અને પશ્ચાત્ તેના ભેદ પ્રભેદોનું વિસ્તૃત વર્ણન છે પરંતુ પ્રશ્નના જવાબ રૂપે વ્યાખ્યાન કરતાં પ્રભેદનો ઉલ્લેખ કર્યો છે. આ રીતે શાસ્ત્રકારે એક નવી શૈલી અપનાવી છે. જેમ શિષ્ય પૂછે છે, તે વિંતં મUTTwi? ઉત્તરમાં શાસ્ત્રકાર મતિજ્ઞાનની વ્યાખ્યા ન કરતાં, તેના સ્વરૂપને પ્રગટ ન કરતાં, મતિજ્ઞાનના ભેદ અને પ્રકારને પ્રદર્શિત કરીને પુનઃ તે જ રીતે ભેદની પણ વ્યાખ્યા ન કરતાં, તેના પ્રભેદો બતાવે છે અને ઘણાં પ્રભેદો પછી અંતે તેના વિષયનું કથન કરે છે. શાસ્ત્રકારની આ શૈલીથી ફક્ત વૃક્ષ જ નહીં પરંતુ વૃક્ષની શાખા - પ્રશાખા, પાંદડા વગેરે બધું જાણવા સમજવાનો સંયોગ ઊભો થાય છે અને કોઇપણ જ્ઞાનનો એક ભેદ કેટલો વ્યાપક છે તેના કેટલાં વિશિષ્ટ ઉપકરણો છે, તે સમજવાની એક અદ્ભુત તક સાંપડે છે.
આપણે આ આમુખ પૂરો કરતાં પહેલાં જ્ઞાન તે જીવાત્માની કેવી વિશિષ્ટ શક્તિ છે
#
26 ON.*