Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૨૫૨ ]
શ્રી ઠાણાંગ સૂત્ર-૧
१६ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरेणं तओ वासा पण्णत्ता, तं जहा- रम्मगवासे हेरण्णवए, एरवए । ભાવાર્થ :- જંબૂદ્વીપ નામના દ્વીપમાં મેરુ પર્વતના ઉત્તરભાગમાં ત્રણ વાસ–ક્ષેત્ર છે, યથા– (૧) રમ્યકવાસ (૨) હૈરણ્યવય (૩) ઐરવત.
વિવેચન :
જંબૂદ્વીપમાં ત્રણ કર્મભૂમિ અને છ અકર્મભૂમિ એમ નવ ક્ષેત્ર છે. તેમાંથી મહાવિદેહ ક્ષેત્રને છોડી શેષ આઠ ક્ષેત્રનું આ સુત્રોમાં મેરુપર્વતથી ઉત્તર દક્ષિણ દિશાની અપેક્ષાએ વર્ણન છે. મહાવિદેહ ક્ષેત્રના પૂર્વ અને પશ્ચિમ બે વિભાગ હોવાથી આ સૂત્રોમાં તેનું કથન નથી.
વાણી :- વાસ, ક્ષેત્ર. છ વર્ષધર પર્વતો દ્વારા વિભાજિત જંબુદ્વીપના સાત ક્ષેત્રોને વાસા કહે છે. તેમાંથી મહાવિદેહને છોડી છ ક્ષેત્રોનું કથન બે સૂત્રોમાં છે.
જંબૂઢીપના વર્ષધર પર્વત :| १७ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणेणं तओ वासहरपव्वया पण्णत्ता, तं जहा- चुल्लहिमवंते, महाहिमवंते, णिसढे । ભાવાર્થ :- જંબુદ્વીપ નામના દ્વીપમાં મેરુ પર્વતના દક્ષિણ ભાગમાં ત્રણ વર્ષધર પર્વત છે, યથા– (૧) ચુલ્લ હિમવાન (૨) મહાહિમવાન (૩) નિષધ પર્વત.
१८ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरेणं तओ वासहरपव्वया पण्णत्ता, તં - જીતવંતે, હેપ્પી, સિદી !
ભાવાર્થ :- જંબુદ્વીપ નામના દ્વીપમાં મેરુ પર્વતના ઉત્તર ભાગમાં ત્રણ વર્ષધર પર્વત છે, યથા– (૧) નીલવાન (૨) રુકમી (૩) શિખરી પર્વત.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં જેબૂદ્વીપના સાત મોટા ક્ષેત્રોની સીમા કરનાર કે વિભાજન કરનાર છ વર્ષધર પર્વતોનું આ બે સૂત્રોમાં ત્રણ-ત્રણની સંખ્યામાં કથન છે. વાસંદ૨૫મ્બયા :- વાસ = વર્ષ એટલે ક્ષેત્ર, હર(ધર) એટલે ધારણ કરનાર અર્થાતુ ક્ષેત્રની સીમાને ધારણ કરનાર અથવા ક્ષેત્રની સીમા કરનાર પર્વતને વર્ષધર પર્વત કહે છે.