Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મીન્જિરિતૃ” ઈત્યાદિ– | માયાવી પુરુષ, પિતાના દ્વારા જે માયા (માયા પ્રધાન અતિચારો)નું સેવન થઈ ગયું હોય છે તેને કારણે સદા ભયયુક્ત અને ઉત્ક્રાન્ત ચિત્તવાળે બની જાય છે. મારી માયાને પદ ઉઘડી જશે, આ પ્રકારના ભયને કારણે પિતાની માયાને ઢાંકવાને માટે તે ઘણા પ્રયત્ન કર્યા કરે છે. આ રીતે તે માયાચારી પુરુષ પ્રકટ રૂપે અને પ્રચ્છન્ન રૂપે અગણિત દેશે કરતા રહે છે. તે કારણે સામાન્યમાં સામાન્ય માણસ પણ તેને વિશ્વાસ કરતે નથી. તેથી તે માયાવી પુરુષને પિતાના આ પ્રકારના માયાવી વર્તન પ્રત્યે ધિક્કારની લાગણી પેદા થાય છે. આ પહેલું કારણ છે તથા માયાચારીને જન્મ કિલ્પિ ષિક આદિ હલકી કેટિના દેવોમાં થાય છે. આ રીતે તેને પરભવ પણ ધિક્કારને 5 ગર્પિત બને છે. કહ્યું પણ છે કે –
તવતે વરૂને” ઈત્યાદિ–
જે જીવ પર હોય છે, વચનર હેય છે, રૂપાર હેય છે, આચાર અને ભાવચોર હોય છે, એવા પુરુષને જન્મ કિવિષિક જાતિના દેવામાં થાય છે. આ પ્રકારનું બીજું કારણ સમજવું (૩) તેની આયાતિ પણ ગહિત થાય છે. એટલે કે જ્યારે તે કિવિષિક દેમાંથી ચ્યવીને મનુષ્યભવમાં ઉત્પન્ન થાવ છે, ત્યારે પણ કુળ, જાતિ, રૂપ અને ઐશ્વર્યથી રહિત હોવાને કારણે નિદિત જ હોય છે. કહ્યું પણ છે કે-“તો ધિ રે જરૂત્તાળ” ઈત્યાદિ–
તે માયી જીવ કિવિષિક દેવગતિનું આયું પુરૂં કરીને ત્યાંથી ચવીને જે મનુષ્યગતિમાં ઉત્પન્ન થાય છે, તે મૂંગે, બહેરે આદિ શારીરિક ખોડ ખાંપણવાળો હોય છે, અથવા તે તે નારક, તિર્યંચ આદિ નિમાં પણ જન્મ લે છે. આ રીતે તેની આયતિ પણ ગહિત બને છે. આ પ્રકારનું આ ત્રીજું કારણ છે.
માયાવી સાધુકે સ્વરૂપના નિરૂપણ
(૪) જે માયી જીવ અતિચાર રૂપ માયાનું સેવન કરીને તેની શુદ્ધિને માટે યોગ્ય તપ કરતું નથી, તે છવ વડે જ્ઞાનાદિ રૂપ મોક્ષમાર્ગની આરાધના થતી નથી. કહ્યું પણ છે કે –“નાડુ જરા ય” ઈત્યાદિ –
એટલે કે જે સાધુ લજજાને કારણે, ગૌરવને કારણે અથવા પોતે બહુશ્રત છે એવા અહંકારને કારણે પિતાને અતિચારેને ગુરુજને પાસે જાહેર કરતું નથી–તે અતિચારેની આલોચના કરતું નથી, તે સાધુ જ્ઞાન, દર્શન,
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૫