Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
સ્થાન–૨ ઃ ઉદ્દેશક–૪
આરાધના :
१७ दुविहा आराहणा पण्णत्ता, तं जहा - धम्मियाराहणा चेव, केवलि आराहणा चेव ।
૧૩૯
धम्मियाराहणा दुविहा पण्णत्ता, तं जहा सुयधम्माराहणा चेव, चरित्तधम्मा- राहणा चेव ।
-
केवलि आराहणा दुविहा पण्णत्ता, तं जहा अंतकिरिया चेव, कप्पविमाणो ववत्तिया चेव ।
આરાધના.
ભાવાર્થ :- આરાધના બે પ્રકારની કહી છે, તે આ પ્રમાણે છે– (૧) ધાર્મિક આરાધના– સાધુ અને શ્રાવક ધર્મના આચરણ રૂપ આરાધના (૨) કેવલી આરાધના– સંપૂર્ણ આરાધના અર્થાત્ મૃત્યુ સમયે થનારી આરાધના.
ધાર્મિક આરાધના બે પ્રકારની કહી છે, તે આ પ્રમાણે છે– શ્રુત ધર્મની આરાધના અને ચારિત્રધર્મની
કેવલી(સંપૂર્ણ) આરાધના બે પ્રકારની છે, તે આ પ્રમાણે છે– અંતક્રિયારૂપ અને કલ્પ—વિમાનો—
ત્પત્તિકા.
વિવેચન :
આરાહળા :- પ્રસ્તુત સૂત્રમાં બે પ્રકારની આરાધનાનું નિરૂપણ છે. (1) પ્રવૃત્તિ-આચરણ રૂપ આરાધના (૨) પરિણામ (રિઝલ્ટ)રૂપ આરાધના અર્થાત્ શાસ્ત્રોક્ત રીતે જિનાજ્ઞાનું પાલન કરવું અને અંતે આરાધક થવું તે આરાધના કહેવાય છે.
ધાર્મિક આરાધના :– શ્રત અને ચારિત્રરૂપ બે પ્રકારના ધર્મની પાલના કરવી તે ધાર્મિક આરાધના છે. સાધુ ધર્મ તથા શ્રાવકધર્મનું આચરણ તે ચારિત્ર આરાધના છે. શ્રુત અધ્યયન, અધ્યાપનની પ્રવૃત્તિ તે શ્રુતધર્મ આરાધના છે.
કેવળી આરાધના :– સંપૂર્ણ આરાધના. સાધુ ધર્મ અને શ્રાવક ધર્મના આચરણના અંતિમ સમયે થતી આરાધના સંપૂર્ણ આરાધના કે કેવળી આરાધના કહેવાય છે. જેમ વિદ્યાર્થીની સંપૂર્ણ સફળતા પરીક્ષા સમયે થાય તેમ ધર્માચરણની સંપૂર્ણ(સર્વ-કેવળી) આરાધના મૃત્યુ સમયે થાય છે.
અંતક્રિયા કેવળી આરાધના :– સંપૂર્ણ કર્મનો ક્ષય કરી ભવનો અંત કરાવનાર આરાધના અંતક્રિયા આરાધના કહેવાય છે. અંતક્રિયાને કેવળી આરાધના પણ કહે છે.