Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Author(s): Punitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અનુવાદિકાની કલમે
સાધ્વી શ્રી પુનિતાબાઈ મ.
તીર્થંકરોને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય ત્યાર પછી જગજ્જીવો પર પરમ કરુણા વરસાવી શાસનની સ્થાપના કરે છે અને શાસનના આધાર સ્તંભ સમ શાસ્ત્રના ઉપદેશ દ્વારા મોક્ષ માર્ગને પ્રગટ કરે છે. ગણધરો પ્રભુની વાણીને સૂત્રબદ્ધ કરે છે અને આચાર્ય ભગવંતો તે સ્વપર હિતકારી પરંપરાનું વહન કરતાં જિન શાસનને જીવંત અને જ્વલંત રાખે છે.
કાલક્રમે પૂર્વધર સ્થવિર ભગવંતો ગણધરો દ્વારા રચિત દ્વાદશાંગીમાંથી પૂર્વજ્ઞાનનો વિચ્છેદ થતો જાણી મહાવિશાલકાય દષ્ટિવાદ નામના બારમા અંગ સૂત્રમાંથી શાસન હિતકારી વિષયોનું ચયન કરીને તેને સ્વતંત્ર શાસ્ત્ર રૂપે ઉદ્ધરિત કરે કે નવીન રીતે સંપાદિત કરે છે. સ્થવિર ભગવંતોની તે શાસ્ત્ર રચના અંગ બાહ્ય સૂત્ર તરીકે પ્રસિદ્ધ છે.
વર્તમાનમાં તે અંગ બાહ્ય શાસ્ત્રોમાંથી કેટલાક શાસ્ત્રોને ઉપાંગ સૂત્ર સંજ્ઞા આપવામાં આવી છે. તે ઉપાંગ સૂત્રો બારની સંખ્યારૂપે પ્રસિદ્ધ થયા છે. તેમાં પ્રસ્તુત આગમ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર ત્રીજું ઉપાંગ સૂત્ર છે.
રચયિતા—રચનાકાલ :– આ આગમના રચિયતા કે તેના રચનાકાલની કોઈ માહિતી ઉપલબ્ધ નથી પરંતુ નંદીસૂત્રમાં અંગબાહ્ય ઉત્કાલિક સૂત્ર તરીકે તેનો નામોલ્લેખ હોવાથી તેની રચના નંદીસૂત્રના રચયિતા શ્રી દેવવાચક ક્ષમાશ્રમણના કાલની પૂર્વે અથવા તેના સમકાલે થઈ હોય તેમ સ્પષ્ટ થાય છે. તેમજ તેના રચિયતા કોઈ અજ્ઞાત સ્થવિર મુનિ ભગવંત છે. આ શાસ્ત્રના પ્રારંભમાં જ સૂત્ર છે કે–
સૂત્રઃ હ વતુ બિળમય બિખાણુમય........... અનુવ્વીટ્ટ્ ય તં सद्दहमाणा तं पत्तियमाणा तं रोयमाणा थेरा भगवंतो जीवाजीवाभिगम णामज्झयणं पण्णवइंसु ।
અર્થ : જૈન પ્રવચનમાં તીર્થંકર પરમાત્માના સિદ્ધાંત રૂપે દ્વાદશાંગી ગણિપિટક છે.
60