Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
સ્થાન–૪: ઉદ્દેશક-૩
૪૫૯.
ભાવાર્થ :- પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ પહેલાં પણ અજ્ઞાની હોય અને પછી પણ અજ્ઞાની હોય. (૨) કોઈ પુરુષ પહેલાં અજ્ઞાની હોય પરંતુ પછી જ્ઞાની થાય. (૩) કોઈ પુરુષ પહેલાં જ્ઞાની હોય પરંતુ પાછળથી અજ્ઞાની થઈ જાય. (૪) કોઈ પુરુષ પહેલાં પણ જ્ઞાની હોય અને પછી પણ જ્ઞાની રહે. |६४ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- तमे णाममेगे तमबले, चउभंगो । ભાવાર્થ :- પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ અજ્ઞાની (અસદાચારી) છે અને તેની પાસે અજ્ઞાનીજનોનું બળ છે. (૨) કોઈ પુરુષ સ્વયં અજ્ઞાની–અસદાચારી છે પણ તેની પાસે જ્ઞાનીજનોનું કે દાનનું બળ છે. આ રીતે ચાર ભંગ કહેવા. |६५ चत्तारि पुरिसजाया पण्णत्ता,तंजहा-तमे णाममेगेतमबलपज्जलणे, चउभंगो। ભાવાર્થ :- પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે- (૧) કોઈ પુરુષ અજ્ઞાની છે અને અજ્ઞાન બળમાં લીન રહે છે અથવા તે બળનો દર્પ રાખે છે. (૨) કોઈ પુરુષ અજ્ઞાની છે અને દાનાદિબળનો દર્પ રાખે છે વગેરે ચાર ભંગ કહેવા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં તમ અને જ્યોતિની જ્ઞાન-અજ્ઞાનની મુખ્યતાએ ત્રણ ચૌભંગી કહી છે. પ્રથમ ચૌભંગીમાં તમ અને જ્યોતિ આ બે પદો સાથે ચાર ભંગ કહ્યા છે. બીજી ચૌભંગીમાં તમ અને જ્યોતિ તથા તમબળ અને જ્યોતિબળ આ ચાર પદો દ્વારા ચાર ભંગ કહ્યા છે. ત્રીજી ચૌભંગીમાં તમ અને જ્યોતિ તથા તમબળ પ્રજ્વલન અને જ્યોતિબળ પ્રક્વલન આ ચાર પદો દ્વારા ચાર ભંગ કહ્યા છે. તમ - તમઃ = અંધકાર, અજ્ઞાન, અજ્ઞાની, જ્ઞાન રહિત, રાત્રિ, અપ્રસિદ્ધ, અસદાચારી. નો - જ્યોતિ = પ્રકાશ, દિવસ, જ્ઞાનપ્રકાશ, જ્ઞાની, પ્રસિદ્ધિ પ્રાપ્ત, સદાચારી. તનત - અંધકારબળ, અજ્ઞાનબળ, અજ્ઞાનીનું બળ, ચોરીનું બળ, રાત્રિબળ, અસદાચરણ બળ. ગોવન - પ્રકાશબળ, જ્ઞાનબળ, જ્ઞાનીબળ, દિવસબળ, સદાચારબળ, દાન આદિનું બળ. તમવનવઝનને - અજ્ઞાન બળમાં પ્રજ્વલન. અજ્ઞાનબળમાં લીન–અનુરક્ત, અજ્ઞાનબળનો દર્પ, અસદાચરણનો દર્પ, અજ્ઞાની, ચોર, શૈતાન આદિના બળનો દર્પ, દુસ્સાહસ. નોર્ફવતપન્નનળ – જ્ઞાન બળમાં પ્રજ્વલન. જ્ઞાનબળમાં લીન, સદાચરણના બળમાં નિર્ભય, પ્રકાશબળનો ઉત્સાહ, જ્ઞાની, સદાચારીના બળનું સાહસ, પ્રસિદ્ધબળની મસ્તી. (૧) તમે નામને તમે, ૨૩મો – તમ–જ્યોતિ બે પદની ચૌભંગીમાં (૧) પહેલાં–પછીની અપેક્ષા