Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૩૭૦
શ્રી કાણાગ સૂત્ર-૧
ક્રોધિત બનાવનાર)હોય પરંતુ પરતમ ન હોય. (૨) કોઈ પુરુષ પરતમ હોય પરંતુ આત્મતમ ન હોય. (૩) કોઈ પુરુષ આત્મતમ પણ હોય અને પરત પણ હોય. (૪) કોઈ પુરુષ આત્મતમ પણ ન હોય અને પરતમ પણ ન હોય. |४३ चत्तारि पुरिसजाया पण्णत्ता,तं जहा- आयंदमे णाममेगे णो परंदमे, परंदमे णाममेगे णो आयंदमे, एगे आयंदमे वि, परंदमे वि, एगे णो आयंदमे णो परंदमे ।
ભાવાર્થ :- પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ આત્મદમ હોય પરંતુ પરદમ ન હોય. (૨) કોઈ પુરુષ પરદમ હોય પરંતુ આત્મદમ ન હોય. (૩) કોઈ પુરુષ આત્મદમ પણ હોય અને પરદમ પણ હોય. (૪) કોઈ પુરુષ આત્મદમ પણ ન હોય અને પરદમ પણ ન હોય.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સૂત્રકારે સ્વ-પરની ક્રોધદશા અને દમનદશા પર પ્રકાશ પાડ્યો છે. વતને :- તમ શબ્દના ત્રણ અર્થ થાય છે (૧) આત્માને ક્રોધિત કરવો (૨) આત્માને અજ્ઞાન અંધકારમાં નાંખવો (૩) આત્માને ખેદખિન્ન કરવો અર્થાત્ જે પોતાના આત્માને ખિન્ન કરે, સ્વયં ખેદને પ્રાપ્ત થાય, સ્વયં ક્રોધ કરે, અજ્ઞાનવશ નિજ સ્વરૂપને વિપરીતરૂપે સ્વીકારે તેને આત્મતમ કહે છે.
પરંતઃ - જે બીજાને ખિન્ન કરે, ખેદ પમાડે તે અથવા અન્યને ક્રોધિત કરે, જિનમતથી વિપરીત પ્રરૂપણા કરી, બીજામાં અજ્ઞાન ઉત્પન્ન કરે તેને પરત કહે છે. આત્મતમ, પરતમ, ઉભયતમ, નોભિયતમ. આ રીતે તેના ચાર પ્રકાર થાય છે.
દમન અપેક્ષાએ પણ ચાર પ્રકારની વ્યક્તિ સંભવે છે. પોતાને દમે અર્થાતુ પોતાની જાતને વશમાં રાખે તે આત્મદમ અને અન્યને વશમાં રાખે તે પરદમ કહેવાય છે. આ રીતે પ્રત્યેક ભંગ સમજવા.
ચાર પ્રકારની ગહ :४४ चउव्विहा गरहा पण्णत्ता,तं जहा- उवसंपज्जामित्तेगा गरहा, वितिगिच्छामित्तेगा गरहा, जंकिंचिमिच्छामित्तेगा गरहा, एवंपि पण्णत्ता एगा गरहा । ભાવાર્થ -ગોંચાર પ્રકારની કહી છે, તે આ પ્રમાણે છે– (૧) ઉપસંપદારૂપ ગહ (૨) વિચિકિત્સારૂપ ગહ (૩) મિચ્છામિરૂપ ગહ (૪) એવમપિ પ્રજ્ઞપ્તિરૂપ ગહ. વિવેચન :હ -ગુરુાિ આભનો નિંા અef, ગુરુ સાક્ષીએ પોતાના દોષોની નિંદા કરવી, તેને ગહ