Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
Th( 5.
સંપાદકીય
અપૂર્વ શ્રુતઆરાધક બા. બ્ર. પૂ. લીલમબાઈ મ. સ.
સઘળી સમસ્યાનું સમાધાન એક જ છે કે સમભાવમાં સંચરણ કરવું. વીતરાગ બનવા વિનય-વિવેકથી વિરતિમય બની વિચરણ કરવું. એવા અનેક ઉપાયો દર્શાવતું આગમ આવી રહ્યું તવ કર કમળમાં.
તીર્થકર ગણધરાદિની પ્રસાદી સમજી સ્થિત થઈ જાઓ સ્વરૂપાલયમાં. પ્રિય પાઠક ! સજ્જન ગણ !
વિશ્વવિખ્યાત અરિહંતના શ્રીમુખે આખ્યાત, ઋષિગણોના રોમરોમમાંથી પસાર થઈ વચનયોગથી વ્યાખ્યાત, અનેક પંડિત પુરુષોની યુક્તિ, ટીકા, ગુણ, ગાથા, ટબ્બાદિ પ્રવચનોથી પ્રખ્યાત, ત્રિશલાનંદના સિદ્ધાર્થ પુત્ર ભગવાન મહાવીર સ્વામીની ચરમ દેશનારૂપ પરંપરામાં પ્રસિદ્ધિ પામેલું, એવું શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ભાગ બીજો,"ગુપ્રાણ આગમ બત્રીસીનું આગમ રત્ન આપની સમક્ષ પ્રગટ કરી રહ્યા છીએ.
ઉત્તરાધ્યયન સૂત્રના શબ્દો છૂટા પાડતાં ઉત્ = ઊઠ, ઊભો થા અને તર = તરી જા. તુષ્કાના તરંગોથી વ્યાપ્ત સંસાર સાગરમાં ઉછળી રહેલા રાગ-દ્વેષાદિના મોજા તને ખેંચીને ડૂબાડી ન દે, માટે સપાટી ઉપર રહીને તારા આત્માનું અવલોકન કરી સંસાર સાગર તરી જા, તે તરવા માટે અધ્યયન = અભ્યાસ કર. આ સૂત્રમાં તરવાના ઉપાયરૂપે અનેક સાધનો, કથાનકો અને દષ્ટાંતોનું આલેખન છે. તું તારી શક્તિ અનુસાર, તને માફક આવે તેવા ઉપાયોને ગ્રહણ કરી લે. તે તે ઉપાયોના આચરણથી આ માનવ તનને શણગારી દે. આ માનવભવ તરવા માટેનું સુચારુ સાધન છે.
ભાઈ! તને મળેલી દષ્ટિનો ઉપયોગ, તારા આયુષ્ય પ્રાણનું દિવેલ ન ખૂટે ત્યાં સુધીમાં દક્ષતાપૂર્વક અપ્રમત્તભાવે કરી લે. પ્રથમ ભાગનું અવલોકન તો કર્યું જ હશે. તેમાં અસમાધિભાવોથી મુક્ત કરી શકે, તેવા વિનયશ્રુત કલાકલાપથી પ્રારંભીને સનાથભાવની સમાધિ પ્રગટાવે તેવા અધ્યયનો જ્ઞાની પુરુષોએ દાંત દ્વારા તદાકાર કરાવ્યા છે અને તેમાં આત્માની અમરગાથાના ગીત ગાયા છે. તેમજ ક્ષણભંગુર સંયોગી વાતાવરણના સર્જન માટે અવિનયાદિ દુર્ગુણોમાં ઓતપ્રોત થયેલા આત્માને માટે સડેલી કૂતરી, ભૂંડ, મૂર્ખ, બોકડો, અજ્ઞાની માનવાદિના ઉદાહરણ આપી વૃત્તિનો વળાંક વાળવા, શાશ્વત મોક્ષના મહેલમાં લઈ જવા માટે કપિલ, નમિરાજ, હરિકેશી, ચિત્ત