Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૫૦૬
શ્રી ઠાણાંગ સત્ર-૧
ગોળા
પુરુષ (૧) લોઢાના.
(૧) લોઢાના ગોળા સમાન. (૨) જસતના.
(૨) જસતના ગોળા સમાન. (૩) ત્રાંબાના.
(૩) ત્રાંબાના ગોળા સમાન. (૪) સીસાના.
(૪) સીસાના ગોળા સમાન. |३७ चत्तारि गोला पण्णत्ता, तं जहा- हिरण्णगोले, सुवण्णगोले, रयणगोले, वयरगोले । एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा-हिरण्णगोलसमाणे, सुवण्णगोलसमाणे, रयणगोलसमाणे, वयरगोलसमाणे । ભાવાર્થ - ચાર પ્રકારના ગોળા અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છેગોળા
પુરુષ (૧) ચાંદીના. (૧) ચાંદીના ગોળા સમાન. (૨) સુવર્ણના. (૨) સુવર્ણના ગોળા સમાન. (૩) રત્નના. (૩) રત્નના ગોળા સમાન.
(૪) વજના. (૪) વજના ગોળા સમાન. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં બાર પ્રકારના ગોળાનાદBતે મનુષ્યોના ભાવોનું નિરૂપણ છે અને તે બાર પ્રકારના ગોળાને ત્રણ વિભાગમાં વિભક્ત કરી, વિષયને સ્પષ્ટ કર્યા છે.
પ્રથમ વિભાગના ચાર ગોળા અને પુરુષ - મીણનો ગોળો મૃદુ હોય છે, અગ્નિ સમીપે જલ્દી ઓગળી જાય છે. લાખનો ગોળો કઠણ હોય અને તે વધુ ગરમીમાં ઓગળે છે. લાકડાનો ગોળો કઠણતર હોય અને તે અગ્નિમાં બળીને ભસ્મ થઈ જાય છે. માટીનો ગોળો કઠણતમ હોય અને તે અગ્નિમાં વધુ મજબૂત બને છે.
તાપ સમાન પરીષહ અને કષ્ટને સહન કરનાર સાધકો ચાર પ્રકારના હોય છે. ૧) મહિલ્વોત્તરના – મધુસિથ એટલે મીણ. તેના ગોળા જેવા કોમળ હૃદયવાળા પુરુષ. મીણના ગોળાને અગ્નિનો જરામાત્ર સ્પર્શ થતાં ઓગળી જાય, તેમ ગુરુનો ઉપદેશ સાંભળતાં જ જે કોમળ બની જાય તે પુરુષ. (૨) નડોસમ – જતુ એટલે લાખ. તેના ગોળા જેવા થોડા કઠોર હૃદયવાળા પુરુષ. જેમ અગ્નિ