Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ પર૪ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
વિવેચન :
કામ એટલે અભિલાષા. શબ્દ, રૂપમાં આસક્તિના કારણે જે સુખ અનુભવાય, તેને કામ કહે છે. તેના ચાર પ્રકાર છે. શૃંગારકામ- આદિ, મધ્ય કે અંતમાં સુખદાયક, મનોજ્ઞ અને પ્રકૃષ્ટ રતિના ઉત્પાદક હોય તેને શૃંગારકામ કહે છે. દેવોના કામ શૃંગાર પ્રધાન હોય છે. કરુણકામ:- કરુણકામ શોક સ્વભાવવાળા હોય છે. તે વિષયસુખ દેવસમાન અભીષ્ટ ન હોવાથી તુચ્છ અને ક્ષણભરમાં નષ્ટ થતાં હોવાથી શોચનરૂપ હોય છે. મનુષ્યના કામ કરુણા પ્રધાન હોય છે. બીભત્સકામ :- જે કામની પ્રત્યેક અવસ્થામાં જુગુપ્સા હોય છે, તે જુગુપ્સનીયકામ બીભત્સકામ કહેવાય છે. તિર્યંચોના કામભોગ બીભત્સરસથી પરિપૂર્ણ હોય છે..
રૌદ્ધકામ - જે કામ અત્યંત દારુણ, દુઃખદાયી અને અત્યંત અનિષ્ટ હોય તેને રૌદ્રકામ કહે છે. સુત્રમાં નારકોના કામને રૌદ્રકામ કહ્યા છે. તે ઉપરાંત મનુષ્યોમાં પણ જે ક્રૂરતાપૂર્વક બળાત્કાર થાય છે તેને પણ રૌદ્રકામ કહી શકાય છે.
પાણીની ઉપમાએ પુરુષની ચૌભંગીઓ :७४ चत्तारि उदगा पण्णत्ता, तं जहा- उत्ताणे णाममेगे उत्ताणोदए, उत्ताणे णाममेगे गंभीरोदए, गंभीरे णाममेगे उत्ताणोदए, गंभीरे णाममेगे गंभीरोदए ।
एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- उत्ताणे णाममेगे उत्ताणहियए, चउभंगो। ભાવાર્થ :- ચાર પ્રકારના પાણી કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પાણી અલ્પ છે અને સ્વચ્છ હોવાથી તેનું તળીયું દેખાય છે (૨) કોઈ પાણી અલ્પ છે પણ તે મલિન હોવાથી તેનું તળીયું દેખાતું નથી (૩) કોઈ પાણી પ્રચુર છે પણ સ્વચ્છ હોવાથી તેનું તળીયું દેખાય છે (૪) કોઈ પાણી પ્રચુર છે અને તે મલિન હોવાથી તેનું તળીયું દેખાતું નથી.
આ રીતે પુરુષ પણ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) ઉત્તાન અને ઉત્તાન હૃદયકોઈ પુરુષ બાહ્ય ચેષ્ટાથી પણ અગંભીર હોય છે અને હદયથી પણ અગંભીર—તુચ્છ પ્રકૃતિવાળા હોય છે. (૨) ઉત્તાન અને ગંભીર હૃદય- કોઈ પુરુષ બાહ્ય ચેષ્ટાથી અગંભીર હોય છે પણ હૃદયથી ગંભીર હોય છે. (૩) ગંભીર અને ઉત્તાનહૃદય- કોઈ પુરુષ બાહ્યચેષ્ટાથી ગંભીર હોય પણ હૃદયથી અગંભીર-તુચ્છ પ્રકૃતિવાળા હોય છે. (૪) કોઈ પુરુષ બાહ્ય ચેષ્ટા અને હૃદય-અંતરંગ સ્વભાવ બંનેથી ગંભીર હોય છે. | ७५ चत्तारि उदगा पण्णत्ता, तं जहा- उत्ताणे णाममेगे उत्ताणोभासी, उत्ताणे