Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
સ્થાન-૧
સ્થાન-૧
અધ્યયન પ્રારંભ :| १ सुयं मे आउसं ! तेणं भगवया एवमक्खायं ।
ભાવાર્થ :- હે આયુષ્યમાનુ! સાંભળ્યું છે- તે ભગવાને આ પ્રમાણે કહ્યું છે.
વિવેચન :
ભગવાન મહાવીરના પાંચમા ગણધર શ્રી સુધર્મા સ્વામી પોતાના જંબૂ નામના અંતેવાસી શિષ્યને સંબોધિત કરતા કહે છે કે- હે આયુષ્યમાન્! મેં સાંભળ્યું છે કે ભગવાન મહાવીરે ત્રીજા ઠાણાંગ સૂત્રના અર્થનું આ(વફ્ટમાણ) પ્રમાણે પ્રતિપાદન કર્યું છે.
આત્માનું એકત્વ :| २ | एगे आया । ભાવાર્થ :- આત્મા એક છે. વિવેચન :
જૈનદર્શનમાં આગમ સુત્રનું પ્રતિપાદન અને તેની વ્યાખ્યા નયદષ્ટિના આધારે કરવામાં આવે છે. પ્રસ્તુત સૂત્ર સંગ્રહાયની દષ્ટિથી પ્રતિપાદિત થયું છે. જૈન તત્ત્વોનુસાર આત્માઓ અનંત છે. છતાં આ સૂત્રમાં 'આત્મા એક છે' તેમ કહ્યું છે, તે સંગ્રહાયની અપેક્ષાએ સમજવું પરંતુ આત્મા એક જ છે તેવું એકાત્તે ન સમજવું.
સંગ્રહનય અનંતનો એકમાં સમાહાર કરે છે. તેથી અનંત આત્માનું એક રૂપે પ્રતિપાદન કર્યું છે. સર્વ આત્મામાં આત્મતત્ત્વ(જીવ7) સમાન છે તેથી આત્મા એક છે. સમસ્ત આત્માઓનું સ્વરૂપ એક જ છે. યથા-૩પયોગ નક્ષો નીવઃ = જીવનું લક્ષણ એક માત્ર ઉપયોગ છે. આ અપેક્ષાએ પણ સર્વ આત્માઓમાં ઉપયોગરૂપ–ચૈતન્યરૂપ એક લક્ષણ હોવાથી આત્મા એક છે.
જન્મ મરણ, સુખ દુઃખ આદિ વેદનમાં જીવ અસહાય છે, તે એકલો જ ભોગવે છે. તે અપેક્ષાએ