Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Author(s): Punitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
સંપાદન અનુભ
ડો. સાધ્વી આરતી તથા સાધ્વી સુબોધિકા
અનેકાંતવાદ એ જૈનદર્શનની આગવી વિશેષતા છે. વસ્તુના સર્વાગીણ સ્વરૂપ દર્શન માટે વિવિધ દૃષ્ટિએ તેનો અભ્યાસ આવશ્યક છે. વસ્તુને ભિન્ન-ભિન્ન દૃષ્ટિકોણથી નિહાળવી કે ભિન્ન-ભિન્ન અપેક્ષાએ વિચાર કરવો, તેને અનેકાંતવાદ કે સ્યાદ્વાદ કહે છે.
આગમોમાં યત્ર, તત્ર, સર્વત્ર આ અનેકાંત દષ્ટિકોણના દર્શન થતાં રહે છે. શ્રી જીવાજીવાભિગમ સૂત્રમાં અજીવના ભેદ-પ્રભેદોનું અને વિવિધ અપેક્ષાએ સંસારી જીવોના ૨, ૩, ૪, ૫, ૬, ૭, ૮, ૯ તથા ૧૦ પ્રકારના ભેદોનું કથન છે. તે ઉપરાંત બીજા ખંડમાં સર્વ જીવોના પણ ૨ થી ૧૦ સુધીના ભેદોનું કથન છે. આ રીતે આ સૂત્રની કથન પદ્ધતિમાં સ્યાદવાદ ઝળકી રહ્યો છે.
૨૪ દંડકના જીવોને પ્રાપ્ત શરીર, સ્થિતિ, અવગાહના, લેશ્યા, જ્ઞાન વગેરે ર૩ પ્રકારની ઋદ્ધિનું (દંડક નામે પ્રસિદ્ધ થોકડાનું) દિગ્દર્શન આ વિશાળકાય આગમ મહત્વનું અંગ બની રહે છે. તેમાં એક ઋદ્ધિનું નામ સંઘયણ છે. સંઘયણ એટલે હાડકાની મજબૂતાઈ, ઔદારિક શરીરમાં છ પ્રકારના સંઘયણમાંથી કોઈપણ એક સંઘયણ અવશ્ય હોય છે. સૂક્ષ્મ તથા બાદર પૃથ્વી, પાણી, અગ્નિ વગેરે સ્થાવર જીવોના શરીરમાં હાડકા દેખાતા નથી. તો તેમાં સંઘયણ કેમ હોય શકે ? શોધ-ખોળ કરતાં વૃત્તિમાં સમાધાન પ્રાપ્ત થયું કે હાડકા ન હોવા છતાં તે જીવોમાં હાડકા સંબંધિત શક્તિ હોવાથી તેઓ સંઘયણી છે અને આ શક્તિની તરતમતાના આધારે તે જીવોમાં અનેક આકાર-પ્રકારનું છેવટું સંઘયણ હોય છે. તેનું સ્પષ્ટીકરણ પ્રતિપત્તિ-૧ના શાસ્ત્રપાઠમાં છે.
પ્રતિપત્તિ–૩ દેવાધિકાર અનુસાર અસુરકુમારાદિ ભવનપતિના ભવનાવાસ પ્રથમ નરકના પૃથ્વીપિંડમાં છે. તેમાં ૧૩ પાથડા અને ૧૨ આંતરા છે. પાઘડામાં નરકાવાસ છે અને આંતરામાં ભવનો છે. ગ્રંથકારો ઉપર-નીચેના એક-એક આંતરાને શૂન્ય અને મધ્યના દસ આંતરામાં ૧૦ ભવનપતિના ભવનો કહે છે. પરંતુ ભગવતી
55.